1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

ઈસરો આ વર્ષના છેલ્લા મિશનના છેલ્લા રોકેટને લોન્ચ કરવા સજ્જ: PSLVની 56મી ઉડાનમાં શ્રીહરિકોટાથી ઓશનસેટ-૩ આજે લોન્ચ થાય છે.

શ્રી હરિકોટા: ઇસરોએ આ શનિવારે  તેના છેલ્લા PSLV મિશનના લોન્ચ માટે પૂરી તૈયારી કરી લીધી છે. ભારતમાંથી PSLV મિશનની આ 56મી ઉડાન છે અને ઈસરોનું  2022ના વર્ષનું આ પાંચમું અને અંતિમ લોન્ચિંગ છે. આ PSLV-C54/ EOS-06 મિશનમાં ઓશનસેટ-૩ સાથે ભૂટાનના એક સહિત આઠ નેનો; એમ કુલ 9 ઉપગ્રહો 26 નવેમ્બરના રોજ શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી ઉડાન ભરશે. […]

અમેરિકાની યુક્રેનને 40 કરોડ ડોલરની સહાયતા, બ્રિટન પણ દસ હજાર તોપના ગોળા મોકલશે

વોશિગ્ટન : રશિયા-યુક્રેન જંગમાં અમેરિકા યુક્રેનને 400 મિલિયન ડોલરની સહાયતા મોકલી રહ્યું છે.  સહાય પેકેજ મોકલી રહ્યું છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર  યુએસએ 24 ફેબ્રુઆરીએ રશિયાના આક્રમણ પછી યુક્રેનને 19 બિલિયન ડોલરથી વધુ શસ્ત્રો અને અન્ય જરૂરી ઉપકરણો મોકલ્યા છે, જેમાં આ નવા સહાય પેકેજનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન, બ્રિટનના સંરક્ષણ પ્રધાન બેન […]

લચિત બરફૂકન જન્મજયંતિ : એ આસામી સેનાપતિ, જેના સૈનિકો મોગલો સામે રાક્ષસવેશે લડ્યા હતા.

દિલ્હી : આસામ  સરકાર દ્વારા  24 નવેમ્બર 2022 ના રોજ યોદ્ધા લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. 23 થી 25 નવેમ્બર સુધી, દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આસામ સરકાર દ્વારા બરફૂકનની જન્મજયંતિ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સોળમી સદીમાં મુઘલ સામ્રાજ્યવાદને સફળતાપૂર્વક પડકારનાર લચિતને આસામી સમાજમાં નાયક તરીકે આદર આપવામાં આવે […]

ચીને ભર્યું ખતરનાક પગલું: દક્ષિણ ચીન સાગરને પરમાણુબોમ્બથી સજ્જ મિસાઈલ છોડવાનો બેઝ બનાવ્યો

બેઈજિંગઃ તાઈવાન, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પર નજર રાખનાર ચીન, દક્ષિણ ચીન સાગરમાં  સબમરીનથી લોંચ કરવામાં આવતી ન્યુક્લિયર વોરહેડ મિસાઈલોનો બેઝ બનાવવા જઈ રહ્યું છે.  ચીનના આ પગલાથી PLA નેવીની નવી મિસાઈલ JL-3 સરળતાથી અમેરિકા ખંડને પોતાના નિશાન પર લઇ શકે છે.ચીનનું આ પગલું એવા સમયે લેવાયું છે, જ્યારે લગભગ સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર પર […]

પુતિનની Satan-2 મિસાઈલનું સફળ પરીક્ષણ: માત્ર છ જ મિનિટમાં બ્રિટનને ખલાસ કરી શકે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન રશિયાએ નવી હાઈપરસોનિક ન્યુક્લિયર મિસાઈલ શેતાન-2નું પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ માત્ર છ મિનિટમાં 1,600 માઈલ દૂર બ્રિટનને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. એપ્રિલમાં આ મિસાઈલના પ્રથમ પરીક્ષણ પછી પુતિને કહ્યું હતું કે તે વિશ્વની કોઈપણ સંરક્ષણ પ્રણાલીમાં ટ્રેસ થયા  વિના તબાહી મચાવી શકે […]

ભારત, ઓસ્ટ્રેલિયાએ સાથે મળીને સાયબર હુમલા અને નેક્સ્ટ-જનરેશન ટેલિકોમ્યુનિકેશનની ક્ષમતા વિષે ચર્ચા કરી.

નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે સાયબર ક્ષેત્રે વ્યૂહાત્મક સહકાર અંગે ચર્ચા કરી, જેમાં સાયબર હુમલાનું મૂલ્યાંકન, નેક્સ્ટ જનરેશન ટેલિકોમ્યુનિકેશન ક્ષમતા નિર્માણ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગનો સમાવેશ થાય છે. ભારત અને ઓસ્ટ્રેલિયા દ્વારાઆ પાંચમો દ્વિપક્ષીય સાયબર નીતિ સંવાદ આયોજિત કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સંવાદની સહ-અધ્યક્ષતા વિદેશ મંત્રાલયના સંયુક્ત […]

DefExpo 2022 : 101 વસ્તુઓની ચોથી સકારાત્મક સ્વદેશીકરણ યાદી નરેન્દ્ર મોદીએ જાહેર કરી

અમદાવાદઃ સરકારના ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ના મુખ્ય ઘટકોમાંનું એક એ છે કે સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા અને જાહેર અને ખાનગી ક્ષેત્રની સક્રિય ભાગીદારી સાથે સંરક્ષણ વસ્તુઓની નિકાસને વેગ આપવાનું છે. સંરક્ષણ મંત્રાલય (MoD) એ સંરક્ષણમાં ‘આત્મનિર્ભરતા’ હાંસલ કરવા માટે અસંખ્ય પગલાં લીધાં છે અને સકારાત્મક સ્વદેશીકરણ સૂચિઓ એ વિઝનને હાંસલ કરવા માટેની સીમાચિહ્નરૂપ પહેલ છે. […]

DefExpo 2022 : આફ્રિકન દેશોના પ્રતિનિધિમંડળો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજાઈ

અમદાવાદઃ DefExpo 2022ના ભાગ રૂપે 2જી ભારત-આફ્રિકા સંરક્ષણ સંવાદ 18 ઓક્ટોબર 2022ના રોજ ગાંધીનગર, ગુજરાતમાં યોજાયો હતો. સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમારે આ સમયગાળા દરમિયાન અનેક આફ્રિકન દેશોના પ્રતિનિધિમંડળો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. ભારતીય સંરક્ષણ સચિવે સુદાનના સંરક્ષણ મંત્રાલયના મહાસચિવ લેફ્ટનન્ટ જનરલ ઈસ્માન મોહમ્મદ હસન કરાર સાથે મુલાકાત કરી. આ પ્રસંગે સુદાનના આર્મી ચીફ […]

સ્વદેશી ફાઈટર જેટ તેજસની માંગ વધતા ઉત્પાદનમાં વધારો કરવાનો નિર્ણય

નવી દિલ્હી : ભારતનાં સંપૂર્ણતઃ સ્વનિર્મિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ ‘તેજસ’ દેશના સંરક્ષણ માટે તો અત્યંત ઉપયોગી છે જ પરંતુ હવે અનેક દેશો તેની માંગણી કરી રહ્યાં છે. જેના પરિણામે તેનું ઉત્પાદન ઝડપી કરવાની સાથે ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવાયો છે. આ વિમાન ચીનના JF-17, કોરિયાના HF-50, રશિયાના MiG-35 અને YAK-13 ને પણ ટક્કર મારે તેવુ છે. […]

ભારતીય વાયુસેનાએ શૈક્ષણિક સહકાર માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે MOU કર્યા

ગાંધીનગરઃ ચીફ ઓફ એર સ્ટાફ, એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ આજે ગાંધીનગર ખાતે આવેલી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, પારસ્પરિક હિતના વિશિષ્ટ ક્ષેત્રોમાં R&D ને પ્રોત્સાહન આપવા ઉપરાંત, ભારતીય વાયુસેના (IAF) ના કર્મીઓ વિવિધ સમકાલીન વિષયોમાં શૈક્ષણિક વિદ્વતાને આગળ વધારી શકે તે માટે IAF દ્વારા RRU સાથે એક સમજૂતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code