દિલ્હીઃ- વિદેશમંત્રી એસજયશકંરે કેનેડાને ફરી ચેતવણી આપી છે ખાલિસ્તાનના સનર્થકો પ્રત્યે જે રીતે કેનેડા નરમ વલણ દાખવી રહ્યું છે તે દેશના હિત માટે સારુ નથી વિદેશમંત્રીએ એમ જણઆવ્યું હતું .
જાણકારી પ્રમાણે તેમણે કહ્યું કે ભારત તરફથી વારંવારની ચેતવણીઓ છતાં એવું લાગતું નથી કે કેનેડા સરકાર ખાલિસ્તાન તરફી સંગઠનો અને ઉગ્રવાદીઓની ગતિવિધિઓને રોકવામાં કોઈ ગંભીરતા દાખવવા તૈયાર છે. ખાલિસ્તાન તરફી સંગઠનો એટલા બોલ્ડ થઈ ગયા છે કે તેઓ હવે સીધા કેનેડામાં ભારતીય હાઈ કમિશનના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ જાહેરમાં પોસ્ટરો લગાવી રહ્યા છે અને તેમના જીવન પર જોખમ ઊભુ કરે છે.
વધુમાં તેમણે એમ પણ કહ્યું કે હાલ પણ
પરિસ્થિતિમાં સુધારો ન થતો જોઈને વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી કહ્યું છે કે કટ્ટર ખાલિસ્તાન સમર્થકો ન તો ભારત હીતમાં છે અને ન તો અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયાના હિત માટે સારા છે.
આ વાત તેમણે એક કાર્યક્રમમાં કહી હતી આથી વિશેષ જયશંકરે કહ્યું કે તેઓ તાજેતરમાં કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા જારી કરાયેલા પોસ્ટરોથી વાકેફ છે. ટૂંક સમયમાં આ મુદ્દો કેનેડા સરકાર સમક્ષ ઉઠાવવામાં આવશે. તેમણે કહ્યું કે અમે કેનેડા, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા અમારા ભાગીદાર દેશોને વિનંતી કરી છે કે તેઓ ખાલિસ્તાન સમર્થકોને કોઈ સ્થાન ન કારણ કે તે તમારામાંથઈ કોઈ પણ દેશના હિતમાં નથી.