Site icon Revoi.in

કેનેડાએ ભારતીય રાજદ્વારીઓ પર લગાવેલા આરોપોને સમર્થન આપતા કોઈ પુરાવા રજૂ કર્યા નથીઃ ભારત

Social Share

નવી દિલ્હીઃ ભારતે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે કેનેડાએ ભારત અને ભારતીય રાજદ્વારીઓ પર લાગેલા આરોપોને સમર્થન આપતા કોઈ પુરાવા રજૂ કર્યા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના ફોરેન ઈન્ટરફેન્સ કમિશન સમક્ષ આપેલા નિવેદન પર પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે કેનેડાના પ્રધાનમંત્રીનું નિવેદન એ વાતની પુષ્ટિ કરે છે કે ભારત હંમેશા કહે છે. પ્રવક્તાએ કહ્યું કે પ્રધાનમંત્રી ટ્રુડોના અસભ્ય વર્તનને કારણે ભારત-કેનેડા સંબંધોને જે નુકસાન થયું છે તેના માટે એકલા ટ્રુડો જવાબદાર છે.

દરમિયાન કેનેડામાં ખાલિસ્તાની સમર્થક નિજ્જરની હત્યા બાબતે ટ્રૂડો સરકારે તાજેતરમાં ભારત ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. જે બાદ ભારત સરકારે આકરુ વલણ અપનાવ્યું છે. ભારત સરકારે કેનેડા પાસે હત્યા કેસને લઈને નક્કર પુરાવાની માંગણી કરી છે. તેમજ ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાના પીએમના આક્ષેપોને વોટબેંકની રાજનીતિ ગણાવી હતી. એટલું જ નહીં સરકારે કેનેડાથી પોતાના હાઈ કમિશનને બોલાવ્યાં હતા. એટલું જ નહીં ભારતમાં કેનેડાના છ રાજદ્વારીને દેશ છોડવા નિર્દેશ કર્યો હતો.