Site icon Revoi.in

વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં રાજધાની દિલ્હી મોખરે , ભારત ના અન્ય 2 શહેરો નો પણ સમાવેશ 

Social Share

 

દિલ્હી – છેલ્લા મહીનતગી રાજધાની દિલ્હીની હવા ખુબજ પ્રદૂષિત બની છે સાથેજ હવે વિશ્વ બહારના પ્રદૂષિત શહેરોમાં દિલ્હીનું નામ પણ સમેળક થયું છે ભારત સહિત વિશ્વના વિવિધ શહેરોમાં વાયુ પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

આવી સ્થિતિ વચ્ચે વિશ્વના 109 સૌથી પ્રદૂષિત દેશોની યાદીમાં ભારતના 3 શહેરોનો સમાવેશ થયો છે. જેમાં રાજધાની દિલ્હી, કોલકાતા અને મુંબઈનું નામ સામેલ  છે.

આજરોજ 22 નવેમ્બરે સ્વિસ ફર્મ IQAirની લાઈવ રેન્કિંગમાં રાજધાની દિલ્હી બીજા સ્થાને છે. IQAirની લાઈવ રેન્કિંગ પર દિલ્હી 245ના AQI સાથે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરાયું છે.

ત્યાર બાદ વાત કરવામાં આવે તો કોલકાતા શહેર 216ના AQI સાથે રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે. આ પછી મુંબઈ દસમા સ્થાને આવે છે, જ્યાં AQI 156 નોંધવામાં આવ્યો હતો. બાંગ્લાદેશનું ઢાકા શહેર IQAirની લાઇવ રેન્કિંગમાં પ્રથમ ક્રમે છે, જ્યાં AQI 245 છે. આબાદ પાકિસ્તાનના બે શહેર લાહોર અને કરાચી ચોથા અને પાંચમા સ્થાને છે. લાહોરનો AQI 205 અને કરાચીનો AQI 198 નોંધાયો હતો.

આ સહિત ચીનની રાજધાની બેઇજિંગ IQAirની વર્લ્ડ લાઇવ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને છે. બુધવારે બેઇજિંગમાં AQI 197 છે. વિયેતનામની રાજધાની હનોઈ રેન્કિંગમાં સાતમા સ્થાને છે. અહીં AQI સ્તર 183 છે. ઇન્ડેક્સમાં આઠમા સ્થાને ઉત્તર મેસેડોનિયાની રાજધાની સ્કોપજે છે, જ્યાં તેનું AQI સ્તર 172 છે.