Site icon Revoi.in

રાજધાની દિલ્હી: કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં આવતા 50 ટકા ક્ષમતા સાથે ખૂલશે રેસ્ટોરંટ

Social Share

નવી દિલ્લી: દેશમાં કોરોનાવાયરસનું સંક્રમણ ઓછુ થતા તથા દેશની રાજધાનીમાં કોરોનાવાયરસનું સંકટ હવે પહેલા જેવુ રહ્યું નથી. આ સાથે દિલ્લીના મુખ્યમંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. કેજરીવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શહેરમાં 50 ટકાની ક્ષમતા સાથે રેસ્ટોરન્ટને ખોલવામાં આવશે.

આ ઉપરાંત ખાનગી કચેરીઓ પણ સવારે 9 થી સાંજના 5 સુધી 50 ટકાની ક્ષમતા સાથે કાર્ય કરશે. તે જ સમયે, બજારો, મોલ્સ અને માર્કેટ સંકુલની તમામ દુકાનો સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલી શકે છે. એટલે કે ઓડ-ઈવન ફોર્મુલા હવે સમાપ્ત થઈ ગયું છે.

જો કે, તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, જો કોવિડ -19 ના કેસો આવતા સપ્તાહમાં વધશે, તો દિલ્હીના બજારો અને રેસ્ટોરાંમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવામાં આવશે. આવશ્યક સેવાઓ પહેલાની જેમ ચાલુ રહેશે. આ સિવાય 20 લોકો સાથે ઘરે અથવા કોર્ટમાં લગ્ન કરાવી શકાય છે. તે જ સમયે, ધાર્મિક સ્થળો ખોલવામાં આવી રહ્યા છે, પરંતુ ભક્તોને જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્ય પ્રધાને કહ્યું કે શાળા-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક મેળાવડા, સ્વિમિંગ પુલ, સ્ટેડિયમ, રમત-ગમત સંકુલ, સિનેમા, થિયેટરો, મનોરંજન પાર્ક, ભોજન સમારંભ, ઓડિટોરિયમ, સ્પા, જીમ , જાહેર ઉદ્યાનો અને બગીચા સંપૂર્ણ બંધ રહેશે.

કેજરીવાલ દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે કોરોનાવાયરસની ત્રીજી લહેરને લઈને પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.