1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સુરતમાં વિદ્યાર્થીને અડફેટે લેનારા ડમ્પરચાલક પાસે લાયસન્સ પણ નથી

પોલીસે ડમ્પરચાલક અને તેના માલીક સામે પણ ગુનો નોંધ્યો, પૂરફાટ ઝડપે ડમ્પરે સાયકલસવાર વિદ્યાર્થીને ટક્કર મારી હતી, ડમ્પરના માલિકે લાયસન્સ ન હોવા છતાં ડ્રાઈવર તરીકે નોકરી પર રાખ્યો હતો સુરતઃ શહેરમાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોના બનાવો બની રહ્યા છે. શહેરમાં ગઈ તા. 16મી નવેમ્બરના રોજ ગોરવપથ રોડ […]

ગુજરાત બોર્ડના ધો. 10 અને 12 કોમર્સના પરીક્ષા ફોર્મ 2 ડિસેમ્બર સુધી ભરાશે

ગુજરાત બોર્ડની તમામ પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં યોજાશે, 88 લાખ વિદ્યાર્થીઓથી વધુ પરીક્ષા આપશે, ગુજકેટની પરીક્ષા 23મી માર્ચે લેવાશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. પરીક્ષાના ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે. ધો.10 અને ધો. 12 સામાન્ય પ્રવાહની મુખ્ય જાહેર પરીક્ષાના ફોર્મ 30 નવેમ્બર સુધી […]

ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે 7 ખાનગી હોસ્પિટલોને કરી બ્લેકલિસ્ટ

અમદાવાદની-3 અને સુરત વડોદરા રાજકોટ સહિત 4 હોસ્પિટલનો સમાવેશ, ચાર સ્પેશ્યાલિસ્ટ ડોકટરોને પણ સસ્પેન્ડ કરાયા, આરોગ્ય કેમ્પો માટે પણ સરકાર એસઓપી બનાવશે અમદાવાદઃ શહેરમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓનો બીન જરૂરી હાર્ટ સર્જરીનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ ગુજરાત સરકારે લાલ આંખ કરીને પીએમજેવાય યોજનાઓમાં કથિત ગેરરીતિના મામલે 7 ખાનગી હોસ્પિટલોને બ્લેકલિસ્ટ જાહેર કરી […]

ખાંડ સહકારી મંડળીઓ થકી ખેડૂતોને ગત વર્ષે રૂ. 3391 કરોડથી વધુની રકમ ચૂકવાઈ

ખાંડ સહકારી મંડળીઓમાં અંદાજે 4.50 લાખ જેટલા ખેડૂતો સભાસદ, ગુજરાતમાં 8.87 લાખ મે.ટન ખાંડનું ઉત્પાદન, ગત વર્ષે 4.37 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન થયુ ગાંધીનગરઃ દેશભરમાં  તા. 14 થી 20 નવેમ્બર દરમિયાન  ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે, ત્યારે ખાંડ સહકારી મંડળીઓ થકી મંડળીઓના સભાસદોનું જીવન ઉચ્ચ ધોરણયુક્ત બન્યું છે. ગુજરાતના ખાંડ ઉદ્યોગમાં ખાંડ સહકારી સભાસદો મુખ્યત્વે નાના, સિમાંત […]

જૂનાગઢઃ લીલી પરિક્રમામાં ભુલા પડેલા 400 લોકોનો પોલીસે પરિવાર સાથે કરાવ્યો મિલાપ

જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમા સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગઈ છે પરંતુ સૌથી કઠિન એવી આ લીલી પરિક્રમામાં આવેલા લાખો શ્રદ્ધાળુઓને મદદ કરવામાં સૌથી મોટી ભુમિકા જૂનાગઢ પોલીસે કરી હતી. જંગલ વિસ્તારમાં ભૂલ પડેલા ચારસો જેટલા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને પરિવાર સાથે મિલાપ કરાવ્યો. પહાડી વિસ્તારમાં જયારે મેડિકલ ઈમર્જન્સી વખતે અનેક લોકોને સ્ટ્રેચરથી હોસ્પિટલ સુધી પહોંચાડીને […]

નાગરિકોને સુરક્ષા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળઃ 24 દિવસમાં 18 હત્યાના બનાવો બન્યાઃ કોંગ્રેસ

અમદાવાદમાં 10 મહિનામાં હત્યાના 78 બનાવો બન્યા, ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી, કોંગ્રેસનો ભાજપ સરકાર સામે આક્ષેપ અમદાવાદઃ રાજ્યમાં હત્યા – ખુન – ધાડ સહિતની ઘટનાઓમાં નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે ‘આ ગુજરાત મેં બનાવ્યું’ નું કેમ્પન કરનારા ભાજપ ‘અસલામત – અસુરક્ષિત ગુજરાત ભાજપે બનાવ્યું’ તેની જવાબદારી ક્યારે સ્વિકારશે ? તેવો વેધક પ્રશ્ન પુછતાં ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના મીડિયા […]

વડોદરામાં પોલીસની હાજરીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પૂત્રની હત્યા

વડોદરાની સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં બન્યો બનાવ, ઝઘડામાં બે યુવાનોને ઈજા થતાં સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા, પૂર્વ કોર્પોરેટર અને તેનો પૂત્ર ખબર કાઢવા ગયા હતા વડોદરાઃ શહેરના સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પોલીસની હાજરીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પૂત્રની હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી. ભાજપના પૂર્વ કોર્પોરેટર તેમના વિસ્તારમાં છોકરાઓ વચ્ચેની માથાકૂટમાં બે યુવાનોને ઈજાઓ થતાં […]

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ મરચાની આવકનો પ્રારંભ, રેકર્ડબ્રેક ભાવ બોલાયો

ગોંડલ યાર્ડમાં લાલ મરચાની 4000 ભારીની આવક, મૂહુર્તમાં લાલ મરચાની એક ભારીનો ભાવ 23113 બોલાયો, મરચાની ભારી લઈને આવેલા પ્રથમ ખેડૂતનું સન્માન કરાયું રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ મરચાની આવકનો પ્રારંભ થયો છે. ગોંડલના લાલ મરચાની દેશભરમાં માગ રહેતી હોય છે. અને યાર્ડમાં  પરપ્રાંતના વેપારીઓ પણ મરચાની ખરીદી માટે આવતા હોય […]

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જર્જરિત મકાનોને સ્થાને નવા મકાનો બાંધી આપવાની વિચારણા

હાઉસિંગ બોર્ડ દ્વારા જ રિડેવલપની સ્કીમ બનાવાશે, હાઉસિંગ બોર્ડમાં રહેતા રહિશોને નવા મકાનો અપાશે. ગુજરાત સરકાર દ્વારા ટુંક સમયમાં નિર્ણય કરાશે અમદાવાદઃ અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતો આવેલી છે. જેમાં ઘણાબધી મકાનો જર્જરિત થઈ ગયા છે. અને આવા મકાનોને રિડેવલપની જરૂર છે. ત્યારે હવે હાઉસિંગ બોર્ડ દ્વારા  જર્જરિત મકાનોના સ્થાને નવા મકાનો […]

ગાંધીનગર હાઈવે પરના એપોલો સર્કલ પર બ્રિજ નિર્માણને લીધે ડાયવર્ઝન તૈયાર કરાયું

કેબલ સ્ટેન્ડ બ્રિજના કામને લીધે એપોલો સર્કલ બે વર્ષ બંધ રહેશે, પ્રતિદિન 1.24 લાખ વાહનો પસાર થાય છે, સર્કલની ચારે તરફ સર્વિસ રોડ તૈયાર કરાયો ગાંધીનગરઃ અમદાવાદના એરપોર્ટથી ગાંધીનગર જતા હાઈવે પર એપોલો સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે. એપોલો સર્કલ પાસે એસપી રિંગ રોડ જંકશનને કારણે અવાર-નવાર ટ્રાફિક જામ સર્જાતો હોય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code