Site icon Revoi.in

કેનેડાએ મુંબઈમાં વિઝા અને કોન્સ્યુલર એક્સેસ કર્યું બંધ

Social Share

મુંબઈઃ- કેનેડાએ ભારતને લઈને સખ્ત વલણ અપનાવી રહ્યું છે, મુંબઈમાં તેના વિઝા અને કોન્સ્યુલર એક્સેસ બંધ કરી દીધું છે,છેલ્લા મહિનાથી કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ છે. આ શ્રેણીમાં આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

જાણકારી પ્રમાણે કેનેડાએ મુંબઈમાં તેના વિઝા અને કોન્સ્યુલર એક્સેસ બંધ કરી દીધા છે. હવે જે કોઈ પણ વ્યક્તિ કેનેડા જવા માંગે છે તેણે હેડ ઓફિસ દિલ્હીથી વિઝા માટેની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. કેનેડાએ હજુ સુધી તેના નિર્ણય પાછળ કોઈ કારણ જણાવ્યું નથી.

આ અંગે મુંબઈ ઓફિસમાં કામ કરતા સ્ટાફનું કહેવું છે કે નાગરિકો તેમની સમસ્યાઓ માટે અમને મેઈલ કરી શકે છે. હાલમાં કચેરીમાં તમામ પ્રક્રિયાઓ બંધ છે. વિઝા સંબંધિત તમામ કામ હવે દિલ્હી ઓફિસમાંથી થશે.

ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડી ગયા હતા. જે બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ છે. આ પછી, કાર્યવાહી કરીને કેનેડાએ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા. તે જ સમયે, જવાબી કાર્યવાહી કરતા, ભારતે કેનેડિયન રાજદ્વારીને પણ હટાવી દીધા. આ પછી શુક્રવારે કેનેડાની સરકારે માહિતી આપી કે તેણે ભારતમાં હાઈ કમિશનમાંથી 41 રાજદ્વારીઓને હટાવ્યા છે.