Site icon Revoi.in

કેનેડાના પીએમ ઘર છોડીને ભાગ્યા- ફરજિયાત વેક્સિન મામલે પીએમ આવાસ બહાર ટ્રક ડ્રાઈવરોનું જોરદાર પ્રદર્શન

Social Share

દિલ્હીઃ- કેનેડામાં કોરોના વેક્સિન અનિવાર્ય કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ બાબત સામે જોરદાર વિરોધ  નોંધાઈ રહ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમના પરિવારે ઘર છોડીને  ભાગવાનો વખત આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે હજારો ટ્રક ડ્રાઇવરો અને અન્ય વિરોધીઓ રાજધાની શહેરમાં એકઠા થયા હતા અને પીએમ ટ્રુડોના નિવાસસ્થાને ઘેરી લીધો હતો. ટ્રક ચાલકોએ તેમના 70 કિલોમીટર લાંબા કાફલાને ‘ફ્રીડમ કોન્વોય’ નામ આપ્યું છે.

વિરોધીઓએ કોવિડ પ્રતિબંધોની તુલના ફાશીવાદ સાથે કરી હતી. તેઓએ કેનેડિયન ધ્વજની સાથે નાઝી પ્રતીકો દર્શાવ્યા. કેટલાક વિરોધીઓએ કેનેડાના વડા પ્રધાન ટ્રુડોની તીવ્ર ટીકા કરી છે

વાત જાણે એમ છે કે ટ્રુડો સરકારે યુએસ બોર્ડર પાર કરવા માટે ટ્રક ડ્રાઇવરોને  વેક્સિન આપવી જરૂરી બનાવી દીધી છે. આ અંગે ડ્રાઈવરોએ વિરોધ શરૂ કર્યો હતો. તે જ સમયે, એક વિવાદાસ્પદ નિવેદન આપતા, કેનેડિયન પીએમએ ટ્રકર્સને ‘કોઈ મહત્વની લઘુમતી’ ગણાવ્યા હતા. આ કારણે તેઓમાં રોષ ભરાયો છે.. જેને લઈને રાજધાની ઓટાવાના માર્ગ પર 70 કિમી ટ્રકોની લાઈન  લાગેલી જોવા મળી રહી છે

મળતી માબિતી પ્રમાણે આ પ્રદર્શન કરનારાઓમાં બાળકો, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો અને અપંગોનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર કેટલાક લોકોએ અપમાનજનક અને અશ્લીલ નિવેદનો પણ આપ્યા છે. આ લોકો સીધા વડાપ્રધાન પર નિશાન સાધી રહ્યા છે