Site icon Revoi.in

કાજૂ, કિશમિશ કે બદામ… જાણો કયા ડ્રાય ફ્રૂટ્સ ડાયાબિટીસના દર્દીઓએ ના ખાવા જોઈએ

Social Share

ડાયાબિટીસ એક એવી બીમારી છે, જેમાં ખોરાકનું ખૂબ મહત્વ હોય છે. હેલ્દી ડાઈટ ડાયાબિટીસની મુશ્કેલીને ઓછી કરવામાં મદદ કરે છે. આ શુગર લેવલને કંટ્રેલ કરવામાં પણ કામ આવે છે. આ જ કારણ છે કે હેલ્થ એક્સપર્ટ શુગર પેશન્ટ્સને ડાઈટનું ખાસ ખ્યાલ રાખવાની સલાહ આપે છે. ડાયાબિટીસના દર્દીને દરરોજની ડાઈટમાં ડ્રાય ફ્રૂટ્સને ઉમેરવા જોઈએ. જોકે તેમના માટે કેટલાક ડ્રાય ફ્રૂટ્સ જ ફાયદાકારક હોય છે.

ડાયાબિટીસના દર્દીને ક્યા ક્યા ડ્રાય ફ્રૂટ્સ ખાવા જોઈએ

કાજૂઃ દરરોજ મર્યાદિત માત્રામાં કાજૂ ખાવાથી બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. હ્રદય સબંધિત બીમારીઓનો નો ખતરો ઓછો કરી શકાય છે. ડાયાબિટીસમાં કાજૂ ખાવાથી ફાયદાકારક સાબિત થઈ શકે છે.

બદામઃ આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન ડાયાબિટીસ જ નહીં પણ બીજી બીમારીઓમાં પણ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ દરરોજ બદામ ખાઈ શકે છે. આનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખૂબ સારા માનવામાં આવે છે.

અખરોટઃ વિટામિન ઈ નો ખજાનો માનવામાં આવતા અખરોટને ડાયાબિટીસમાં સારુ માનવામાં આવે છે. આનાથી ભરપૂર ફાઈબર અને ખૂબ ઓછી કેલેરી મળે છે. બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓને ક્યા ક્યા ડ્રાય ફ્રૂટ્સ ના ખાવા જોઈએ?

• ડાયાબિટીસમાં કિશમિશ ખાવાથી બચવું જોઈએ. જો તમે ખાઓ તો પણ એક અથાવા બે તેનાથી વધારે ના ખઆઓ. નહીં તો બ્લડ શુગર લેવલ વધી શકે છે.
• ડાયાબિટીસમાં અંજીર પણ ના ખાવું જોઈએ.
• ડાયાબિટીસના દર્દીઓએ ખજૂપ પણ ના ખાવી જોઈએ.