રાજસ્થાન- 21 વર્ષિય USથી પરત ફરેલા યુવકમાં અમેરિકન વેરિએન્ટ XBB.1.5 ની પુષ્ટી – સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ
- જયપુરમાંથી મળી આવ્યો એમિક્રોન વેરિએન્ટ XBB.1.5 નો કેસ
- સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ
જયપુરઃ- રાજસ્થાનમાં નવા વેરિએન્ટની એન્ટ્રી થઈ હોવાની માહિતી સામે આવી રહી છે પ્રાપ્ત વિગત પ્રમાણે જયપુરમાં એક યુવકમાં એક નવો વેરિએન્ટ જોવા મળ્યો છે. નવા પ્રકાર સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે યુવકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરી દીધા છે.
જાણકારી અનુસાર જયપુરમાં 21 વર્ષના યુવકમાં અમેરિકન વેરિયન્ટ જોવા મળ્યો છે. યુવકના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગના રિપોર્ટ બાદ નવા વેરિઅન્ટ XBB.1.5ની પુષ્ટિ થઈ છે. ત્યારથી આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. કોરોનાની સારવાર સાથે જોડાયેલા તમામ પાસાઓ પર નજર રાખવામાં આવી રહી છે.
આ યુવક 19 ડિસેમ્બરે અમેરિકાથી જયપુર આવ્યો હતો. 22 ડિસેમ્બરે યુવકને તાવ આવ્યો ત્યારે તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 23 ડિસેમ્બરે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ યુવકના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું હતું. બુધવારે યુવકના રિપોર્ટમાં કોરોનાનું નવું સ્વરૂપ જોવા મળ્યું છે.