Site icon Revoi.in

રાજધાની આજથી ફરી ધમધમી ઉઠશે- શાળા-કોલેજો સહીત જીમ-સ્પા ખુલશે,ઓફીસમાં સંપૂર્ણ સ્ટાફ સાથે થશે કાર્ય

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, જો કે હાલ કોરોનાની ગતિ ઘીમી પડી છે ત્યારે હવે અનેક  રા્યો એ પ્રતિબંધો હળવા કર્યા છે આ જ શ્રેણીમાં રાજધાની દિલ્હી આજે ફરીથી પહેલાની જેમ લોકોથી ઘમઘમી ઉઠશે.

શુક્રવારે લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલની અધ્યક્ષતામાં દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં આ મામલે ખાસ નિર્મણ લેવામાં આવ્યો હતો જે પ્રમાણે દિલ્હીમાં નાઇટ કર્ફ્યુમાં એક કલાકનો ઘટાડો થશે. તમામ રેસ્ટોરન્ટ પણ આજથી 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. લેવામાં આવ્યો હતો.

રાજધાનીમાં કોરોના સંક્રમણના ઓછા કેસ વચ્ચે દિલ્હી આજથી ફરીથી પહેલાની જેમ ધમધમતું થશે, આજરોજ સોમવારથી શાળાઓ અને કોલેજો તથા કોચિંગ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની અવરજવર જોવા મળશે.બીજી તરફ શોખિનો માટેના મોજ શોખ જેમ કે સ્વિમિંગ પૂલ,જીમ અને સ્પા સેન્ટર પણ ખુલી રહ્યા છે. સરકારી ઓફીસ પણ  100 ટકાની ક્ષમતા સાથે કામ કરશે.આ સાથે જ હવે આજ રાત્રીથી દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી  રહેશે એટલે પહેલાથી એક કલાક ઘટાડશે.

શાળામાં પ્રવેશમાં માટે વિદ્યાર્થીઓએ આ નિયમોનું કરવું પડશે પાલન

આજથી ધોરણ 9 થી 12 ના ધોરણો શરૂ થશે. શાળાઓ તેમની ક્ષમતા પ્રમાણે વિદ્યાર્થીઓને બોલાવી શકે છે. વિદ્યાર્થીઓએ શાળાએ પહોંચતી વખતે સંમતિ પત્રક સાથે રાખવાનું રહેશે. આ સંદર્ભે, શાળાઓ દ્વારા વાલીઓને પરવાનગી પત્રો મોકલવામાં આવ્યા હતા, જેના આધારે વાલીઓએ બાળકોને શાળાએ મોકલવા માટે તેમની સંમતિ આપવી પડી હતી. જે વિદ્યાર્થી પરવાનગી પત્ર વગર શાળાએ પહોંચશે તેને શાળામાં પ્રવેશ મળશે નહીં.ઉલ્લેખનીય છે કે આજથી ગુજરાતમાં પણ શાળાઓ ખુલવા જઈ રહી છે, ત્યારે કોરોનાના કેસો હળવા થતા અનેક રાજ્યો હવે શિક્ષણસંસ્થાઓ ખોલી શકે છે.