સાચો સનાતની કોંગ્રેસમાં ન રહી શકેઃ આચાર્ય પ્રમોદ કુષ્ણમ
નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા ગૌરવ વલ્લભએ રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે. રામના નામે કોંગ્રેસના આ નેતાએ રાજીનામુ આપતા રાજકારણ ગરમાયું છે. દરમિયાન કોંગ્રેસના પૂર્વ સિનિયર નેતા આચાર્ય પ્રમોદ કુષ્ણમએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં સાચો સનાતની રહી શકે તેવિ સ્થિતિ નથી. અયોધ્યામાં ગત જાન્યુઆરી મહિનામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરનો શિલાન્યાસ થયો હતો. આ પ્રસંગ્રે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ મહાનુભાવોને આમંત્રણ પાઠવ્યું હતું. જો કે, કોંગ્રેસે આમંત્રણ પત્રિકા સ્વિકારવાનો ઈન્કાર કર્યો હતો. કોંગ્રેસના આ નિર્ણયનો આચાર્ય પ્રમોદ કુષ્ણમે વિરોધ કર્યો હતો. જે બાદ તેમણે કોંગ્રેસને રામ રામ કરીને તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું.
કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે પક્ષના તમામ હોદ્દા અને સભ્યપદમાંથી રાજીનામું આપતાં કહ્યું હતું કે તેઓ સનાતન વિરોધી સૂત્રોચ્ચાર કરી શકતા નથી અને ‘સંપત્તિ સર્જકો’ નો દુરુપયોગ કરી શકતા નથી. વલ્લભે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લખેલા રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કર્યો છે. તેમણે કહ્યું કે પાર્ટી જે દિશાવિહીન રીતે આગળ વધી રહી છે તે જોઈને તેઓ આરામદાયક નથી અનુભવતા.વલ્લભે કહ્યું, “હું સવાર-સાંજ સનાતન વિરોધી નારા લગાવી શકતો નથી. તેથી, હું પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપું છું.” વલ્લભ ઘણા મહિનાઓથી પાર્ટી વતી ટેલિવિઝન કાર્યક્રમોમાં ભાગ લેતા ન હતા અને લાંબા સમયથી કોઈ પ્રેસ કોન્ફરન્સ પણ કરી ન હતી. કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે પણ ગૌરવના રાજીનામા પર પ્રતિક્રિયા આપી હતી.તેમણે લખ્યું- સાચો “સનતની” કોંગ્રેસમાં રહી શકે નહીં.
તેમણે પોતાના રાજીનામા પત્રમાં કહ્યું કે, “જ્યારે હું કોંગ્રેસમાં જોડાયો ત્યારે હું માનતો હતો કે કોંગ્રેસ દેશની સૌથી જૂની પાર્ટી છે જે યુવાનો અને બૌદ્ધિક લોકો અને તેમના વિચારોનું સન્માન કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવું લાગ્યું છે કે પાર્ટીનું હાલનું સ્વરૂપ નવા વિચારો સાથેના યુવાનો સાથે સુસંગત નથી.” વલ્લભે દાવો કર્યો હતો કે કોંગ્રેસ સંપૂર્ણપણે જમીન પરથી કપાઈ ગઈ છે અને નવાની આકાંક્ષાને સમજી શકતી નથી. જેના કારણે પક્ષ ન તો સત્તામાં આવી શકે છે કે ન તો મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવી શકે છે.