- દિલ્હીમાં આજથી રાત્રિ કર્ફ્યૂ હટાવાશે
- કેટલાક પ્રતિબંધો હટશે
- માસ્ક ન પહેરવા પર 500 નો થશે દંડ
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાની સાથએ જ અનેક પ્રતિબંધો હટાવી લેવાની શરુાત કરવામાં આવી હતી જે અંતર્ગત હવે આજથી દેશની રાજધાનિ દિલ્હીમાંથી પરાત્રિ કર્ફ્યૂ હટાવી લેવામાં આવેશે,
રાજધાની આજથી ફરી કોરોનો પ્રોટોકોલના નિયંત્રણોમાંથી કેટલીક શરતો સાથે મુક્ત થશે. આજરોજ સોમવારથી ન તો રાત્રિ કર્ફ્યુ હશે કે ન તો કડક પ્રતિબંધો હશે. આ સાથે જ ખાનગી વાહનોમાં મુસાફરી કરતા પરિવારના સભ્યોને માસ્ક નહી પહેરવું પડે, દુકાનો, શોપિંગ મોલ, રેસ્ટોરાન્ટ અને અન્ય પ્રવૃત્તિઓ કોઈપણ પ્રતિબંધ વિના ખોલવામાં આવશે અને બંધ થશે. લોકો પહેલાની જેમ જ જાહેર વાહનોમાં મુસાફરી કરી શકશે.
શુક્રવારે જ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો કોવિડ પોઝીટીવીટી રેટ એક ટકાથી નીચે રહેશે તો સોમવારથી ઘણા નિયંત્રણો હટાવવામાં આવશે.
એ બેઠકમાં વેલાયેલા નિર્ણય પ્રમાણે માસ્ક ન પહેરવા, સામાજિક અંતરનું ઉલ્લંઘન કરવા જેવા કેસોમાં 2 હજારની જગ્યાએ 500 રૂપિયા દંડ વસુલાશે . તેવી જ રીતે, દિલ્હીમાં કોરોનાને લાગુ પડતા અન્ય કડક પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે.
આ સાથે જ મુિસાફરોને પણ રાહત મળશએ,આજથી મેટ્રોના લાખો મુસાફરોને રાહત મળશે. મુસાફરી કરી રહેલા લાખો મુસાફરોને મેટ્રોમાં ઉભા રહીને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. ડીટીસી બસમાં પણ સીટ કરતાં વધુ મુસાફરો મુસાફરી કરી શકશે