1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કેન્દ્રએ કહ્યું- પીએમ ઇ-ડ્રાઇવને સારો પ્રતિસાદ મળ્યો, પરંતુ ઇવી ઉદ્યોગ તરફથી વધુ યોગદાનની જરૂર

ભારતીય EV ઉદ્યોગે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો કરવા માટે વધુ કરવાની જરૂર છે. ઉત્પાદકોને પ્રોત્સાહક પ્રદાન કરવા માટે PM ઈ-ડ્રાઈવ યોજનાની સફળતા પર પ્રકાશ પાડતા, કેન્દ્રએ આશા વ્યક્ત કરી કે વેગ ચાલુ રહેશે કારણ કે ભારત 2030 સુધીમાં ઈવીમાંથી કુલ વાહન વેચાણના 30 ટકા હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.ઈલેક્ટ્રિક વાહનોને ઝડપી અપનાવવા માટે વધુ આકર્ષક […]

શા માટે દિવસ કરતાં રાત્રે વધુ બગડે છે આરોગ્ય ? જાણો કારણ

જ્યારે તમે બીમાર હોવ, ત્યારે તમને લાગશે કે તમારી બીમારી દિવસ કરતાં રાત્રે વધુ ખરાબ છે. તમારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. તણાવ, ઊંઘની અછત, તમારી રોગપ્રતિકારક શક્તિ અને અન્ય પરિબળોને કારણે કોર્ટિસોલનું સ્તર સમગ્ર દિવસમાં નોંધપાત્ર રીતે વધી શકે છે અને ઘટી શકે છે. કોર્ટિસોલ અન્ય ઘણા હોર્મોન્સને સંતુલિત રાખવામાં સામેલ છે. કોર્ટિસોલમાં અસંતુલનને […]

ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશને બે ઓપનીંગ પ્રદર્શન સાથે અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિનો પ્રારંભ કર્યો

અમદાવાદ : ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિનો બે અલગ અલગ સ્થળોએ તમામ વય અને વર્ગના કલારસિકોની ઉપસ્થિતીમાં પ્રારંભ થયો. પ્રથમ દિવસે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના એમ્ફી થિયેટર ખાતે સુપ્રસિદ્ધ નાટ્યકાર અને દિગ્દર્શક સૌમ્ય જોશી દ્વારા ઉદ્ઘાટન નાટ્ય પ્રદર્શન “ઓહ! વુમનિયા” રજુ કરવામાં આવ્યું. જ્યારે આ વર્ષે […]

બાળકોને ઈનડોર ગેમ્સ રમાડો, પ્રદૂષણને કારણે સમસ્યા નહીં થાય

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોની હવાની ગુણવત્તા ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) માં ઘટાડાને કારણે, દિલ્હી સરકારે તમામ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલાની બીજી ચિંતાજનક આડઅસર એ છે કે બહારની શારીરિક પ્રવૃત્તિની કમી. બાળકોના શારીરિક વિકાસ માટે રમવું અને કસરત મહત્વપૂર્ણ છે, તેમ છતાં અશુદ્ધ હવા તેમને ઘરની […]

પ્રાકૃતિક ખેતી આત્મકલ્યાણની સાથે દેશભક્તિનું ધર્મકાર્ય છે : રાજ્યપાલ

રાજભવનમાં પ્રાકૃતિક કૃષિના સંયોજકો સાથે રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજાયો, પંચસ્તરીય પદ્ધતિથી પ્રાકૃતિક બાગાયતી ખેતી કરવા ખેડુતોને અનુરોધ, ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે પશુપાલનને પણ વ્યવસાય તરીકે અપનાવે ગાંધીનગરઃ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના અને માર્કેટિંગ માટે ખેડૂત ઉત્પાદન સંગઠનો-એફ.પી.ઓ.નું માળખું વધુ સુદ્રઢ કરાશે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમના ઉત્પાદનો માટે વૈશ્વિક બજાર મેળવી શકે […]

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને AAPએ બનાવી ખાસ રણનીતિ, 11 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે અને 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે હવે આગામી 3 મહિનામાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ પોતાની તૈયારીઓના શ્રી ગણેશ કરી દીધા છે. દરમિયાન […]

હિંમતનગર યાર્ડના પ્રવેશ દ્વારે બે વાહનો વચ્ચે દબાતા શ્રમિકનું મોત

બે વાહનો વચ્ચે દબાતા ધવાયેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત, ઘટનાના સીસીટીવી કૂટેજ વાયરલ થયા, પોલીસે બન્ને વાહનચાલકો સામે ગુંનો નોંધ્યો હિમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર યાર્ડમાં બે વાહનચાલકોની બેદરકારીને લીધે શ્રમિકનો ભોગ લેવાયો હતો. બે દિવસ પહેલાં બપોરના સમયે માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશતા બે વાહનો વચ્ચે શ્રમિક ફસાઈ ગયો હતો. જેને લઈને ગંભીર રીતે ઈજાગ્રસ્ત શ્રમિકનું સારવાર […]

વોટ્સઅપ હેક કરીને રૂપિયા પડાવતો ઠગ MPથી પકડાયો

કોલેજ યુવતીઓના વોટ્સઅપ હેક કરી તેના મિત્રો પાસેથી ઠગ રૂપિયા માગતો હતો, ગુજરાતમાં 100થી વધુ યુવતીઓના વોટ્સઅપ હેક કર્યા હતા, સ્ટેટ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બેન્ક એકાઉન્ટના આધરે ઠગને દબોચી લીધો અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી સાબર ક્રાઈમના બનાવોમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. સાયબર માફિયાઓ ડિજિટલ એરેસ્ટ કે કોઈ નવી તરકીબો અપનાવીને લોકોના બેન્કના ખાતા […]

સાબરમતીની પુલક્તિ પ્રાથમિક શાળાને લીઝ રિન્યુ ન થતાં તાળાં લાગશે

ભાડાપટ્ટે મળેલી જમીન પર સ્કૂલ શરુ કરાઈ હતી, શાળાના વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં ટ્રાન્સફર કરાશે, શાળા માટે 1992માં 15 વર્ષની લીઝ પર જમીન આપવામાં આવી હતી. અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી પુલકિત પ્રાથમિક સ્કૂલને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1992માં 15 વર્ષ માટે ભાડાપટ્ટેથી અપાયેલી જમીન પરત લઈ લેવામાં આવતા હવે સ્કૂલ બંધ થશે અને શહેર ડીઈઓ […]

પાટણ મેડિકલ કોલેજ રેગિંગકાંડમાં 7ના જામીન નામંજુર,15ને જ્યુડિ. કસ્ટડીમાં મોકલાયા

15 આરોપી વિદ્યાર્થીઓને 14 દિવસની જ્યુડિ, કસ્ટડી, 7 વિદ્યાર્થીઓએ જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી, પોલીસે વધુ રિમાન્ડ ન માગ્યા પાટણઃ શહેર નજીક આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયર્સ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતાં એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું મોત થયું છે. આ મામલે ભારે હોબાળો મચ્યા બાદ કોલેજના સત્તાધિશોએ 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરીને તેમની સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code