Site icon Revoi.in

સીન નદીમાં તર્યા પછી કેનેડિયન સ્વીમરે 10 વખત ઉલટી કરી, જાણો શું હતું કારણ

Social Share

પેરિસ ઓલિમ્પિક 2024માં ટ્રાયથ્લોનમાં ભાગ લેનાર કેનેડિયન ખેલાડી ટાયલર મિસ્લાચુકે સીન નદીમાં સ્વિમિંગ કર્યા પછી સતત દસ વખત ઉલટી કરી હતી.. જે બાદ સોશિયલ મીડિયા પર સીન નદીની ગુણવત્તા પર સવાલો ઉઠવા લાગ્યા હતા. કેનેડિયન ટ્રાયથ્લેટ ટાયલર મિસ્લાચુક પુરુષોની ટ્રાયથ્લોનની અંતિમ ઈવેન્ટમાં 9મા ક્રમે આવ્યો હતો, પરંતુ તેની દસ વખતની ઉલ્ટીએ તેને વિશ્વભરમાં જાણીતો કરી દીધો છે..

ટાયલર મિસ્લાચુકે દસ વખત ઉલ્ટી થવાનું સાચું કારણ જણાવ્યું

શું ખરેખર સીન નદીનું પાણી એટલું ગંદુ હતું? ટાયલર મિસ્લાચુક કહે છે કે એવું નથી. ખરેખર, તેણે ખૂબ પાણી પીધું હતું અને આટલી ઝડપથી દોડવાને કારણે તેનું પેટ ખરાબ થઈ ગયું હતું. 1 ઓગસ્ટના રોજ સીબીસી સાથે વાત કરતા ટાયલર મિસ્લાચુકે જણાવ્યું હતું કે, “મેં ઘણું પાણી પીધું હતું. પાણીની ગુણવત્તામાં કોઈ સમસ્યા નહોતી. પરંતુ હું ભરાઈ ગયો હતો. ઉપરાંત, આટલી ઝડપથી દોડવાથી અને પેરિસની ગરમીમાં પણ વધારો થયો હતો.

ટ્રાયથલોન કેવી રીતે રમાય છે?

ઓલિમ્પિકમાં ટ્રાયથ્લોન ઈવેન્ટ હોય છે, જેમાં સ્વિમિંગ, સાઈકલિંગ અને રનિંગનો સમન્વય હોય છે. આ વખતે, આ ઇવેન્ટમાં સ્વિમિંગ માટે સીન નદી પસંદ કરવામાં આવી હતી, જે પહેલેથી જ ખૂબ ગંદી હોવાનું કહેવાય છે. આ નદીને સાફ કરવા માટે પેરિસે લગભગ દોઢ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. પરંતુ ઓલિમ્પિક દરમિયાન વરસાદને કારણે પાણીનું પ્રદૂષણ ફરી વધ્યું.