1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

25 વર્ષમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે મારા પર ભ્રષ્ટાચારનો કોઈ દાગ નથી લાગ્યોઃ PM મોદી

પલામુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે તેમની સરકારના સર્જિકલ અને હવાઈ હુમલાએ પાકિસ્તાનને એટલું હચમચાવી દીધું છે કે પડોશી દેશના નેતાઓ હવે દુઆ કરી રહ્યા છે કે કોંગ્રેસના ‘રાજકુમાર’ ભારતના વડા પ્રધાન બને. પલામુમાં એક ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના નિશાન આકરા પ્રહાર કર્યાં હતા, અને […]

લોકસભા ચૂંટણીઃ ઓડિશામાં કોંગ્રેસને ફટકો, પુરી બેઠકના ઉમેદવારે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન ઓડિશામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પુરી બેઠકના ઉમેરદાવ સુચરિતા મોહંતીને ચૂંટણી અભિયાનમાં ફંડિગ આપવાનો ઈન્કાર કરવામાં આવતા સુચરિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરીને પાર્ટીને પોતાની ટીકીટ પરત કરી હતી. મોહંતીએ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ કેસી વેણુગોપાલને ઈમેલ કરીને જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઓડિશાના પ્રભારી ડો.અજય […]

CAA અને પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા મામલે પ્રતિસાદ ન આપવાને લઇ ઉદ્ધવ પર અમિત શાહના પ્રહાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર ઉદ્ધવ ઠાકરેને ઘેર્યા છે. અમિત શાહે શુક્રવારે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે પર નાગરિકતા સંશોધન અધિનિયમ CAA લાગુ કરવા અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) પરના પ્રતિબંધને લગતા મુદ્દાઓ પર વોટ બેંકની રાજનીતિને કારણે “પ્રતિસાદ ન આપવા” માટે આકરા પ્રહારો કર્યા. ” હું ઉદ્ધવ ઠાકરેને પૂછવા માંગુ છું… અમિત […]

કાનપુરમાં આજે વડાપ્રધાન મોદીનો રોડ શો, યૂપીમાં 2 દિવસમાં 7 લોકસભા સીટો પર કરશે પ્રચાર

ત્રીજા તબક્કાના પ્રચાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ચોથા અને પાંચમા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર કરીને રાજકીય માહોલમાં ગરમાવો લાવશે. આજે અને આવતીકાલે એમ બે દિવસ વડાપ્રધાન યુપીની સાત લોકસભા સીટો પર સતત 2 દિવસ પ્રચાર કરશે. વડાપ્રધાન આજે કાનપુર અને અકબરપુર લોકસભા બેઠકો પર રેલીને સંબોધશે . આ સ્થળે કરશે રોડ શો બીજેપીના રાજ્ય […]

શું અમેઠીની જેમ રાયબરેલી પણ કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકોમાંથી બાદ થઇ જશે ? કોંગ્રેસનો દાવ કેટલો સફળ રહેશે ?

રાયબરેલી, જે ઘણા દાયકાઓથી હાઈપ્રોફાઈલ સીટ રહી છે, તેને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. તેનાથી થોડે દૂર સ્થિત ગોપાલ સરસ્વતી વિદ્યા મંદિર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હાજરીનું પ્રતિક છે. રતાપુર રોડ પર અટલ ભવન એ વિસ્તારમાં ભાજપના વધતા પ્રભાવ અને ઉત્તર પ્રદેશમાં ગાંધી પરિવારના છેલ્લા ગઢમાં પ્રવેશ કરવાના પક્ષના પ્રયાસનું પ્રતીક છે. બદલાતા ચૂંટણી સમીકરણો છતાં, […]

બધા દિવસો સરખા નથી હોતા’ સાંગલીમાં રેલીને સંબોધતા ભાજપ પર ઉદ્ધવ ઠાકરેનો પ્રહાર

મહારાષ્ટ્રની સાંગલી લોકસભા સીટને લઈને મહા વિકાસ આઘાડી વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. દરમિયાન, શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે (2 મે) જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ ગઠબંધન ખાતર તેના સાથી પક્ષો માટે બેઠકો છોડી દીધી છે, જે તેણે પાંચ વખત જીતી હતી. નિરંકુશતા સામેની લડાઇમાં મતોનું વિભાજન ન થવા દેતાઃ ઉદ્ધવ સાંગલીમાં પોતાના પક્ષના […]

ઇન્ડિયા એલાયન્સ પર નડ્ડાના પ્રહાર, કહ્યું ઘમંડિયા ગઠબંધન પરિવારવાદી પાર્ટીઓ અને ભ્રષ્ટાચારીઓનું ગઠબંધન

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ગુરુવારે (2 મે) મધ્ય પ્રદેશના સાગર લોકસભા મતવિસ્તારના વિદિશા જિલ્લાના સિરોંજમાં એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર ભ્રષ્ટાચાર અને વિભાજનકારી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા.. જેપી નડ્ડાએ કહ્યું કે આ ચૂંટણી વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લેવાની ચૂંટણી છે. તેમણે કહ્યું કે 20 […]

લોકસભા ચૂંટણીઃ મહેસાણામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની વર્ચ્યુયલ ચૂંટણીસભા યોજાઈ

અમદાવાદઃ મહેસાણા ખાતે અવસર પાર્ટી પ્લોટની સામેના મેદાનમાં ગત રાત્રે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની વર્ચ્ચુયલ ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રચાર સભા યોજાઈ હતી. સભામાં મુખ્ય મહેમાન તરીકે જે.પી. નડ્ડા ઉપસ્થિત રહેવાના હતા પરંતુ તેઓના હેલિકોપ્ટરમાં તકનિકી ખામી સર્જાતાં તેઓ ભોપાલથી મહેસાણા આવી શક્યા નહોતા અને તેમણે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી સભાને સંબોધિત કરી હતી. મહેસાણા લોકસભા સીટ […]

રાહુલ ગાંધી અમેઠીથી નહીં, રાયબરેલીથી લડશે ચૂંટણી, નામાંકન સમયે સોનિયા ગાંધી પણ રહેશે હાજર

ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠકોના કોંગ્રેસના ઉમેદવારો અંગેના સસ્પેન્સનો અંત આવ્યો છે.. પાર્ટીએ રાયબરેલી સીટ પરથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલ શર્માને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી બેઠકો […]

રાહુલ ગાંધીના અમેઠીથી ચૂંટણી ન લડવા પર યૂપીના ડેપ્યૂટી ચીફ મિનિસ્ટરે કર્યો આ કટાક્ષ

2019માં અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઇરાની સામે હારનો સામનો કરનાર રાહુલ ગાંધી આ વખતે રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડશે, જેના પર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ નિશાન સાધ્યું અને આ નિર્ણયને નૈતિક હાર ગણાવી. કોંગ્રેસની નૈતિક હારઃ કેશવપ્રસાદ મોર્ય કેશવ પ્રસાદ મૌર્યએ રાહુલ ગાંધીના રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવાના નિર્ણય પર પ્રહાર કરતા દાવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code