Site icon Revoi.in

કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિય ગણના કરાવાશેઃ રાહુલ ગાંધી

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની સોમવારે બેઠક મળી હતી. જે બાદ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમે સર્વસહમતિથી સીડબ્લ્યુસીની મીટીંગમાં જાતિય ગણના ઉપર સહમતિ બતાવી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જાતિય ગણાને લઈને અમે રાજસ્થાન, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશ સહિત અન્ય કોંગ્રેસ શાસિત રાજ્યોમાં આગળ વધવામાં આવશે. તેમજ આ અંગે ભાજપ ઉપર પણ પ્રેશર કરવામાં આવશે. વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.માં સામમેલ પક્ષો જાતિગત ગણના મામલે એક છીએ.

આગામી દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને આજે ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેથી આજથી જ પાંચેય રાજ્યોમાં આચારસંહિતા લાગુ પડી ગઈ છે. દરમિયાન આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રમાં ફરી એકવાર મજબુતી સાથે ભાજપની આગેવાનીમાં સરકાર બનાવવા માટે એનડીએ દ્વારા કમરકસી લેવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસ, એનસીપી, ટીએમસી સહિતના વિપક્ષ પક્ષો પણ એક મંચ હેઠળ આવ્યાં છે. તેમજ ભાજપાને હરાવવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા કવાયત વધારે તેજ કરી દેવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.