વધારે ઉંમર દેખાવાનું કારણ આંખો પણ હોઈ શકે છે, રાખો આ રીતે પોતાની આંખોનું ધ્યાન
- આંખોનું ધ્યાન રાખવું પણ જરૂરી
- ઉંમર વધારે દેખાવા પાછળનું કારણ આંખો હોઈ શકે
- આંખો નીચે ન થવા દો કાળા કુંડાળા
આંખો વિશે લોકો કહે છે કે જો તે માણસ વિશે તમામ વાતો કહી દે છે. આંખોથી માણસની ઉંમરનો પણ અંદાજ લગાવી શકાય છે, આંખો માણસો વિશે ત્યાં સુધી કહે છે. તો તમામ લોકોએ આંખોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. વૃદ્ધત્વના પ્રથમ સંકેતો આપણી આંખોની આસપાસ દેખાવા લાગે છે. જેમ જેમ આપણી વય વધે છે, તેમ આપણી આંખોને લગતી સમસ્યાઓ જેમ કે ડાર્ક સર્કલ, આંખની થેલીઓ, કરચલીઓ, અને ડ્રોપી પોપચા વગેરે દેખાવા લાગે છે.
જો કે ખાસ કરીને આ પ્રકારની સમસ્યાઓ સ્ત્રીઓમાં વધારે જોવા મળતી હોય છે. જો કોઈ મહિલાને આંખોને કારણે નાની ઉંમરે વૃદ્ધ દેખાવાનું શરૂ કર્યું છે,તો તેના તમને કેટલાક કારણો હોઈ શકે છે.
આપણે સૌ એક્સ્ફોલિયેટ કરવાનું પસંદ કરીએ છીએ કારણ કે ચમકદાર અને મુલાયમ ત્વચા મેળવવામાં મદદ કરે છે. પરંતુ ખાસ કરીને આંખોની આજુબાજુની ચામડીનું વધુ પડતું એક્સ્ફોલિયેશન તમને નુકસાન પહોંચાડી શકે છે. આપણી આંખોની આસપાસની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેમની નીચેની રક્તવાહિનીઓ સરળતાથી તૂટી શકે છે.
આ ઉપરાંત સૂર્યના યુવી કિરણો ત્વચાની ઘણી સમસ્યાઓનું કારણ બને છે, જેમાં પિગમેન્ટેશન અને મેલાનોમાનો સમાવેશ થાય છે. ઘણા નિષ્ણાતો માને છે કે સૂર્યપ્રકાશ વૃદ્ધત્વનું સૌથી મોટું કારણ છે. રક્ષણ માટે કોઈપણ છાયા અથવા સનસ્ક્રીન વગર કઠોર તડકામાં બહાર જવું એ તમારી આંખોને અંધારું કરવાનો એક ચોક્કસ રસ્તો છે, જેનાથી તમે વૃદ્ધ દેખાશો. આપણી આંખોની આજુબાજુની ત્વચા વધુ નુકસાન પામે છે, કારણ કે તે ઘણી પાતળી અને વધુ નાજુક હોય છે.
કેટલીકવાર આપણે ધૂળ અથવા અન્ય કોઈ વસ્તુથી પરેશાન થઈએ ત્યારે આપણી આંખો ઘસીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આંખોને વધુ પડતી ઘસવાથી તેમની આસપાસની ચામડીમાં રક્તવાહિનીઓને નુકસાન થઈ શકે છે, જેનાથી ડાર્ક સર્કલ બની શકે છે. આંખોમાં બળતરા દૂર કરવા માટે, આંખોને ઘસવાને બદલે, આંખોને પાણીથી સારી રીતે ધોવા અથવા ગુલાબજળનો ઉપયોગ કરી શકાય છે