1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

લોકસભા ચૂંટણીઃ રાજ્યમાં ચૂંટણી કાર્યવાહીમાં રોકાયેલા કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન

અમદાવાદઃ લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ તમામ તૈયારીઓને આખરીઓ ઓપ આપી રહ્યું છે. ત્યારે ચૂંટણી કાર્યવાહીમાં રોકાયેલા પોલીસ જવાન, હોમ ગાર્ડ જવાન, રેવન્યુ સ્ટાફ, તેમજ અન્ય કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા આજરોજ ખંભાળિયા એસ.એન.ડી.ટી. સ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી. […]

લોકસભા ચૂંટણીઃ આણંદમાં 1000 દીવા પ્રગટાવી મતદાન અંગે સંદેશ અપાયો

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે. જે અંતર્ગત આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦૦૦ દીપને પ્રગટાવીને ”આણંદ કરશે મતદાન” નો સંદેશ આપવામાં આવ્યો હતો. જેનો શુભારંભ જિલ્લા ચૂંટણી અધિકારીએ દીપ પ્રગટાવી કર્યો હતો. સ્વીપના નોડલ […]

લોકસભા ચૂંટણીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં 3 સભાઓને ગજવશે

નવી દિલ્હીઃ ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષોનું પ્રચાર અભિયાન જોર પકડી રહ્યું છે. તાપમાનના પારાની સાથે ચૂંટણી પ્રચારમાં પણ ગરમાવો આવી રહ્યો છે. જો વાત કરીએ ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તેઓ દરરોજ એક થી વધુ જનસભાઓ કરી રહ્યા છે. આજે તેઓ પશ્ચિમ બંગાળની સાથે ઝારખંડમાં પણ […]

લોકસભા ચૂંટણીઃ ચૂંટણી પંચના સંવેદનશીલ આદિવાસી જૂથો સુધી પહોંચવાના વિશેષ પ્રયાસો

નવી દિલ્હીઃ જ્યારે વધુ વ્યક્તિઓ ભાગ લે છે ત્યારે ચૂંટણી વધુ અસરકારક બને છે. આ સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ વર્ષોથી અથાક મહેનત કરી રહ્યું છે. આયોગે ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો સુધી પહોંચવા માટે વિશેષ પ્રયાસો કર્યા, જે અનુસૂચિત જનજાતિનો એક વિભાગ છે જે નિયમિત અનુસૂચિત જનજાતિ કરતાં વધુ સંવેદનશીલ છે. પંચે તેમને લોકતાંત્રિક […]

સમાચાર સાંભળી લોકોની સુધરી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડર

લોકસભા ચૂંટણી 2024 વચ્ચે એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને થોડી રાહત મળી છે. એલપીજી સિલિન્ડરના ભાવ 19 રૂપિયા બુધવારે ઘટી ગયા છે. એલપીજીના રેટમાં ઘટાડો ફક્ત કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં આ મહિને કોઇ ફેરફાર થયો નથી. આઇઓસીના અનુસાર દિલ્હીમાં 19 કિલોવાળા ઇન્ડેનના એલપીજી સિલિન્ડર એક મહિના એટલે કે આજથી 1764.50 રૂપિયાની જગ્યાએ 1745.50 રૂપિયામાં […]

લોકસભા ચૂંટણીઃ ગાંધીનગરમાં મતદાન પૂર્વે સુરક્ષાદળો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયુ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર આગામી 7મી મેના રોજ મતદાન યાજોશે. જ્યારે સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયાં છે. જ્યારે અન્ય 25મી બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગાંધીનગરમાં લોકસભા ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને સમગ્ર ચુંટણી મુક્ત […]

લોકસભા ચૂંટણીઃ અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે તેલંગાણાના સીએમ રેડ્ડીને નોટિસ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે દિલ્હી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસે નોટિસ પાઠવી છે. તેમજ 1લી મેના રોજ પોતાનો પક્ષ રાખવા સુચન કર્યું છે. દિલ્હી પોલીસ તરફથી જાહેર કરાયેલી નોટિસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પોતાનો મોબાઈલ ફોન લઈને આવવા કહેવામાં […]

લોકસભા ચૂંટણીઃ સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સવારે અમેઠીના ગૌરીગંજમાં ભાજપના જિલ્લા કાર્યાલય પહોંચ્યાં હતા અને ત્યાંથી રોડ-શો યોજીને કલેક્ટર કચેરી પહોંચ્યાં હતા. જ્યાં તેમણે પોતાની ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું. સ્મૃતિ ઈરાનીની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિત અનેક […]

EVM કઇ રીતે ચૂંટણીના પરિણામોને ચોક્કસ રીતે પ્રતિબબિંત કરે છે ? જાણો કઇ રીતે થાય છે કાઉન્ટિંગ

લોકસભા ચૂંટણી માટેના મતદાનની વચ્ચે સુપ્રીમ કોર્ટ VVPAT સાથે EVM મારફત પડેલા મતોના 100 ટકા મેચિંગની માંગ કરતી અરજી નામંજુર કરી ચૂકી છે… આ સાથે બેલેટ પેપરથી મતદાન કરાવવાની અરજી પણ ફગાવી દેવાઇ ચૂકી છે.. ત્યારે સવાલ એ થાય છે ઇવીએમમાં મતગણતરી કઇ રીતે થતી હોય છે.. અને શું એ ભરોસાપાત્ર છે કે નહીં.. ચાલો […]

જો મત ગણતરીમાં ગોટાળા થયા તો કાં તો મારી લાશ નીકળશે અથવા કલેક્ટરની… જાણો કોણે આપ્યું આ વિવાદિત નિવેદન

બલિયા લોકસભા સીટના સપા ઉમેદવાર સનાતન પાંડેએ શનિવારે જિલ્લા પ્રશાસનને સીધી ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો આ વખતે જનતા મને વિજયી બનાવશે તો અમને કોઈ રોકી શકશે નહીં. મતગણતરીમાં કોઈપણ પ્રકારના ગોટાળા થશે તો કાં તો મારી લાશ નીકળશે અથવા કલેક્ટરની લાશ નીકળશે. આ સમગ્ર મામલો છે 2019માં 15 હજાર મતથી હાર્યા હતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code