Site icon Revoi.in

મોદી સરનેમ પર ટિપ્પણીનો મામલોઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની અરજી પર હવે 4 ઓગસ્ટના રોજ થશે સુનાવણી

Social Share

 

દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી કોંગ્રસેના નેતા રહાુલ ગાંઘી કોર્ટના ચક્કરમાં ફસાયા છે, પીએમ મોદીની સરનેમ પર ટિપ્પણી કરવાના મામલે તેઓ કોર્ટના ચક્કર કાપી રહ્યા છે ત્યારે હવે આ કેસ મામલે આગાનમી 8 ઓગસ્ટના રોજ સુનાવણી કરવામાં આવશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  આજરોજ 21 જુલાઈને શુક્રવારે સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ ટીપ્પણી સંબંધિત માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરી હતી. રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીને નોટિસ ફટકારી છે. કોર્ટે માનહાનિના કેસમાં ગુજરાત રાજ્યને પણ નોટિસ પાઠવી છે.

આ સહીત કોર્ટે  નોટિસનો જવાબ આપવા માટે પૂર્ણેશે કોર્ટ પાસે 21 દિવસનો સમય માંગ્યો હતો, પરંતુ કોર્ટે તેને 10 દિવસનો સમય આપ્યો હતો. કોર્ટે કહ્યું કે આ તબક્કે મર્યાદિત પ્રશ્ન એ છે કે શું દોષિત ઠરાવવામાં આવે છે? ત્યારે હવે આ કેસની આગામી સુનાવણી 4 ઓગસ્ટે કરવામાં આવશે.આ અગાઉ  ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી હતી. આ પછી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
આ અરજીમાં એમ કહેવામાં આવ્યું છે કે જો અસ્પષ્ટ ચુકાદા પર રોક લગાવવામાં નહીં આવે, તો તે સ્વતંત્ર અભિવ્યક્તિ, મુક્ત અભિવ્યક્તિ, મુક્ત વિચાર અને મુક્ત અભિવ્યક્તિનો ગૂંગળામણ કરશે.  રાહુલને દોષિત ઠેરવવાની અને દોષિત ઠરાવવાનો ઇનકાર કરવાની ભૂલ ત્રણ વખત કરવામાં આવી હતી. આ વધુ કારણ છે કે સર્વોચ્ચ અદાલતે વહેલામાં વહેલી તકે આ મામલામાં હસ્તક્ષેપ કરવો જોઈએ
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019ની વાત છે કે જ્યારે 23 માર્ચે સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટે કર્ણાટક કોલાર ખાતેચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંઘી એ કહ્યું હતું કે “બધા ચોરોનું નામ મોદી કેમ છે”આ ટિપ્પણી અંગે સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી બદનક્ષીની ફરિયાદમાં ગાંધીને બે વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી ત્યાર બાદ રાહુલ ગાંઘીની સંસદની સભ્યતા પણ રપદ કરીને સરકારી બંગલો પણ ખાલી કરવાવામાં આવ્યો હતો.