1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

લોકસભા ચૂંટણી: સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 32.70 ટકા મતદાન

લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કામાં માટે આજે સવારથી મતદાન ચાલી રહ્યુ છે. સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 23.66 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 32.70 ટકા અને સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં 15.33 ટકા નોંધાયું હતું. તો બિહારમાં 21.11 ટકા, જમ્મુ કાશ્મીરમાં 21.37, ઝારખંડમાં 26.18, લડાખમાં 27.87, ઓડિશામાં 21.07, ટકા મતદાન નોંધાયું છે. તો […]

લખનઉમાં BSP સુપ્રીમો માયાવતીએ અને મુંબઈ નોર્થ બેઠક પર મંત્રી પિયુષ ગોયલે મતદાન કર્યું

લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ મતદાન કર્યું, સાથે સાથે બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર, […]

છ રાજ્યો,બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર આવતીકાલે મતદાન, 2019માં આ 49 પૈકી 40 સીટો NDAએ જીતી હતી 

આવતીકાલે છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન યોજાવાનું છે. જેમાં હાઈ પ્રોફાઈલ રાયબરેલી તેમજ અમેઠી બેઠક પર પણ મતદાન યોજાશે. જ્યાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ મેદાનમાં છે. રાહુલ ગાંધી આ વખતે બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કેરળનાં વાયનાડથી અને નહેરૂ ગાંધી પરિવારના […]

નરેન્દ્ર મોદી સરકાર તેનો ત્રીજો કાર્યકાળ હાંસલ કરવા તરફ આગળ વધી રહી છેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક જાહેર સભાને સંબોધિત કરી.ગૃહમંત્રીએ કહ્યું, એક તરફ મોંમાં ચાંદીની ચમચી લઈને જન્મેલા રાહુલ બાબા છે અને બીજી તરફ પછાત વર્ગના ગરીબ ચા વેચનારના પરિવારમાં જન્મેલા મોદીજી છે. મોદીજીએ છેલ્લા 23 વર્ષથી રજા લીધી નથી અને સરહદ પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી છે. આ સાથે તેમણે […]

વારાણસી: કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને હેટ સ્પીચ આપવા બદલ નોટિસ

આરોપ છે કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે કોવિશિલ્ડ રસીની આડ અસરો અંગે મહામંડલ નગર લહુરાબીરમાં તેમના કેમ્પ ઓફિસમાં 30 એપ્રિલ, 2024 ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. કોઈપણ પુરાવા વગર તેમણે પ્રધાનમંત્રી પર અભદ્ર ટિપ્પણી કરી અને તેમને હત્યારા ગણાવ્યા. જે આદર્શ આચાર સંહિતાના ભંગની શ્રેણીમાં આવે […]

જનતા જાણે છે કે અમારી પાસે 10 વર્ષથી બંધારણ બદલવા માટે પૂરતી બહુમતી હતી, પરંતુ એવું નથી કર્યુ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કેજરીવાલના ચૂંટણી પ્રચાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, ‘એક મતદાર તરીકે હું માનું છું કે તે જ્યાં પણ જશે ત્યાં લોકો દારૂના કૌભાંડને યાદ કરશે.. શું સુપ્રીમ કોર્ટ જીત-હારનો નિર્ણય કરશે? દિલ્હીના સીએમના એ નિવેદન કે’જો તમે મને વોટ આપો તો મારે જેલ નહીં જવું […]

પાંચમા તબક્કાના 695 ઉમેદવારો પૈકી 159 ઉમેદવારો સામે દાખલ છે ફોજદારી કેસ

લોકસભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પુર્ણ થઇ ચૂક્યું છે.. 20 મે ના રોજ પાંચમા તબક્કાનું મતદાન યોજાનાર છે. પાંચમા તબક્કામાં 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 49 લોકસભા બેઠકો માટે 695 ઉમેદવારો મેદાનમાં છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઈલેક્શન વોચે આ ઉમેદવારોના એફિડેવિટ્સનું વિશ્લેષણ કર્યું હતું. જેમાં 159 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા છે, […]

સપા-AAPની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ , સ્વાતી માલીવાલ મામલે સંજયસિંહે કહ્યું આ મામલે રાજનૈતિક ખેલ ન ખેલાવો જોઇએ

યુપીની રાજધાની લખનૌમાં સપા-AAPની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને SP ચીફ અખિલેશ યાદવે વાત કરી અને લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનની જીતનો દાવો કર્યો હતો. આ દરમિયાન જ્યારે રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂક અંગે પૂછવામાં આવ્યું ત્યારે અખિલેશ યાદવે વધુ મહત્ત્વના મુદ્દા હોવાનું કહીને વાત ટાળી દીધી હતી. આ […]

ભાજપની જીત માતા-બહેનોને મળતી સુવિધાઓનું પરિણામ છે : નરેન્દ્ર મોદી

લખનૌઃ ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે જૌનપુરમાં તેમની બીજી સભા કરી હતી. વિપક્ષને અરીસો બતાવતા તેમણે કહ્યું હતું કે, વિપક્ષ EVM-EVMની બૂમો પાડે છે. આ ઈવીએમની રમત નથી. માતાઓ અને બહેનોને આપવામાં આવતી સુવિધાઓનું આ પરિણામ છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દરેકને ઘર મળી રહ્યું છે. ઘર નહીં પણ કાયમી […]

INDIA ગઠબંધન સત્તામાં આવશે તો બહારથી દરેક રીતે સપોર્ટ કરીશુ: મમતા બેનર્જી

હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને દેશમાં કોની સરકાર બનશે તે તો 4 જૂને પરિણામ જાહેર થયા બાદ જ ખબર પડશે. આ પહેલા વિપક્ષી ગઠબંધને સરકાર બનાવવાની યોજનાઓ પર નિવેદન આપવાનું શરૂ કરી દીધું છે. TMC સુપ્રીમો મમતા બેનર્જીએ કહ્યું કે જો લોકસભા ચૂંટણી પછી INDIA ગઠબંધનની સરકાર બનશે તો તે આ સરકારમાં સામેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code