Site icon Revoi.in

રાજધાની દિલ્હીને હવામાં હાલ પણ સુધારો નહીં, અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 350 ને પાર

Social Share

દિલ્હી – દેશની રાજધાની દિલ્હીમાં દિવાળી પેહલા થી જ વાતાવરણ પ્રદૂષિત બન્યું છે હાલ પણ દિલ્હીની હવામાં ભારે પ્રદૂષણ જોવા મળી રહ્યું છે દિવાળી વીતી ગયા બાદ એન અહી એર ક્વોલિટી ઈન્ડેક્ષ 300 ને પાર પોહકહ્યો છે . થોડા દિવસ અગાઉ વાતાવરણ માં વરસાદને લઈને થોડી રાહત થઈ હતી જો કે હવામાં પ્રદૂષણનું લેવલ એટલું જ જોવા મળ્યું હતું.

માહિતી અનુસાર આજરોજ શુક્રવારે દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘ખૂબ નબળી’ શ્રેણીમાં નોંધવામાં આવી હતી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર  શુક્રવારે સવારે દિલ્હીના આનંદ વિહારમાં એકંદર હવા ગુણવત્તા સૂચકાંક374 હતો. સફદરજંગ હોસ્પિટલ, કાલિંદી કુંજ અને અક્ષરધામમાં સવારે લગભગ 7 વાગ્યે ધુમ્મસમાં છવાયું  છે.

ઉલ્લેખનીય છે કે  આ પહેલા ગુરુવારે પણ રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા ‘નબળી’ શ્રેણીમાં હતી. સીસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ અનુસાર દિલ્હીનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક ગુરુવારે સવારે 276 પર નોંધાયો હતો.

ભારતીય હવામાન વિભાગએ રાષ્ટ્રીય રાજધાનીમાં 11 ડિસેમ્બર સુધી વરસાદ નહીં થવાની આગાહી કરી છે. સમગ્ર શહેરમાં સવારે હળવાથી મધ્યમ ધુમ્મસ સાથે આકાશ સ્વચ્છ રહેશે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘ગંભીર’થી લઈને ‘ખૂબ જ નબળી’ સુધીની છે.

PM 2.5 અને PM 10 ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા દેશના 131 શહેરોમાં યોજનાઓ લાગુ કરવામાં આવી છે. જેમાં ઝેરી ઉત્સર્જનને હવામાં ફેલાતા રોકવાની જોગવાઈ છે અને હું કહેવા માંગુ છું કે જે ધોરણો બનાવવામાં આવ્યા હતા તેમાં આ 131 શહેરોમાં ખૂબ જ સંતોષકારક પ્રગતિ થઈ છે.