- પ્રથમ મહિલા કોમ્બેટ એવિએટર બની અભિલાષા બરાક
- ભારતીય સેનાને આર્મી કોર્પ્સ તરીકે પ્રથમ મહિલા અધિકારી મળ્યા
દિલ્હીઃ- રાષ્ટ્ર માટે ગૌરવની એક મહાન ક્ષણ સામે આવી છે, કેપ્ટન અભિલાષા બરાક આજરોજ બુધવારે દેશની પ્રથમ મહિલા કોમ્બેટ એવિએટર બન્યા છે. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કર્યા બાદ કોમ્બેટ એવિએટર તરીકે આર્મી એવિએશન કોર્પ્સમાં જોડાનાર તે ઇતિહાસમાં પ્રથમ મહિલા અધિકારી છે.
તેમની આ ઉપલબ્ધિને ડાયરેક્ટર જનરલ અને કર્નલ કમાન્ડન્ટ આર્મી એવિએશન દ્વારા તેમને 36 આર્મી પાઇલોટ્સ સાથે પ્રતિષ્ઠિત વિંગ સમ્માનથી નવાજવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 15 મહિલા અધિકારીઓએ આર્મી એવિએશનમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાંથી પાયલોટ એપ્ટિટ્યુડ બેટરી ટેસ્ટ અને મેડિકલ બાદ માત્ર બે અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.
ટ્વિટર પર ઇવેન્ટના ફોટો શેર કરતા, ભારતીય સેનાએ ટ્વિટ કર્યું, “ભારતીય આર્મી એવિએશનના ઇતિહાસમાં ગોલ્ડન લેટર ડે.” અગાઉ, આર્મી એવિએશન કોર્પ્સમાં મહિલાઓ માત્ર ગ્રાઉન્ડ ડ્યુટીનો ભાગ હતી. ગયા વર્ષે જૂનમાં, હેલિકોપ્ટર પાઇલટ તાલીમ માટે પ્રથમ વખત બે મહિલા અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.