Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું : અમદાવાદમાં સૌથી વધુ લોકો સંક્રમિત થતા ચિંતાના વાદળ ઘેરાયા

Social Share

અમદાવાદ:ગુજરાત, ભારત દેશ તથા વિશ્વના દેશોમાં ભલે કોરોનાવાયરસના કેસ ઓછા થઈ રહ્યા હોય પરંતુ ઓમિક્રોન એ હવે લોકોની ચિંતાને વધારી રહ્યો છે. વાત એવી છે કે,ઓમિક્રોન પણ કોરોનાવાયરનો એક પ્રકાર છે જેના કેસ વિશ્વના મોટાભાગના દેશોમાં જોવા મળી રહ્યા છે. આવામાં ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ તેના કેસ વધી રહ્યા છે.

ઓમિક્રોનના ભય વચ્ચે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા છે. જ્યારે 43 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ અમદાવાદ શહેરમાં સૌથી વધુ 20 નવા કેસ નોંધાયા છે.

જાણકારી અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત નોંધાયું નથી તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.71 ટકા રહ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 28 હજાર 367ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10,100 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 17 હજાર 687 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સક્રિય કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 580 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 574 દર્દીની હાલત સ્થિર છે.

નોંધનીય છે કે, રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટની દહેશત વચ્ચે ઉત્તર ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. મહેસાણાના વિજાપુરમાં 41 વર્ષીય મહિલાનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આ મહિલા દર્દીને સારવાર માટે વડનગર ખસેડવામાં આવી. પોઝિટિવ આવેલી મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.