1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

લોકસભા ચૂંટણીઃ ગાંધીનગર બેઠક ઉપર અમિત શાહ 19 એપ્રિલે નોંધાવશે ઉમેદવારી

અમદાવાદઃ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે 19 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે. આ પહેલા 18 એપ્રિલે ગાંધીનગર લોકસભા સીટ હેઠળ આવતી તમામ વિધાનસભા સીટો પર ભાજપ દ્વારા રોડ-શોનું આયોજન કરવામાં આવશે. અમિત શાહ આ રોડ-શોમાંથી એકમાં ભાગ લેશે. બીજા દિવસે 19 એપ્રિલે તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ભાજપના ઉમેદવાર તરીકે […]

ચીન AIથી ભારતની ચૂંટણીઓને પ્રભાવિત કરવાની ફિરાકમાં, માઈક્રોસોફ્ટનો દાવો

નવી દિલ્હી: માઈક્રોસોફ્ટે ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જનરેટેડ કન્ટેટનો ઉપોયગ કરીને ભારત, અમેરિકા અને દક્ષિણ કોરિયાની ચૂંટણીઓ પર પ્રભાવ પાડી શકે છે. આ ચેતવણી ત્યારે આવી છે, જ્યારે ચીને તાઈવાનના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂટણી દરમિયાન પરિણામોને પ્રભાવિત કરવા માટે એઆઈનો ઉપયોગ કરીને પરીક્ષણ કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે દુનિયાભરના ઓછામાં ઓછા 64 દેશોમાં રાષ્ટ્રીય […]

કૉંગ્રેસના ઘોષણાપત્રમાં મુસ્લિમ લીગની છાપ: સહારનપુરમાં પીએમ મોદીના ભાષણની 7 મોટી વાત

સહારનપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સહારનપુરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 19 એપ્રિલે સહારનપુરમાં મતદાન થશે. ભાજપે પૂર્વ સાંસદ રાઘવ લખનપાલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે માજિદ અલી બીએસપીના ઉમેદવાર છે. ઈમરાન મસૂદ સપા-કોંગ્રેસ ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરી પણ […]

રાજકોટઃ એક ગ્રામ પંચાયતની અનોખી પહેલ, મતદાન નહીં કરનાર સામે કરાશે દંડાત્મક કાર્યવાહી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીનો પર્વ હવે નજીકમાં છે. મતદાન કરવું એ આપણો અધિકાર છે. પરંતુ ઘણી વખત એવુ પણ બને છે કે ઘણા લોકો મતદાન કરવા જતા નથી. ત્યારે રાજકોટનું એક એવુ ગામ કે જ્યાં મતદાન ન કરવાને લઇને કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ચૂંટણીને લઇને ખાસ નિયમ આ ગામ એટલે રાજકોટનું રાજસમઢીયાળા ગામ. રાજસમઢીયાળા ગામને […]

અમેઠી માંગે બદલાવ, રોબર્ટ વાડ્રાની ચૂંટણી લડવાની ચર્ચા વચ્ચે ખૂબ વાયરલ થઈ રહ્યું છે પોસ્ટર

અમેઠી: અમેઠીની રાજનીતિમાં અચાનકથી પ્રિયંકા ગાંધીના પતિ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાની ચર્ચાઓ વધી છે. એક દિવસ પહેલા રોબર્ટ વાડ્રા દ્વારા ઈન્ટરવ્યૂમાં અમેઠીથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. તેના બીજા દિવસે સોશયલ મીડિયા પર એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં રોબર્ટ વાડ્રાને અમેઠીમાં બદલાવના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવામાં […]

લોકસભા ચૂંટણીઃ ચૂંટણી કાર્ડ ના હોય તો અન્ય 12 પુરાવાના આધારે કરી શકાશે મતદાન

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય એ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી કાર્ડ ન હોય તેવા લોકો પણ મતદાન કરી શકે છે. આ અંગે અરવલ્લીના ધનુસરા તાલુકાના નાયબ મામલતદાર અધિકારી વિક્રમસિંહ ઝાલાએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ માટે કુલ 12 જેટલા પુરાવામાંથી […]

લોકસભા ચૂંટણીઃ સુરક્ષા એજન્સીઓને સરહદો ઉપર તકેદારી રાખવા ચૂંટણી પંચનો નિર્દેશ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકોને ગેરકાયદેસર દારૂ, રોકડ, ડ્રગ્સ, શસ્ત્રો અને મફતના પ્રવાહને રોકવા માટે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદો પર કડક તકેદારી રાખવાનો નિર્દેશ આપ્યો છે. પંચે તેમને 2024 માં શાંતિપૂર્ણ અને પ્રલોભન-મુક્ત સામાન્ય ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે આજે નવી […]

પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ કોંગ્રેસ નેતા સંજય નિરુપમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા

મુંબઈઃ કોંગ્રેસ નેતા સંજય નિરુપમને કોંગ્રેસ પાર્ટીમાંથી 6 વર્ષમાટે હાંકી કાઢવામાં આવ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અનુશાસનહીન અને પક્ષ વિરોધી નિવેદનોની ફરિયાદોને પગલે સંજય નિરુપમની હકાલપટ્ટીને મંજૂરી આપી દીધી છે. આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, પાર્ટી વિરોધી નિવેદન આપવાના કારણે નિરુપમ સામે કાર્યવાહી કરાઈ હતી. વાસ્તવમાં […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કાની 88 સીટો માટે નોમિનેશનનો આજે છેલ્લો દિવસ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ છે. આ તબક્કામાં બાહ્ય મણિપુર લોકસભા મતવિસ્તારની સાથે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. બાહ્ય મણિપુર મતવિસ્તારના એક ભાગમાં પ્રથમ તબક્કામાં મતદાન થશે. આ તબક્કામાં કેરળની 20, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની આઠ-આઠ, મધ્યપ્રદેશની 7, […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં રાજકીય પક્ષોની હાજરીમાં EVM નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરાશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો પર પેટાચૂંટણી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આખરી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યભરમાં નિયુક્ત કરવામાં આવેલા પોલીંગ સ્ટાફના ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરના તમામ પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને પોલીંગ ઑફિસર્સની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2024 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code