દિલ્હી – વિધાન સભ્યની ચુંટણી કેટલાક રાજ્યમાં યોજાનાર છે ત્યારે આ પેહલા અનેક સ્થળોએ થી રોકડ રૂપિયા જપ્ત કરાયા હોવાની માહિતી સામે આવી રહી છે , દૈ તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે. દરમિયાન ગુરુવારે ચૂંટણી પ્રચાર દરમિયાન રંગારેડ્ડીના કચ્ચીબાઉલીમાં એક કારમાંથી 5 કરોડ રૂપિયાની રોકડ કબજે કરી છે. જ્યારે તેઓ ત્યાં ગયા ત્યારે તેઓ આ રોકડનો કોઈ હિસાબ આપી શક્યા ન હતા.
આ સહિત પોલીસે ત્રણ લોકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસના જણાવ્યા અનુસાર વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી બે સૂટકેસ મળી આવ્યા હતા. જ્યારે તેને ખોલીને જોયું તો પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે રોકડ કબજે કરી ત્રણેય લોકોને કસ્ટડીમાં લીધા હતા,.
જાણકારી મુજબ આ રોકડ આવકવેરા વિભાગને સોંપવામાં આવી હતી. ચુંટણી પહેલા 5 રાજ્યોમાં અત્યાર સુધીમાં 1760 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે આ પહેલા ચૂંટણી પંચે કહ્યું હતું કે 5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત બાદથી લગભગ 1760 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે.
વર્ષ 2018માં આ 5 રાજ્યોમાંથી મળેલા કેશ કરતાં આ 7 ગણું વધુ છે. ચૂંટણી પંચ રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને આવી કાર્યવાહી કરે છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ચૂંટણીની જાહેરાત બાદ એમપી, મિઝોરમ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાંથી 1760 કરોડ રૂપિયાથી વધુ રકમ જપ્ત કરવામાં આવી છે.
જ્યારે 2018માં આ રાજ્યોમાંથી 239.15 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. અગાઉ, ગુજરાત, હિમાચલ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા અને કર્ણાટકમાં ચૂંટણી પંચને 1400 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ મળી આવી હતી ઉલ્લેખનીય છે કે થોડા દિવસોમાં તેલંગાણા માં ચુંટણી યોજાનાર છે ત્યતરે સખત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ ચેકિંગ વખતે કારમાંથી કરોડો રૂપિયા મળી આવવાની ઘટનાઓ સામે આવી રહી છે ,