Site icon Revoi.in

ઉનાળાની ગરમીના કારણે રાત્રે નથી આવતી ઊંધ? તો આપનાવો આ કેટલીક ઉપયોગી ટિપ્સ

Social Share

ગરમીની મોસમ શરુ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં આપણાને રાત્રે ઊંઘ આવતી નથી જેનું કારણ છે ગરમી, જો એસી કે કુલર ઘરમાં હોય તો વાંધો આવતો નથી પરંતુ ઘરમાં એસી કે કુલર ન હોય ત્યારે એડધી રાત્રે આંખ ખુલી જાય છે ,શરીરમાં પસીનો થવા લાગે છે બેચેની થાય છે,જો કે આ સમસ્યા ગરમીના કારણે સર્જાય છે આવી સ્થિતિમાં જો બરાબર ઊંધ જોઈતી હોય તો તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવાની રહેશે જેનાથી તમે શાંતિથી ઊંધી શકશો

રાત્રે જમવામાં ધ્યાન રાખો

બને ત્યા સુધી રાત્રીના ખોરાકમાં ખીચડી,ભાખરી અને રસા વાળા શાક ખાવાનું રાખો,જેમાં તેલ નસાલો ઓછો નાખવો જેથી રાત્રે પેટ હળવું રહેશે પેટમાં બદાણ નહી આવે અને પુરતી ઊંઘ મળશે, આ સાથે જ પેટમાં એસિડિટી પણ નહી થાય જેથી ઊંધ જડિસ્ટર્બ થશે નહી.તમે ઈચ્છો તો એક ગ્લાસ દૂધ પણ લઈ શકો છો.

ન્હાવાની આદત રાખો

બને ત્યા સુધી રાત્રે સુતા પહેલા ઠંડા પાણીથી ન્હાઈને જ સુવુ જેથી દિવસ ભરનો પસીનો સાફ થી જાય ,બોડી ફ્રેશ ફીલ કરે અને સાથએ જ થકાન દૂર થાય જેથી આરામથી ઊઁધ આવી શકે, આ સાથે જ અડધી રાત્રે ખૂબ ગરમી લાગતી હોય ત્યારે જાગીને ઠંડા પાણીથી ન્હાઈ લેવું જેથી ન્હાયા બાદ તરત ઊંધ પણ આવી જશે

રુમની બારી પર પાણી વાળી બોરી બાંધવી

જો તમારા ઘરમાં એસી કે કુલર નથી,તો કંતાન કે જેને આપણે બોરીવકે કોછળા કહીએ છીએ તેને પાણીમાં પલાળીને બારી બારણા પર લટકાવી રાખવા અને બારીઓ ખુલ્લી રાખવી જેથી તમે જે રુમમાં સુતા હશે ત્યા ઠંડક રહેશે અને આરામથી ઊઁધ આવી જશે.

કોટનના દુપટ્ટાને પલાળીને ઓઢી લો

આ સાથે જ વધુ બફાટ મારતો હોય ત્યારે કોટનના દુપટ્ટાને પાણીમાં પલાળઈ થોડો નીતોવીને તેને ઓઢીને સુવાથી પણ તમને છંડક મળશે સાથે જ ઊઁધ આવી જશે.

હળવા કપડા પહેરો-ઉનાળાની ગરમીમા હંમેશા રાત્રે સુતા વખતે ખુલ્લા અને કોટનના કપડા પહેરો જેથી આરામથી ઊંઘ આવી શકે છે નાઈટ ડ્રેસ પહેરવાની આદત રાખવી જોઈએ જેનું કાપડ નરમ હોવું જોઈએ