1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

મારી તબિયતની અફવાઓ પર ધ્યાન આપવાને બદલે વડાપ્રધાન……..નવીન પટનાયકે આપ્યો PM મોદીને વળતો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની ખરાબ તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હવે સીએમ નવીન પટનાયકે આને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે પીએમએ રેલીમાં કહ્યું કે મારી તબિયત ખરાબ છે અને તેઓ આ મામલાની તપાસ માટે એક કમિટી બનાવવા માંગે છે. નવીન પટનાયકે કહ્યું, “જો તે મારા […]

ભાજપને યૂપીમાં 52થી વધુ બેઠકો નહીં મળે, વોટિંગ ટકાવારી ઘટી તો સીટોની સંખ્યા 40 પણ થઇ શકે છેઃ યોગેન્દ્ર યાદવ

લોકસભા ચૂંટણીનું છ તબક્કામાં મતદાન થયું છે, જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે મતદાન થવાનું બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે ઉત્તર પ્રદેશમાં I.N.D.I.A એલાયન્સની સ્થિતિને લઈને મોટો દાવો કર્યો છે. ભાજપને 50થી 52થી વધુ બેઠકો નહીં મળે યોગેન્દ્ર યાદવે કહ્યું કે મેં ઉત્તર પ્રદેશમાં 1000 કિલોમીટરનો પ્રવાસ કર્યા પછી મને ખબર પડી […]

અંતિમ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠક પર આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન 1 જૂને યોજાશે. જેનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. સાતમા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠકો પર મતદાન થશે. તેમાં ઉત્તર પ્રદેશની 13, બિહારની 8, ઓડિશાની 6, ઝારખંડની 3, હિમાચલ પ્રદેશની 4, પશ્ચિમ બંગાળની 9 અને ચંદીગઢની 1 બેઠકનો સમાવેશ થાય છે. આ તબક્કો એનડીએ અને […]

સાપ્તાહિક રજા મામલે ટીકા કરનાર પીએમ મોદીને કોંગ્રેસનો જવાબ, ભાજપની માનસિકતા અંગ્રેજો કરતા વધુ ખતરનાક

PM નરેન્દ્ર મોદીએ દુમકામાં ચૂંટણી રેલી દરમિયાન ‘શુક્રવારે સાપ્તાહિક રજા’નો મુદ્દો ઉઠાવતા ઝારખંડની વર્તમાન સરકાર પર પ્રહારો કર્યા હતા. આના પર ઝારખંડની ગઠબંધન સરકારના ઘટકપક્ષ કોંગ્રેસે જવાબ આપ્યો છે. કોંગ્રેસના નેતા ઈરફાન અંસારીએ દાવો કર્યો છે કે જ્યારે ભાજપ સત્તામાં હતી ત્યારે પણ આ સિસ્ટમ હતી, પરંતુ તે સમયે પીએમ મોદીએ તેમના સીએમ અને મંત્રીઓને […]

4 જૂન પછી ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી ઝડપી કરવામાં આવશે: નરેન્દ્ર મોદી

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુમકામાં બીજેપી ઉમેદવાર સીતા સોરેનની તરફેણમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા પહેલા સિધો કાન્હો અને ચાંદ ભૈરવ જેવા બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ કહ્યું હતું કે, આ બહાદુર શહીદોની ભૂમિ છે. અહીં એકઠી થયેલી ભીડ બતાવે છે કે ફરી એકવાર અમારી સરકાર આવી રહી છે. જેએમએમ-કોંગ્રેસ પર […]

ગુજરાત: મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો પર તા. 4 જૂન, 2024ના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત […]

તેજસ્વી યાદવને તેના પિતાના કારનામાઓ વિશે કયાં કઇ ખબર છેઃ જે.પી.નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે જહાનાબાદમાં એક ચૂંટણી સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે RJD સુપ્રીમો લાલુ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે તેજસ્વી યાદવ ઉપર પણ પ્રહાર કર્યા હતા. નડ્ડાએ કહ્યું કે આ બાળકને તેના પિતાના કારનામા વિશે કયાં ખબર છે, તેમને કયાં ખબર છે કે બિહારે શું સહન કર્યું છે. […]

મનિષ તિવારીનો મોટો દાવો, કહ્યું ભાજપને 150થી વધારે બેઠકો નહીં મળે

2024ના સાતમા અને છેલ્લા તબક્કા માટે 1 જૂનના રોજ મતદાન થવાનું છે. આ છેલ્લા તબક્કાના મતદાન અંતર્ગત ચંદીગઢમાં પણ મતદાન થશે. અહીંથી કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ મતદાન પહેલા મોટો દાવો કર્યો છે..તેમણે કહ્યું કે ભાજપને 150થી વધુ સીટો નહીં મળે તેમના પર બહારના વ્યક્તિ હોવાના આરોપો પર મનીષ તિવારીએ […]

લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કામાં છ કલાકમાં 39.13 ટકા મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 સંસદીય બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, બપોરે 1 વાગ્યા સુધી 39.13% મતદાન નોંધાયું હતું. સૌથી વધુ સરેરાશ મતદાન પશ્ચિમ બંગાળમાં 54.80% નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું સરેરાશ મતદાન દિલ્હીમાં 34.37% નોંધાયું હતું. લોકસભાની સાથે ઓડિશા વિધાનસભાની 42 બેઠકો પર […]

લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કામાં અનેક મહાનુભાવો કર્યો મતાધિકારનો ઉપયોગ

લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કાનું મતદાન આજે સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે. 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10, પશ્ચિમ બંગાળની 8 બિહારની 8, દિલ્હીની 7, ઓડિસાની 6, ઝારખંડની 4, જમ્મુ-કાશ્મીરની અનંતનાગ અને રાજૌરી બેઠક પર હાલ મતદાન ચાલી રહ્યું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code