Site icon Revoi.in

કેપ્ટન અમરિંદર સિંહે અલગ પાર્ટી બનાવી ભાજપ સાથે જોડાવાને લઈને ખુલીને કરી વાત- જાણો શું આપ્યું કારણ

Social Share

ચંદીગઢઃ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ માટે પંજાબના મેદાનમાં હવે મોટો પડકાર છે.તેમણે કોંગ્રેસ પાર્ટીથી  સ્વતંત્ર થઈને પોતાની અલગ પાચ્ની રચના કરી છે, આ સાથે જ પોતાનું સત્તામાંમ પરત ફરવું એ તેમના માટે ખાસ છે હવે તેમણએ ભાજપ સાથે જોડાવાને લઈને એટલે કે ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધનને તેમણે ખુલીને વાત કરી છે તેમણે કહ્યું કે મારા આ નિર્ણયથી લોકોની મને સારી પ્રિક્રિયાઓ મળી રહી છે જે મારા માટે સારી બાબત કહી શકાય છે

ભાજપ સાથે ગંઠબંઘને પગલે તેમને ડર હતો લે કોલો પ્રહાર કરશે પરંતુ આમ થયું નહી, અમરિંદર સિંહે કહ્યુ કે જનતા પણ હવે તો ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં છે. આ બાબતમાં ઉજ્વલા સ્કીમ, ફ્રીમાં રાશન વિતરણ અને અન્ય સબસિડી મહત્વની ભૂમિકા ભજવે  છે.લોકો હવે ભાજપને વોટ આપવા પ્રેરિત થી રહ્યા છે,અવનવી સ્કિનમે લઈને ગરીબનું કલ્યાણ થતા લોકોના મનની સ્થિતિ હવે બદલી છે

છેવટે અમરિંદર સિંહે ભારતીય જનતા પાર્ટીને કેમ પસંદ કરી આ સવાલનો પણ જવાબ્ આપ્યો હતો તેમણે મીડિયાને કહ્યું કે  ભાજપ સાથે ગઠબંધન પંજાબ માટે સારો અને મહત્વનો નિર્ણય છે. અમે કોઈ રાષ્ટ્રીય દળ વિના કામ ન કરી શકીએ. કેન્દ્રના ફંડ વિના અમારી પાસે સેલેરી આપવા માટે પણ પુરા રુપિયા પણ નથી હોતા.ભાજપ સાથે મારે સારું ભળે છે મને કોઈ તેમનાથી પરેશાની કે મુશ્કેલી નથી. પંજાબના ઈન્ચાર્જ મંત્રી ગજેન્દ્ર્ શેખાવત, દરેક વસ્તુ માટે આજે પણ  ઉપલબ્ધ રહે છે. જ્યારે હું 1980માં કોંગ્રેસનો સાંસદ બન્યો હતો ત્યારે મારી મા ભાજપમાંથી રાજ્યસભા સાંસદ હતી.

વધુમાં જણાવ્યું કે મને હજુ પણ ખબર નથી કે આ એક રાજકીય પક્ષ  છે આંદોલન. મને ખબર છે કે લોકો કહી રહ્યા છે કે તે પારંપરિક પાર્ટીઓમાં ફેરફાર ઈચ્છે છે પરંતુ લોકોએ ગઈ વખતે પણ આ જ કહ્યુ હતુ. ચૂંટણી રણનીતિકારોએ કહ્યુ હતુ કે આપને 100થી વધુ સીટો મળશે પરંતુ તેમને માત્ર 20 સીટો જ મળી.આમ ભાજપ સાથે જોડાઈને રાજ્યની જનતા સાથે મળીને સારુ કામ થઈ શકે છે ,આમ અમરિન્દર સિંહે ભાજપ સાથે જોડાવાને લઈને મીડિયા સામે ખુલીને વાત કરી હતી.