Site icon Revoi.in

પાકિસ્તાન વિરુદ્ધ કેનેડામાં પ્રદર્શન, હિંદુઓના ધર્માંતરણ કરાવવાનો આરોપ

Social Share

કેનેડામાં પાકિસ્તાન વિરુદ્ધ દેખાવ થયા છે. દેખાવ કરનારા લોકો પાકિસ્તાનના સિંધ વિસ્તારના મૂળ વતની છે. દેખાવકોરોનો આરોપ છે કે પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓના બળજબરીથી ધર્માંતરણ કરાવાય રહ્યા છે.

આ પ્રદર્શનનો ઉલ્લેખ પાકિસ્તાન પર દબાણ બનાવવાનો છે. જેથી કોઈ અસરકારક કાયદો બનાવી આવા ગુનેગારો પર ગાળિયો કસવામાં આવે કે જે ધર્મને હથિયાર બનાવીને નિર્દોષ યુવતીને કિડનેપ કરીને તેમના બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવે છે અને તેમની સાથે બળાત્કાર કરે છે.

એક દેખાવકારે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યુ છે કે જેવું કે તમને ખબર છે કે સિંધી હિંદુ ઘણાં પીડિત છે, કારણ કે પાકિસ્તાનમાં આજકાલ બળજબરીથી ધર્માંતરણની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે.

દેખાવકોરોએ પોતાના હાથમાં બેનરો લઈને વિરોધ માર્ચ કાઢી અને પાકિસ્તાનની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. બેનર પર લખવામાં આવ્યું હતુ કે પાકિસ્તાનમાં લઘુમતી હિંદુ યુવતીઓના બળજબરીથી ધર્માંતરણને બંધ કરવામાં આવે. પોસ્ટર પર એ પણ લખવામાં આવ્યું હતું કે ધાર્મિક લઘુમતીઓને ખોટા કેસમાં ફસાવવાનું બંધ કરવામાં આવે. લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા કે પાકિસ્તાન હિંદુ યુવતીઓના અપહરણને બંધ કરે, હિંદુ યુવતીઓના બળજબરીથી ધર્માંતરણ બંધ કરો. એ સૂત્રો પણ સાંભળવા મળ્યા હતા કે અમારે ન્યાય જોઈએ.