1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

તેજસ્વી વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા PM-વિદ્યાલક્ષ્મી યોજનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મીને કેન્દ્રીય ક્ષેત્રની નવી યોજના મંજૂર કરી દીધી છે, જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નાણાકીય સહાયતા પ્રદાન કરવા ઇચ્છે છે, જેથી નાણાકીય તંગી કોઈને પણ ઉચ્ચ અભ્યાસ કરતાં અટકાવી ન શકે. પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020માંથી બહાર આવેલી અન્ય મહત્ત્વપૂર્ણ પહેલ છે, જેમાં એવી ભલામણ કરવામાં આવી હતી […]

એઈમ્સ રાયપુરના બીજા દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિએ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું

નવી દિલ્હીઃ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) રાયપુરના બીજા દીક્ષાંત સમારોહમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ  હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેમણે 10 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 514 વિદ્યાર્થીઓને ડિગ્રી આપીને સન્માનિત કર્યા હતા. દીક્ષાંત સમારોહમાં તેમની સાથે રાજ્યપાલ રામેન ડેકા, મુખ્ય પ્રધાન વિષ્ણુદેવ સાંઈ અને આરોગ્ય પ્રધાન શ્યામ બિહારી […]

ગુજરાત સરકારે શાળા પ્રવાસ માટે જાહેર કરી નવી માર્ગદર્શિકા

શૈક્ષણિક પ્રવાસ માટે 14 ચુસ્ત નવા નિયમો, તમામ સ્કૂલે સમગ્ર પ્રવાસના ડે ટુ ડે કાર્યક્રમની જાણ કરવાની રહેશે, કોઈપણ વિદ્યાર્થી કે તેના વાલીને પ્રવાસ માટે ફરજ પાડી શકાશે નહીં ગાંધીનગરઃ ગુજરાત સરકારે શાળાઓના શૈક્ષણિક પ્રવાસના આયોજન અંગે 14 નવા અને ચુસ્ત નિયમો જાહેર કર્યા છે. જેમાં ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020’ હેઠળ શિક્ષણ પ્રણાલીમાં વધુ તકો પૂરી […]

અમદાવાદમાં RTEમાં ખોટા દસ્તાવેજોને આધારે પ્રવેશ લેનારા વાલીઓ સામે તપાસ

વાલીઓએ 1.50 લાખથી વધુ આવક હોવા છતાંયે RTEમાં બાળકને પ્રવેશ અપાવ્યો, 150 વાલીઓને જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ પાઠવી, વાલીઓ સામે પોલીસ ફરિયાદ સુધીના પગલાં લેવાશે અમદાવાદઃ શહેર અને જિલ્લામાં આર્થિકરીતે નબળા હોય એવા પરિવારના બાળકોને તેના ઘર નજીકની ખાનગી શાળાઓમાં સરકાર દ્વારા પ્રવેશ અપાવવામાં આવે છે. ખાનગી શાળાઓમાં નિયત કરેલી ફી સરકાર દ્વારા શાળાઓને આપવામાં આવે […]

વિશ્વના કયા દેશમાં પ્રથમ પરીક્ષા લેવામાં આવી હતી, શરૂઆત કોણે કરી હતી?

પરીક્ષા…આ શબ્દ આજે આપણા જીવનનો એક ખાસ ભાગ બની ગયો છે. નાનપણથી લઈને કારકિર્દી સુધી આપણે કોઈને કોઈ પરીક્ષાની તૈયારીમાં સતત વ્યસ્ત હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં પહેલી પરીક્ષા ક્યાં અને ક્યારે યોજાઈ હતી? • વિશ્વમાં પ્રથમ પરીક્ષા ક્યાં લેવામાં આવી હતી? ઈતિહાસકારોનું માનવું છે કે આધુનિક પરીક્ષા પદ્ધતિની શરૂઆત ચીનથી […]

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

ગાંધીનગરઃ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ કેબીનેટ શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો, આ પ્રસંગે યુનિવર્સિટીની સલાહકાર પરિષદના અધ્યક્ષ ડૉ. સુબીર મજુમદારે ઓડિટોરિયમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. તેમણે યુનિવર્સિટીની સિદ્ધિઓ અને ભાવિ આકાંક્ષાઓને ઉજાગર કરતો સંક્ષિપ્ત અહેવાલ પણ મહાનુભાવો સમક્ષ રજૂ કર્યો હતો. તેમના ઉદબોધનમાં તેમણે યુનિવર્સિટીના દરેક વિભાગ માટે એક એમ […]

ઓનલાઇન શિક્ષણની સુવિધા માટે iGOT લેબની સ્થાપના કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોનાં રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગને મંત્રાલયને મંત્રાલયને સૂચના આપી છે કે,  મંત્રાલયની અંદર તમામ કર્મચારીઓ માટે ઓનલાઇન શિક્ષણની સુવિધા માટે આઇજીઓટી લેબ સ્થાપિત કરવામાં આવે. આ પહેલ મંત્રાલયના વાર્ષિક ક્ષમતા નિર્માણ કેલેન્ડરની વ્યાપક સમીક્ષા અને આઇજીઓટી પોર્ટલ પર કર્મચારીઓની ઓનબોર્ડિંગ સ્થિતિની વિસ્તૃત સમીક્ષાને અનુસરે છે. માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રી સંજય જાજુ […]

એનઆઇએમસીજેની નવી ઇમારતનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરાયું

સશક્ત લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વની સ્થિરતા અને મજબૂતી અત્યંત આવશ્યકઃ ભૂપેન્દ્ર પટેલ કોઈ પણ સંસ્થા કે સમાજના વિકાસ માટે આયોજનબદ્ધ અને સાતત્યપૂર્ણ પ્રયાસો જરૂરી બ્રેકિંગના જમાનામાં સત્યતા અને સાતત્યતાનો વિવેકપૂર્ણ સમન્વય આવશ્યકઃ મુખ્યમંત્રી અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત પત્રકારત્વ કૉલેજ(NIMCJ)ના નવા આકાર લેનારા મકાનના ભૂમિપૂજન પ્રસંગે જણાવ્યું કે પત્રકારત્વ એ […]

M K ભાવનગર યુનિનો યુવક મહોત્સવ, બુધવારે કલાયાત્રા યોજાશે

વક્તૃત્વ સ્પર્ધાના વિષયો જાહેર કરાયા, યુવક મહોત્સવમાં 67 કોલેજના 1050 વિદ્યાર્થી કરશે કલાની પ્રસ્તુતિ, પાંચ વિભાગમાં 32 જેટલી સ્પર્ધાઓ યોજાશે ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તા.17 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન ભાવ સ્પંદન યુવક મહોત્સવ યોજાશે. યુનિના આંતર કોલેજ યુવક મહોત્સવના ભાગરૂપે 16 ઓક્ટોબરે કાર્યકારી કુલપતિ મહેશ એમ.ત્રિવેદીની અધ્યક્ષતામાં બપોરે 3.30 વાગે કલા યાત્રાનું પ્રસ્થાન […]

NIMCJ ના વિદ્યાર્થીઓને ભારતના અતુલ્ય વારસાથી વાકેફ થયા

અમદાવાદઃ વર્ષ ૨૦૦૮માં ભારતીય સંસ્કૃતિ અને વિરાસત વિશેના સંશોધન માટે ‘ અતુલ્ય વારસો‘ સંસ્થાની સ્થાપના થઇ હતી. આ સંસ્થાના સભ્યો કપિલભાઈ ઠાકર, રોનકભાઈ અને સૃષ્ટિબેન પંડયાએ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) ની મુલાકાત લીધી હતી તથા તેમણે વિદ્યાર્થીઓને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી ભારતના વિવિધ તહેવારો, ઐતિહાસિક સ્થળો તથા કલાઓ વિશે માહિતી પ્રદાન કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code