Site icon Revoi.in

રાજધાની દિલ્હી આજથી અનલોકઃ100 ટકા ક્ષમતા સાથે ખુલશે મલ્ટિપ્લેક્ષ અને સિનેમાઘરો

Social Share

દિલ્હીઃ- આજ રોજ રાજધાની દિલ્હીમાં છટ્ટ પૂજાની ઉજવણીની છૂટ આપવામાં આવી છે,જો કે  આ વખતે યમુના કિનારે છઠ પૂજાનું આયોજન નહી કરવામાં આવે તેના બદલે, મહેસૂલ વિભાગ વિવિધ સ્થળોની ઓળખ કરશે અને એમસીડી,ડીડીએ  સહિત અન્ય એજન્સીઓની મદદથી  બીજા સ્થાને પૂજા ઘાટ તૈયાર કરશે. આ સ્થળોએ જાહેરમાં છઠ પૂજાનું આયોજન કરવામાં આવશેતો .

ત્યારે હવે સિનેમાપ્રેમીઓ માટે પણ ખુશીના સમાચાર સામે આવ્યા છે.કારણ કે હવે બીજી તરફ દિલ્હી સંપૂર્ણ અનલોક થવાની તૈયારીઓ કરી રહ્યું છે,જે અંતર્ગત આજ રોજથી રાજધાનીમાં સિનેમા હોલ, થિયેટર અને મલ્ટીપ્લેક્સ 100% ક્ષમતા સાથે ખુલશે.

આ સાથે જ દિલ્હી ખાતે રહવે લગ્ન અને અંતિમ સંસ્કારમાં 200 લોકોને મંજૂરી આપવામાં આવશે. દિલ્હી સરકાર દ્વારા બનાવવામાં આવેલા ઘાટ પર છઠ પૂજાનું આયોજન કરવામાં આવશે અને બાળકો માટે શાળાઓ ખુલ્લી રહેશે.

આસમગ્હર બાબતે  દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ આ સંદર્ભમાં આદેશ જારી કર્યા છે. સાથે જ શિક્ષણ વિભાગે શાળાઓ માટે એસઓપી પણ તૈયાર કરી છે. ડીડીએમએનો આદેશ 31 નવેમ્બરની મધરાતથી અમલમાં આવશે.

છઠ્ઠ પુજા માટે યમુના ઘાટ સિવાયના સ્થળો નક્કી કરાયા

DDMAએ પોતાના આદેશમાં કહ્યું છે કે આ વર્ષે છઠ પૂજા નક્કી કરેલી જગ્યાઓ પર થશે. યમુનાના કોઈપણ ઘાટ પર છઠ પૂજાનું આયોજન કરાશે નહીં. દરેક જિલ્લા મેજિસ્ટ્રેટ એમસીડી, ડીડીએ, ડીજેબી, ડીપીસીસી, વન વિભાગ, સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગ જેવી એજન્સીઓની મદદથી તેમના વિસ્તારમાં પૂજા ઘાટનો વિકાસ કરશે. જ્યાં જાહેર પૂજાનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ માત્રને માત્ર  નોન-કન્ટેનમેન્ટ ઝોન અને નિયુક્ત સ્થળોએ જ ઈવેન્ટ્સનું આયોજન કરવાની પરવાનગી આપશે.