1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

કોંગ્રેસ ધર્મના આધારે અનામત લાગુ કરવા માંગે છે: PM મોદી

ભોપાલઃ પીએમ મોદીએ મધ્યપ્રદેશના સાગરમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને રેલી દરમિયાન કહ્યું કે, કોંગ્રેસ વિશે એવું સત્ય સામે આવ્યું છે જેને સાંભળીને દેશ ચોંકી ગયો છે. કોંગ્રેસ ઈચ્છે છે કે એસસી-એસટીનો 15 ટકા ક્વોટા કાપવામાં આવે અને ધર્મના આધારે અનામત લાગુ કરવામાં આવે. વડા પ્રધાને વધુમાં […]

તેજ પ્રતાપ નહીં, હવે ખુદ અખિલેશ લડી શકે છે યૂપીની કન્નૌજ બેઠક પરથી ચૂંટણી

સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે તેમાં કન્નૌજ બેઠક પરથી તેજ પ્રતાપ યાદવનું નામ છે..પરંતુ આ બેઠક પરથી તેમના સ્થાને હવે ખુદ અખિલેશ ચૂંટણી લડે તેવી શક્યતા છે. કારણ કે સમાજવાદી પાર્ટીનું કન્નૌજનું સ્થાનિક એકમ અખિલેશને આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે અનુરોધ કરી રહ્યું છે. સમાજવાદી પાર્ટીએ કન્નૌજથી તેમના પરિવારના સભ્ય અને […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં આશરે પાંચ કરોડ મતદારો કરી શકશે મતાધિકારનો ઉપયોગ

ગાંધીનગરઃ લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે 15 માર્ચ 2024 સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને EPIC કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જો EPIC […]

ઉત્તર પ્રદેશની કેસરગંજ બેઠક પર બ્રિજભૂષણ શરણસિંહને ટિકીટ અપાશે કે નહીં ? શું છે ભાજપની મુંઝવણ ?

ઉત્તર પ્રદેશની કેસરગંજ બેઠક પર ભાજપ બ્રિજભૂષણ શરણસિંહને ટિકીટ આપશે કે નહીં તે પ્રશ્ન હજુ પ્રશ્ન જ બનેલો છે, કારણ કે પાર્ટીએ હજુ આ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી નથી. અને પાર્ટીએ કોઈ સંકેત પણ આપ્યો નથી. દરમિયાન પક્ષના સૂત્રોનું કહેવું છે કે બ્રિજભૂષણ શરણ સિંહની ટિકિટ પરનો નિર્ણય પણ તેમના પર લાગેલા જાતીય સતામણીના […]

વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૩): ૧૯૬૯માં સિન્ડીકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા

(સુરેશભાઈ ગાંધી) – ૧૯૬૯માં સિન્ડિકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા. – ૧૯૭૭માં ચંદ્રશેખર, કૃષ્ણકાંત, રામધન જેવા યંગટર્કે કોંગ્રેસ છોડી. – ૧૯૭૭માં બાબુ જગજીવનરામે કોંગ્રેસ છોડી CFD પક્ષ સ્થાપ્યો. – ૧૯૮૨માં સંજય ગાંધીનાં વિધવા પત્ની મેનકા ગાંધીને ઇન્દિરા ગાંધીનું ઘર અને કોંગ્રેસ છોડવા પડ્યાં. – ૧૯૮૬માં પ્રણવ મુખર્જીએ કોંગ્રેસ છોડી રાષ્ટીય સમાજવાદી કોંગ્રેસની સ્થાપના […]

લોકસભા ચૂંટણીઃ સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયાં

અમદાવાદઃ લોકસભા ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન સુરત બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ 9 માન્ય ઉમેદવારો પૈકી આઠ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હોવાનું જાણવા મળે છે. આમ લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે જ ગુજરાતમાં ભાજપની એક બેઠક ઉપર જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી ભાજપના ઉમેદવારની બિનહરીફ […]

ટૂંક સમયમાં જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો પોતે જ ભારત આવવાની માંગ કરશેઃ રાજનાથ સિંહ

ચૂંટણીના બીજા તબક્કા હેઠળ પશ્ચિમ બંગાળની 3 લોકસભા બેઠકો પર 26 એપ્રિલે મતદાન થવાનું છે. જેમાં દાર્જિલિંગ, રાયગંજ અને બાલુરઘાટનો સમાવેશ થાય છે. આ ત્રણેય બેઠકો પર હાલમાં ભાજપનો કબજો છે. ચૂંટણી પ્રચાર અંતર્ગત કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દાર્જિલિંગ પહોંચ્યા હતા. PoK ભારતનું હતું, છે અને હંમેશા રહેશેઃ રાજનાથ સિંહ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ચૂંટણી […]

કોંગ્રેસ પાસે નથી કોઈ નીતિ, નિયત અને નેતાઃ અમિત શાહ

ભીલવાડાઃ શારપુર જિલ્લાના શકરગઢ ગામમાં શનિવારે ભીલવાડા સંસદીય વિસ્તારમાં ભાજપના ઉમેદવાર દામોદર અગ્રવાલના સમર્થનમાં ભાજપની ચૂંટણી મહાસંકલ્પ સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, રાજસ્થાનની તમામ બેઠકો ઉપર ભાજપ જીતી રહ્યું છે જેમાં કોઈ શંકા નથી. ભીલવાડા મતદાન વિસ્તારમાં જંગી લીડ સાથે ભાજપા […]

નાગાલેંડના 6 જિલ્લાઓમાં એકપણ વ્યક્તિએ ન કર્યુ મતદાન, અલગ રાજ્યની કરી છે માંગ

લોકસભા ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાનું મતદાન ગઇકાલે પૂર્ણ થયું. જોકે આ પ્રથમ તબક્કાના મતદાનમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણી માટે નાગાલેન્ડના છ પૂર્વ જિલ્લાઓમાં બૂથ પર મતદાન કર્મચારીઓએ નવ કલાક રાહ જોઈ પરંતુ આ વિસ્તારના 4 લાખ મતદારોમાંથી એક પણ મત આપવા આવ્યા ન હતા. આ માંગ […]

કોંગ્રેસના રાજકુમારને વાયનાડમાં પણ સંકટ દેખાય છેઃ પીએમ મોદી

મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાંદેડમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ જનસભામાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાના મતદાન બાદ બુથ લેવલે વિશ્વેષણ કરવામાં આવ્યું છે, જેથી પાકો વિશ્વાસ છે કે પ્રથમ તબક્કામાં એનડીએ તરફી મતદાન થયું છે. પીએમ મોદીએ કહ્યું કે, મતદાતાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code