1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

મહારાષ્ટ્ર ચૂંટણીઃ 8000 ઉમેદવારો ઉમેદવારી પત્રો ભર્યા

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે લગભગ આઠ હજાર ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે. આ ઉમેદવારોમાં મુખ્ય રાજકીય પક્ષો શાસક તેમજ વિપક્ષી છાવણીના ઉમેદવારોનો સમાવેશ પણ થાય છે, ગઈકાલે પૂર્ણ થયેલી પ્રક્રિયાના અંતે 288 વિધાનસભા બેઠકો માટે આ નામાંકન દાખલ કરાયા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે […]

ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, PM મોદી સહિત 40 નેતાઓના નામ

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ‘સ્ટાર પ્રચારકો’ની યાદી બહાર પાડી છે. આ યાદીમાં PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત 40 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જાણકારી અનુસાર, આ લિસ્ટમાં પહેલું નામ PM મોદીનું છે, જે 7 થી 14 નવેમ્બરની વચ્ચે 10 રેલીઓને સંબોધિત […]

મહારાષ્ટ્ર: શું લોરેન્સ બાબા સિદ્દીકીની સીટ પરથી ચૂંટણી લડશે? આ પાર્ટી લડવાની તૈયારી કરી રહી છે

મહારાષ્ટ્રમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા ફરી એકવાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. હકીકતમાં, ચૂંટણી પંચમાં નોંધાયેલ રાજકીય પક્ષ ઉત્તર ભારતીય વિકાસ સેનાએ લોરેન્સ બિશ્નોઈ વતી નામાંકન ભરવા માટે રિટર્નિંગ ઓફિસર પાસે એબી ફોર્મની માંગણી કરી હતી. તમને જણાવી દઈએ કે નોમિનેશન ફાઈલ કરવા […]

ઝારખંડ ચૂંટણી: પીએમ મોદી સહિત 40 નેતાઓ ભાજપના સ્ટાર પ્રચારક હશે

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી સહિત કુલ 40 નેતાઓ ભારતીય જનતા પાર્ટી (BJP) ઝારખંડના સ્ટાર પ્રચારક હશે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને હેડક્વાર્ટરના પ્રભારી અરુણ સિંહ વતી ભારતીય ચૂંટણી પંચને […]

અમેરિકાની ચૂંટણી ઉપર હાલ ઈરાની હેકર્સની નજર

માઈક્રોસોફ્ટની એક બ્લોગ પોસ્ટ અનુસાર ઈરાની હેકિંગ જૂથ હાલમાં યુએસ ચૂંટણી સંબંધિત વેબસાઈટો અને મીડિયા આઉટલેટ્સને નિશાન બનાવી રહ્યું છે. આ સંશોધન સૂચવે છે કે આ “સીધા પ્રભાવ ઝુંબેશની તૈયારી” નો ભાગ હોઈ શકે છે. ચૂંટણી સંબંધિત વેબસાઇટ્સની એપ્રિલમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ માઇક્રોસોફ્ટ વિશ્લેષકોએ તાજેતરમાં જ આ પ્રવૃત્તિ શોધી કાઢી હતી. આ સિવાય […]

મહારાષ્ટ્ર: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને આંચકો, બાબા સિદ્દીકીનો પુત્ર NCPમાં જોડાયો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા એનસીપીના દિવંગત નેતા બાબા સિદ્દીકીના પુત્રએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. મુંબઈ યુથ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ જીશાન સિદ્દીકી હવે NCPમાં જોડાઈ ગયા છે. તે એનસીપીમાં જોડાયા પછી જ પાર્ટીએ પૂર્વ બાંદ્રા મતવિસ્તારમાંથી જીશાનની ઉમેદવારીની જાહેરાત કરી. તેમના સિવાય ભાજપના પૂર્વ સાંસદો સંજયકાકા […]

પેટાચૂંટણીઃ વાવ બેઠક પર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારના કર્યા જાહેર

નવી દિલ્હીઃ ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાવાની છે. તો આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારે કોંગ્રેસે આજે સવારે જ પોતાના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતને જાહેર કર્યા છે. તો બીજી બાજુ હજી સુધી ભાજપે પોતાના ઉમેદવાર તરીકે હજું નામ જાહેર કર્યુ નથી. વાવ બેઠક પર ભાજપમાંથી […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ અજિત પવારની NCPએ 38 ઉમેદવારોની યાદી જાહેર કરી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે અજિત પવારની NCPએ 38 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. એનસીપીની ઉમેદવાર યાદીમાં છગન ભુજબળને યેવલાથી અને હસન મુશ્રીફને કાગલથી ટિકિટ આપવામાં આવી છે. અજિત પવાર પોતે તેમની પરંપરાગત બેઠક બારામતીથી ચૂંટણી લડવાના છે. આ ઉપરાંત કોપુરગાવથી આશુતોષ કાલે, અકોલેથી કિરણ લહામટે, બસમતથી ચંદ્રકાંત ઉર્ફે રાજુ નવઘરે, ચિપલુનથી […]

લેફ્ટનન્ટ ગવર્નરે જમ્મુ & કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી

કેન્દ્રશાસિત પ્રદેશને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના જમ્મુ અને કાશ્મીર કેબિનેટના પ્રસ્તાવને શનિવારે લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી મળી ગઈ છે. ગુરુવારે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી ચૂંટાયેલી જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું પ્રથમ સત્ર 4 નવેમ્બર, 2024ના રોજ યોજાશે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં 17 ઓક્ટોબરે મળેલી કેબિનેટની બેઠકમાં […]

ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

નવી દિલ્હીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પંચે આજે જાહેરનામું બહાર પાડ્યું છે. આ તબક્કામાં 13 નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થશે. 25 ઓક્ટોબર નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. ઉમેદવારો સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી નોમિનેશન ફાઇલ કરી શકશે. 28 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. નામ પાછા ખેંચવાની છેલ્લી તારીખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code