1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અયોધ્યાથી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસની વધશે ઝડપ,વડાપ્રધાન મોદી બતાવી શકે છે લીલી ઝંડી

દિલ્હી: પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રેલ્વે રામનગરીને બે મોટી ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે. અયોધ્યાથી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસ આ મહિનાના બીજા પખવાડિયામાં ચલાવવામાં આવે તેવી શક્યતા છે. આ સંદર્ભે, શનિવારે મોડી સાંજે રેલ્વે મુખ્યાલયના અધિકારીઓ સાથે સ્થાનિક અધિકારીઓની એક મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સિંગ પણ યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી […]

શેખપાટ ગામે મહિલા સરપંચના પતિ અને ઉપસરપંચ 60 હજારની લાંચ લેતા પકડાયા

અમદાવાદઃ રાજ્યમાં લાંચ-રૂશ્વતના બનાવો બધતા જાય છે. છેલ્લા અઠવાડિયામાં લાંચ લેતા ઘણા કર્મચારીઓ પકડાયા છે. જેમાં જામનગરના શેખપાટ ગામના મહિલા સરપંચના પતિ અને ઉપસરપંચને 60 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ  સૌરાષ્ટ્રમાં જામનગર તાલુકાના શેખપાટ ગામના મહિલા સરપંચના પતિ અને ઉપ સરપંચ 60,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા. […]

વિદેશ મંત્રી જયશંકરે પેલેસ્ટાઈનના વડાપ્રધાન સાથે કરી વાતચીત,ગાઝા અને પશ્ચિમ કાંઠાની સ્થિતિ પર થઈ ચર્ચા

દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 16 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રીએ પેલેસ્ટાઈનના વડાપ્રધાન સાથે વાત કરી હતી. બંને નેતાઓએ વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયેલ પર પાંચ હજાર રોકેટ છોડવામાં આવ્યા હતા, જે બાદ સતત […]

રાજકોટ ઉદેપુરની ફ્લાઈટ 15મી ડિસેમ્બરથી બંધ કરાતા પ્રવાસીઓમાં નારાજગી

રાજકોટઃ શહેરની ભાગોળે હીરાસર નજીક નવું ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયા બાદ અનેક ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી હતી. જેમાં  ચેમ્બર ઓફ કોમર્સ સહિતના સંગઠનો દ્વારા થયેલી રજૂઆતોને પગલે રાજકોટથી ઉદયપુરની સીધી ફ્લાઈટ ગત ઓગસ્ટ માસમાં શરૂ થઈ હતી. જોકે, ફ્લાઈટ શરૂ થયાના ચાર મહિનામાં ફ્લાઈટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિન્ટર શેડ્યુલમાં એટલે […]

આ સિરીઝમાંથી વાપસી કરી શકે છે હાર્દિક પંડ્યા,જય શાહે આપ્યું મોટું અપડેટ

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને ODI વર્લ્ડ કપ દરમિયાન બાંગ્લાદેશ સામે બોલિંગ કરતી વખતે પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ પછી તેને આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે, હાર્દિક જાન્યુઆરી 2024માં અફઘાનિસ્તાન […]

શાળા સંચાલકોની 49 ટકા ફી વધારાની માગ, FRCએ 7 વર્ષથી ફીમાં વધારાને મંજુરી નથી આપી

અમદાવાદઃ ગુજરાતમાં ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓની ફી નક્કી કરવા માટે  ફી રેગ્યલેટરી કમિટી બનાવવામાં આવી છે. જે શાળાઓનો ખર્ચ વગેરેનો અભ્યાસ કર્યા બાદ ફી નક્કી કરવામાં આવતી હોય છે. જો કે સ્કુલ સંચાલકોની એવી ફરિયાદ છે. કે છેલ્લા સાત વર્ષથી એફઆરસીએ ફી વધારાને મંજુરી આપી નથી. દર વર્ષે સરેરાશ સાત ટકા વધારાને મંજુરી મળવી જોઈએ. […]

સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઑની ધરપકડ,દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે ચંદીગઢમાંથી ઝડપી પાડયા

જયપુર:રાજસ્થાનના રાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસની તપાસ કરી રહેલી રાજસ્થાન પોલીસને મોટી સફળતા મળી છે. રાજસ્થાન પોલીસે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશનમાં ચંદીગઢથી હત્યા કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ચંદીગઢના સેક્ટર 22માંથી મુખ્ય આરોપી રોહિત રાઠોડ અને નીતિન ફૌજી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. ત્રણેયને મોડી […]

શિયાળામાં કારગર સાબિત થાય છે અરડૂસીના પાન, સવારે તેનો ઉકાળો પીવાથી થાઈ છે અનેક ફાયદાઓ

  શિયાળામાં સૌ કોઈ પોતાના ખોરાક પર ખાસ ધ્યાન આપતા હોય છે,ઔષધિ પાનથી લઈને ગરમ તેજાના ,ડ્રાયફ્રૂટ જેવો આહાર ખોરાક તરીકે વધુ લે છે.આજે વાત કરીશું અરડુસીના પાનના ઉકાળાની આ ઉકાળો શરદી ,ખાસી અને ગળાની સમસ્યા માટે રામબાણ ઈલાજ ગણાય છે. આ રીતે બનાવો ઉકાળો 10 થી 12 નંગ અરડૂસીના પાન 2 ગ્લાસ પાણી 1 […]

શિયાળામાં કેળાના બનેલા પેકનો કરો ઉપયોગ,મખમલની જેમ મુલાયમ બની જશે ડ્રાઈ સ્કિન

ઠંડીમાં લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તવમાં, આ સિઝનમાં હવામાં ભેજ વધી જાય છે, જેના કારણે લોકોને ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઠંડા પવનોને કારણે સ્કિન ડ્રાય થઈ જાય છે અને તિરાડ પડવા લાગે છે અથવા નિર્જીવ દેખાય છે. આ સિવાય શિયાળામાં ખંજવાળ, પોપડાની રચના,એડી કે હોઠ ફાટવાની સમસ્યાઓ થઈ […]

સુરેન્દ્રનગરના ફુલગ્રામ પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા દંપત્તીનું મોત, 3ને ઈજા

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત ફુલગ્રામ પાસે  સર્જાયો હતો.  પુત્રના લગ્ન પુરા કરી અન્ય પરિવારજનો ક્રેટા કારમાં પરત ફરતા હતા ત્યારે ક્રેટાકાર ડમ્પર સાથે અથડાતા પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં અન્ય ત્રણ લોકોને પણ ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code