કેટલાક લોકો એવા પણ છે અત્યારના સમયમાં કે જેમને અલગ અલગ પ્રકારની સમસ્યાઓ હોય છે. કેટલાક લોકોને રાતે ઊંઘ નથી આવતી હોતી તો કેટલાક લોકોને દિવસે ભયંકર ઊંઘ આવતી રહેતી હોય છે. કેટલાક લોકોને ટેન્સનમાં ઊંઘ આવે છે તો કેટલાક લોકોને ટેન્સનમાં ઊંઘ નથી આવતી, તો જ્યારે પણ ઊંઘની વાત આવે ત્યારે એક વાર દરેક લોકોએ આ આયુર્વેદિક નુસ્ખો તો અપનાવવો જ જોઈએ.
સૌથી પહેલા તો આપણો આહાર આપણા સ્વાસ્થ્યનું રહસ્ય છે. જે પણ ખાવામાં આવે છે સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આયુર્વેદિક તજજ્ઞો આ બાબતે કહે છે કે હંમેશા ઓછું તેલ અને ઓછા મસાલાવાળો ખોરાક ખાઓ. હંમેશા સૂર્યાસ્ત પહેલા ખાઓ અને વધુ ને વધુ પાણી પીઓ. આ સિવાય સાંજે ચાનું સેવન, ગરમ ખોરાક ખાવા જેવી ખરાબ આદતોથી દૂર રહો.
થાક વચ્ચે પગમાં સતત દુખાવો ખૂબ અસર કરે છે અને ઊંઘ આવતી નથી. તમારે ફક્ત સરસવના તેલને ગરમ કરીને પગના તળિયા પર માલિશ કરવાનું છે. લગભગ 5 થી 7 મિનિટ સુધી તળિયાની માલિશ કરો.
આયુર્વેદિક દૂધ તૈયાર કરો એટલે કે તેમાં 1/4 ચમચી જાયફળ પાવડર, એક ચપટી હળદર અને એલચી પાવડર ઉમેરો. આ વસ્તુઓને દૂધમાં મિક્સ કર્યા પછી તેને ફરીથી ઉકાળો અને જ્યારે તે હૂંફાળું હોય ત્યારે ચૂસકીથી પી લો. આયુર્વેદિક રીતે તૈયાર કરેલું આ દૂધ પીવાથી તમારું શરીર હળવાશ અનુભવશે અને તમને સારી ઊંઘ આવશે.
ઉલ્લેખનીય છે કે આ લેખ માત્ર જાણકારી માટે લખવામાં આવ્યો છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.