1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

મેડિકલ ઉપકરણ ઉદ્યોગને વેગ આપવા માટે સરકારે રૂ. 500 કરોડની યોજના શરૂ કરી

નવી દિલ્હીઃ દેશના મેડિકલ ઉપકરણ ઉદ્યોગને વેગ આપવા માટે સરકારે રૂ. 500 કરોડની યોજના શરૂ કરી છે. મેડટેકના નેતાઓએ શનિવારે જણાવ્યું હતું કે, તબીબી ઉપકરણ ઉદ્યોગ માટે સરકારની રૂ. 500 કરોડની નવી યોજના માત્ર સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે નહીં પરંતુ આયાત પરની નિર્ભરતા પણ ઘટાડશે. તબીબી ઉપકરણ ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવા માટે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ […]

EDએ ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે સંકળાયેલા સેલર્સના 16 સ્થળો પર દરોડા પાડ્યા

ફેમા હેઠળ ઈડી દ્વારા કાર્યવાહી કરાઈ મની લોન્ડરિંગની કથિત પ્રવૃત્તિને લઈને કરાઈ કાર્યવાહી નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે સંકળાયેલા દેશભરમાં મની લોન્ડરિંગની કથિત પ્રવૃત્તિઓને લઈને દરોડા પાડ્યા હતા. કેન્દ્રીય એજન્સીએ આ વિક્રેતાઓ સાથે સંબંધિત ઓછામાં ઓછા 15 થી 16 સ્થળો પર દરોડા પાડ્યા. સુત્રોના જણાવ્યા અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ […]

વેઝ એન્ડ મીન્સ એડવાન્સ ટુ ઈક્વિટીમાં રૂપાંતર કરીને FCIમાં રૂ.10,700 કરોડની ઈક્વિટીને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA)એ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)માં નાણાકીય વર્ષ 2024-25માં કાર્યકારી મૂડી માટે રૂ. 10,700 કરોડની ઈક્વિટીને મંજૂરી આપી છે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને દેશભરમાં ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાનો છે. આ વ્યૂહાત્મક પગલું ખેડૂતોને ટેકો આપવા અને ભારતના કૃષિ અર્થતંત્રને મજબૂત કરવા […]

ટ્રમ્પની જીતને ભારતીય શેર બજારે આવકારી, BSEમાં 900 પોઈન્ટનો વધારો

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત જીતને આવકારી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો એક ટકાથી વધુના વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા છે. કારોબારના અંતે IT સેક્ટરમાં જબરદસ્ત ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સ 901.50 પોઈન્ટ અથવા 1.13 ટકા વધીને 80,378.13 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 270.75 પોઈન્ટ અથવા 1.12 ટકાના […]

BSE અને NSE માં તેજીનો માહોલ

મુંબઈઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો વચ્ચે ગ્લોબલ માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. ભારતીય શેરબજારની શરૂઆત પણ પોઝિટિવ થઈ. સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 80 હજારની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 160 પોઈન્ટનો વધારો જોવા મળ્યો. NSEના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. આ તરફ, ઘરેલુ બજારમાં […]

ઉત્તરપ્રદેશમાં વિદેશી રોકાણ વધારવા યોગી સરકારે FDI નીતિમાં સુધારો કર્યો

લખનૌઃ ઉત્તર પ્રદેશ સરકારે વિદેશી રોકાણ વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. લોક ભવનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં FDI અને ફોર્ચ્યુન 500 કંપનીઓના રોકાણ માટે પ્રોત્સાહક નીતિ 2023માં સુધારાને મંજૂરી આપવામાં આવી હતી. આ સુધારા દ્વારા યોગી સરકારે વિદેશી રોકાણકારોને મોટી રાહત આપી છે. તેના દ્વારા હવે આવી વિદેશી કંપનીઓ પણ રાજ્યમાં […]

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં સૌથી મોટો કડાકો, BSE-NSEમાં લાલ નિશાન ઉપર કારોબાર

મુંબઈઃ આજે શરૂઆતી કારોબાર દરમિયાન સ્થાનિક શેરબજારમાં જબરદસ્ત દબાણ જોવા મળી રહ્યું છે. બજાર ખુલતાની સાથે જ જબરદસ્ત વેચાણ દબાણને કારણે શેરબજારમાં 1.35% થી વધુનો ઘટાડો થયો હતો. ટ્રેડિંગના પ્રથમ એક કલાક બાદ સેન્સેક્સ 1.35% અને નિફ્ટી 1.38% ની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.BSE સેન્સેક્સ આજે 10.98 પોઈન્ટની મામૂલી નબળાઈ સાથે 79,713.14 પોઈન્ટના સ્તરે ખુલ્યો […]

ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનામાં મુખ્ય ખનિજો અને બિન-ફેરસ ધાતુઓના ઉત્પાદનમાં મજબૂત વૃદ્ધિ

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2023-24માં રેકોર્ડ ઉત્પાદન સ્તરે પહોંચ્યા પછી, નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન દેશમાં કેટલાક મુખ્ય ખનિજોના ઉત્પાદનમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. મૂલ્યની દ્રષ્ટીએ કુલ MCDR ખનિજ ઉત્પાદનમાં આયર્ન ઓરનો હિસ્સો લગભગ 70% છે. નાણાકીય વર્ષ 2023-24માં આયર્ન ઓરનું ઉત્પાદન 274 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) હતું. કામચલાઉ ડેટા મુજબ, નાણાકીય વર્ષ 2023-24 (એપ્રિલ-સપ્ટેમ્બર)માં આયર્ન […]

શિવકાશીમાં આવેલા ફટાકડાના કારખાનામાંથી દેશભરમાં રૂ. 6 હજાર કરોડના ફટાકડાનું વેચાણ થયું

બેંગ્લોરઃ તમિલનાડુ ફટાકડા ઉત્પાદક સંઘે જણાવ્યું છે કે, રાજ્યના વિરુધુનગર જિલ્લાના શિવકાશીમાં આવેલા ફટાકડાના કારખાનામાંથી દિવાળીના તહેવાર નિમિત્તે દેશભરમાં 6 હજાર કરોડ રૂપિયાના ફટાકડાનું વેચાણ થયું છે. જોકે, સંઘના પદાધિકારીઓએ કહ્યું કે, ‘શિવકાશીમાં આવેલા 100 વર્ષ જૂના આતશબાજી ઉદ્યોગના ઉત્પાદનમાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે. ફટાકડા બનાવવામાં બેરિયમ નાઈટ્રેટ અને એક ફ્યૂઝથી જોડાયેલા બે […]

ચીન સામે મજબૂત થઈ રહ્યું છે તાઈવાન, અમેરિકા પાસેથી ખરીદશે 1000 એટેક ડ્રોન

નવી દિલ્હીઃ ચીનની ધમકીઓથી પરેશાન તાઈવાને પોતાને મજબૂત બનાવવાનું શરૂ કરી દીધું છે. આ અંતર્ગત તાઈવાન અમેરિકા પાસેથી 1000 એટેક ડ્રોન ખરીદશે. તાઇવાન આ ડ્રોન અમેરિકન કંપનીઓ એરોવાયરોમેન્ટ અને એન્ડુરિલ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ખરીદશે. સપ્ટેમ્બરના અંતમાં તાઈવાને આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, કિંમત, ડિલિવરી શેડ્યૂલ અને કોન્ટ્રાક્ટ હજુ ઔપચારિક થવાનો બાકી છે. યુએસ સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code