- દિલ્હીની આબોહવા ખરાબ શ્રેણીમાં
- એક્યૂઆઈ 400ને પાર
દિલ્હીઃ- દેશભરમાં કાતિલ ઠંડીનું જોર છે તો રાજધાની દિલ્હીમાં શીતલહેર અને ઠંડીએ માજા મૂકી છએ ,જેલે લઈને હવે હવા પણ પ્રદુષિત બનતી જોવા ણળી રહી છે, શનિવારથી જ દિલ્હીની હવામાં પ્રદુષમ વધતુ જોવા મળ્યું છે જે રવિવાર સુધી વધી ગયું હતું જેને લઈને એક્યૂઆઈ ખરાબ શ્રેણીમાં નોંધાયો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે રાજધાની હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં તીવ્રપણે કથળી હતી, પરંતુ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ એ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના ત્રીજા તબક્કા હેઠળ નિયંત્રણો લાદ્યા ન હતા, “તાત્કાલિક સુધારણા” ની આગાહી કરવાનું નક્કી કર્યું હતું. દિલ્હીનો 24-કલાકનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક શનિવારે 294ની સરખામણીએ રવિવારે 407 હતો.
ભારતીય હવામાન વિભાગે આપેલી જાણકારી અનુસાર સ્થિર વાતાવરણને કારણે પ્રદૂષકોમાં વધારો થયો છે.કે ‘GRAPE’ હેઠળ કાર્યવાહી શરૂ કરવા માટે જવાબદાર પેટા સમિતિએ રવિવારે એક બેઠકમાં પરિસ્થિતિનો અભ્યાસ કર્યો હતો.
એક્યૂઆઈની જો વાત કરીએ તો 0 અને 50 ની વચ્ચેનો AQI ‘સારું’, 51 અને 100 ‘સંતોષકારક’, 101 અને 200 ‘મધ્યમ’, 201 અને 300 ‘નબળું’, 301 અને 400 ‘ખૂબ ખરાબ ‘ અને 401 અને 500ને ‘ખૂબ થા વધુ ખરાબ ‘ ગણવામાં આવે છે. ‘ખતરનાક’. IMD અને ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન વિજ્ઞાન સંસ્થાના જણાવ્યા અનુસાર, દિલ્હીનો AQI આગામી દિવસોમાં ‘ખરાબ’ અને ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં રહેવાની ધારણા છે.