દિલ્હીઃ કેનેડા દ્રારા જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઈને ટ્રાલેવ એડવાઈઝરી જારી કરવામાં આવી છે જેમાં કેનેડાની ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “અણધારી સુરક્ષા પરિસ્થિતિને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ટાળવી જોઈએ.”
કેનેડા દ્રારા જમ્મુ કાશ્મીરને લઈને એમ પણ કહેવામાં આવ્યું છે કે આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણનો ખતરો છે. આ એડવાઈઝરીમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની અંદર કે તેની અંદરની મુસાફરીનો સમાવેશ થતો નથી.
ઉલ્લેખનીય છે કે કેનેડા સાથે હાલ ભારતનો વિવાદ પણ ચાલી રહ્યો છે વડા પ્રધાન ટ્રુડોએ મંગળવારે કહ્યું હતું કે કેનેડા એક શીખ અલગતાવાદી નેતાની હત્યાના સંબંધને લઈને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું નથી. અમે ઈચ્છીએ છીએ કે નવી દિલ્હી આ મુદ્દાને યોગ્ય રીતે તપાસે અને તેને ગંભીરતાથી લે. તેમણે કહ્યું કે ભારત સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે જૂનમાં કેનેડાના એક અગ્રણી ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર પર કેનેડાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા પાસે બે અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો. હુમલામાં તેનું મોત થયું હતું. NIAએ નિજ્જરને ભાગેડુ જાહેર કર્યો હતો ભારતીય એજન્સી NIAએ નિજ્જરને ભાગેડુ જાહેર કર્યો હતો.ત્યારે હવે કેનેડાએ જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઈને માર્ગ દર્શિકા જારી કરી છે.
ભારતે કેનેડા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, “કેનેડાના તમામ આરોપો વાહિયાત છે. કેનેડાના વડાપ્રધાન દ્વારા આપણા પીએમ મોદી પર પણ આવા જ આરોપો લગાવવામાં આવ્યા હતા. તેમને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા હતા.”