1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારતને અસ્થિર કરવામાં ભરપૂર પ્રયાસો થઈ રહ્યાં છેઃ મોહન ભાગવત

નાગપુરમાં વિજ્યા દશમી અને RSSના સ્થાપના દિવસની ઉજવણી આરએસએસના વડા મોહન ભાગવતે શસ્ત્ર પુજા કરી નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે નાગપુરમાં વિજ્યા દશમી ઉત્સવના પ્રસંગ્રે જણાવ્યું હતું કે, ભારતને અસ્થિર કરવાના પ્રયાસો તેજ ગતિએ કરવામાં આવી રહ્યાં છે, અને આ ભયાવહ કાવતરા અમારા સંકલ્પની પરીક્ષા લઈ રહ્યાં છે. મોહન ભાગવતએ બાંગ્લાદેશની સ્થિતિ […]

પ્રધાનમંત્રીએ રાજમાતા વિજયારાજે સિંધિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાજમાતા વિજયારાજે સિંધિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મોદીએ રાજમાતા વિજયારાજે સિંધિયા જીના જીવનભર ભારતની સેવા પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી. X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું હતું કે, “મા ભારતીની સેવામાં જીવનપર્યત સમર્પિત રહેલા રાજમાતા વિજયારાજે સિંધિયા જીને તેમની જન્મજયંતિ પર સાદર પ્રણામ.”

પ્રધાનમંત્રીએ વિજયાદશમીના અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિજયાદશમીના અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું હતું કે, “વિજયાદશમી પર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મા દુર્ગા અને ભગવાન શ્રી રામના આશીર્વાદથી તમારા સૌના જીવનમાં દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય, એ જ પ્રાર્થના છે.”

ભારત અને લાઓ PDRએ સંરક્ષણ સહિત છ સમજુતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હીઃ ભારત અને લાઓ PDRએ સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગેની છ સમજુતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ ભાગીદારી ભંડોળ દ્વારા લાઓસમાં પોષણક્ષમ આહાર સુનિશ્વિત કરવાના પ્રોજેક્ટ માટે ભારત 10 લાખ અમેરિકી ડોલર આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લાઓ PDR ના પ્રધાનમંત્રી સોનેક્સાય સિફાન્ડોને વિયંગચાન ખાતે આજે મંત્રણા કરી છે. બંને […]

નેશનલ કોન્ફરન્સના નેતૃત્વ હેઠળના ગઠબંધને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

જમ્મુઃ નેશનલ કોન્ફરન્સ-NC ના નેતૃત્વ હેઠળના ગઠબંધને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા ગઈકાલે શ્રીનગરમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાને મળ્યા હતા અને તેમને આ સંબંધમાં એક પત્ર આપ્યો હતો. ‘આ અવસરે અબ્દુલ્લાએ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને અન્ય સ્વતંત્ર સભ્યો સહિતના ગઠબંધન ભાગીદારો તરફથી સમર્થનનો પત્ર ઉપરાજ્યપાલને સોંપ્યો હતો. […]

તમિલનાડુના કાવરપેટ્ટાઈમાં એક પેસેન્જર ટ્રેન માલવાહક ટ્રેન સાથે અથડાઈ, 16 લોકો ઘાયલ

ચેન્નાઈઃ તમિલનાડુના કાવરપેટ્ટાઈમાં રાત્રે એક પેસેન્જર ટ્રેન માલ-વાહક ટ્રેન સાથે અથડાતાં ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા હતા. જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી. અથડામણ બાદ ઓછામાં ઓછા 12થી 13 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. ઈજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટના દક્ષિણ રેલવેના ચેન્નાઈ ડિવિઝનમાં ગુમ્મીડીપૂંડી નજીક કાવરપેટ્ટાઈ ખાતે બની હતી, […]

ITએ નાણાકીય વર્ષ 2024-25 માટે અત્યાર સુધીમાં 13 .57લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ પ્રત્યક્ષ કર તરીકે પ્રાપ્ત કરી

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2024-25 માટે અત્યાર સુધીમાં 13 લાખ 57 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ પ્રત્યક્ષ કર તરીકે પ્રાપ્ત કરી છે. તેમાં 7 લાખ કરોડ રૂપિયાથી વધુનો વ્યક્તિગત આવકવેરો અને 6 લાખ કરોડ રૂપિયાથી વધુનો કોર્પોરેટ કરનો સમાવેશ થાય છે. વિભાગે ગઈકાલ સુધીમાં 2 લાખ 31 હજાર કરોડ રૂપિયાથી વધુના રિફંડ પણ […]

ફાસ્ટ બોલર મયંક યાદવ હાલ કેમ 150ની ઝડપથી બોલ નથી નાખતો ? જાણો…

મયંક યાદવ IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતા જોવા મળ્યો હતો. તે દરમિયાન તેણે પોતાની સ્પીડથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. 2024 IPLમાં, મયંક સતત 150 kmph કે તેથી વધુની ઝડપે બોલિંગ કરતો જોવા મળ્યો હતો. ત્યારથી મયંકને ટીમ ઈન્ડિયામાં લાવવાની માંગ ઉઠવા લાગી હતી. હવે મયંકે બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ત્રણ મેચની […]

તેલંગાણા સરકાર જૂના વાહનો માટે સ્ક્રેપિંગ પોલિસી લાગુ કરશે

માર્ગ સલામતી વધારવા અને પ્રદૂષણને કાબૂમાં લેવા માટે, તેલંગાણા સરકારે વાહન સ્ક્રેપિંગ નીતિ લાગુ કરવાની યોજના જાહેર કરી છે. જેનો હેતુ 15 વર્ષ કે તેથી વધુ જૂના અને ફિટનેસ ધોરણોને પૂર્ણ કરતા ન હોય તેવા વાહનોને તબક્કાવાર રીતે દૂર કરવાનો છે. રાજ્યએ સ્વૈચ્છિક વાહન ફ્લીટ મોડર્નાઇઝેશન પોલિસી (VVMP) હેઠળ જૂના વાહનોના સ્ક્રેપિંગને પ્રોત્સાહન આપવા માટે […]

દુનિયાભરની નદીઓનું સ્તર સૌથી નીચલા સ્તરે પહોંચ્યું, જાણો ભારતની સ્થિતિ

સમગ્ર વિશ્વમાં નદીઓનું જળસ્તર સતત ઘટી રહ્યું છે. આ એક સંકટ છે જેણે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના અહેવાલે આ ગંભીર સમસ્યા તરફ વિશ્વનું ધ્યાન દોર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2023માં રેકોર્ડ બ્રેક ગરમી વચ્ચે સમગ્ર વિશ્વમાં નદીઓનો પ્રવાહ ખૂબ જ નીચા સ્તરે પહોંચી ગયો છે. નદીઓ માત્ર પાણીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code