Site icon Revoi.in

નવા શૈક્ષણિક સત્રમાં પણ ઓનલાઈન એજ્યુકેશન પદ્ધતિ યથાવત રહેશેઃ શિક્ષણ મંત્રી

Social Share

અમદાવાદઃ-સમગ્ર દેશ હાલ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે, કોરોનાના કહેરને લઈને અનેક રાજ્યોમાં ઘોરણ 10 અને 12ની પરિક્ષાઓ રદ કરવાના નિર્ણય લેવામાં આવી રહ્યા છએ, ત્યારે હવે ગુજરાત રાજ્યએ પણ ઘોરણ 12ની પરિક્ષા રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમજ આગામી તા 7 મી જૂનથી શરૂ થઇ રહેલા નવા શૈક્ષણિક સત્રમાં પણ ઓનલાઇન એજ્યુકેશનની પદ્ધતિ પ્રવર્તમાન કોરોના સ્થિતીને અનુલક્ષીને યથાવત રહેશે. તેમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ધો-12ની પરીક્ષા અંગે નિર્ણય લેવાય તે પહેલા જ ભાજપના યુવા નેતા ઋત્વીજ પટેલે ધો-12ના વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. જેથી લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારે બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો  ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દેશમાં કોરોના મહામારી દરમિયાન બાળકોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીએસઈની ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા રદ કરી હતી. ત્યારથી, તમામ રાજ્યોના બોર્ડ્ પર 12 ધોરણની  પરીક્ષાઓ રદ કરવા માટે દબાણ લાવવામાં આવી રહ્યું હતું. આ જ કારણ છે કે ગુજરાત બોર્ડે પહેલાથી સુનિશ્ચિત બારમા ધોરણની પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી છે.

જો કે, બારમા ધોરણના વિદ્યાર્થીઓના અંતિમ પરિણામ કયા આધારે તૈયાર કરવામાં આવશે તે અંગે બોર્ડે દ્રારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે બોર્ડ ટૂંક સમયમાં આંતરિક આકારણી સૂત્ર સંબંધિત સત્તાવાર સૂચના જાહેર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડે 1 જુલાઇથી દસમા અને બારમા બોર્ડની પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી. આ સાથે બોર્ડ દ્વારા પરીક્ષાનું સંપૂર્ણ સમય કોષ્ટક પણ બહાર પાડવામાં આવ્યું હતું. તે જ સમયે, સીબીએસઇ દ્વારા ધોરણ 10 ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.