1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કેનેડાનું નવું ષડયંત્ર, નિજ્જરની હત્યા મામલે ફરી ગંભીર આરોપો, ભારત સરકારને મળ્યો જડબાતોડ જવાબ

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો લાંબા સમયથી તંગ છે. કેનેડાની સરકાર અને ત્યાંનું મીડિયા, જે ભારત પર સતત ખોટા આરોપો લગાવી રહ્યું છે, તે હજુ પણ અટકી રહ્યું નથી. જસ્ટિન ટ્રુડોના કેનેડિયન મીડિયાએ ભારત સરકાર વિરુદ્ધ એક નવું ષડયંત્ર રચ્યું છે. કેનેડાના એક અખબારમાં બુધવારે (20 નવેમ્બર) પ્રકાશિત થયેલા અહેવાલને ભારત સરકારે સંપૂર્ણપણે ફગાવી દીધો […]

અમદાવાદના દાણીલીંમડામાં સવા કિલો ડ્રગ્સ, અને બે હથિયાર સાથે 40 કારતૂસ પકડાયા

અમદાવાદમાં સતત બીજા દિવસે ડ્રગ્સનો જથ્થો પકડાયો, ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા 1.30 કરોડના ડ્રગ્સ સાથે એક શખસને પકડી પાડ્યો, આરોપી ભૂતકાળમાં પણ અનેક ગુનામાં સંડોવાયેલો છે અમદાવાદઃ શહેરના દાણીલીમડાં વિસ્તારમાં ક્રાઈમબ્રાંચે 1.03 કરોડનું સવા કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડયું છે. એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 પિસ્તોલ અને 40 કારતૂસ પણ જપ્ત કરવામાં આવી છે અને ડ્રગ્સ […]

બરડા ડુંગર રેન્જમાં લાયન સફારીનો આરંભ, હવે પ્રવાસીઓ અહીં પણ કરી શકશે સિંહદર્શન

ગાંધીનગરઃ પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાથી નજીક એવા બરડા ડુંગર રેન્જમાં લાયન સફારી શરુ કરવામાં આવી છે, બરાડા ડુંગરના જંગલની જો વાત કરીએ તો ગીર અને ગિરનારના જંગલથી અલગ પ્રકારનું જંગલ છે અને તેને માણવુંએ એક અનોખો લ્હાવો છે. લાભ પાંચમના શુભ દિવસે દેવભૂમિ દ્વારકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે બરડા જંગલ સફારી’ ફેઝ-1નો વન અને […]

હિન્દુ એકતા પદયાત્રા પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ વકફ બોર્ડ પર પણ આપ્યું મોટું નિવેદન

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે કારણ તેમની વાર્તા નથી, પરંતુ તેમની કૂચ છે જે તેઓ આજથી (21 નવેમ્બર 2024) શરૂ કરી રહ્યા છે. હિંદુ એકતા નામની આ પદયાત્રા બાગેશ્વર ધામથી શરૂ થશે અને ઓરછા ખાતે સમાપન થશે. આ પદયાત્રામાં ભાગ લેવા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને અનુસરતા હજારો ભક્તો અને […]

નાર્કો ટેરર કેસમાં NIAની કાર્યવાહી, ચાર વર્ષથી ફરાર આરોપી મુનીર અહેમદની ધરપકડ

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ વર્ષ 2020માં કાશ્મીરના નાર્કો-ટેરર કેસમાં મોટી સફળતા હાંસલ કરી છે. NIAએ આરોપી મુનીર અહેમદ બંદેની ધરપકડ કરી છે, જે ચાર વર્ષથી ફરાર હતો. મુનીર પર પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો જેમ કે લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન માટે આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે ડ્રગ્સ દ્વારા નાણાં એકત્ર કરવાનો આરોપ છે. આ મામલો જૂન […]

જમ્મુ-કાશ્મીર: આતંકવાદી ઘૂસણખોરી સંબંધિત મામલામાં NIAના અનેક સ્થળે દરોડા

જમ્મુઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકવાદી ઘૂસણખોરી સંબંધિત કેસમાં જમ્મુ-કાશ્મીરના રિયાસી, ડોડા, ઉધમપુર, રામબન અને કિશ્તવાડમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યાં હોવાનું જાણવા મળે છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા 8 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાનું જાણવા મળે છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પાકિસ્તાની આતંકવાદીઓની ભારતમાં ઘૂસણખોરી સંબંધિત તાજેતરમાં નોંધાયેલા કેસના સંદર્ભમાં જમ્મુના આઠ સ્થળોએ […]

જયપુર-દિલ્હી ફ્લાઇટનું એન્જીન હવામાં ફેલ, ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું

ઈન્ડિગોની ફ્લાઈટ 6E-7468 જયપુરથી દહેરાદૂન જઈ રહી હતી. ટેકઓફ બાદ પ્લેનનું એક એન્જીન ફેલ થઈ ગયું હતું, ત્યારબાદ તેનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ખરાબ એન્જિન સાથે વિમાન લગભગ 30 મિનિટ સુધી હવામાં રહ્યું હતું. તે જ સમયે, જ્યારે તેમને ખબર પડી કે આ ફ્લાઈટનું એક એન્જિન ફેલ થઈ ગયું છે ત્યારે મુસાફરી કરી […]

દિલ્હીમાં પ્રદુષણ વચ્ચે ધુમ્મસની ચાદર છવાઈ, લોકોને શ્વાસ લેવામાં સમસ્યા પડી

નવી દિલ્હીઃ બદલાતા હવામાનના કારણે લોકો ધુમ્મસનો સામનો કરી રહ્યા છે. સતત વધી રહેલા પ્રદૂષણના સ્તરને કારણે રાજધાનીમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. દિલ્હીના ઘણા ભાગોમાં AQI 400ને પાર થઈ ગયો છે. રાજધાની ગેસ ચેમ્બર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સ્થિતિ એવી છે કે […]

કર્ણાટકની સરકારી હોસ્પિટલમાં સારવાર મોંઘી થઈ, બ્લડ ટેસ્ટના દર પણ બમણા થયાં

બેંગ્લોરઃ કર્ણાટક સરકારે રાજ્યની હોસ્પિટલોની ફીમાં મોટો વધારો કર્યો છે. કર્ણાટકમાં, તબીબી શિક્ષણ વિભાગ હેઠળની હોસ્પિટલોમાં સારવાર અને નિદાન પરીક્ષણો 20 ટકા મોંઘા થયા છે. ઘણી સેવાઓની ફી પણ બમણી થઈ ગઈ છે. બેંગ્લોર મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (BMCRI) અને કર્ણાટકમાં વિવિધ સ્વાયત્ત તબીબી શિક્ષણ સંસ્થાઓ હેઠળની હોસ્પિટલોમાં વધેલી ફી અમલમાં આવી છે. BMCRI […]

ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે

મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાના કોમ્યુનિકેશન મિનિસ્ટરે ગુરુવારે સંસદમાં એક કાયદો રજૂ કર્યો હતો, જે અનુસાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કોમ્યુનિકેશન મિનિસ્ટર મિશેલ રોલેન્ડે કહ્યું કે હાલના દિવસોમાં માતા-પિતા માટે ઓનલાઈન સેફ્ટી એક મોટો પડકાર બની ગયો છે. ઓસ્ટ્રેલિયન કોમ્યુનિકેશન મિનિસ્ટર રોલેન્ડે કહ્યું કે જો TikTok, Facebook, Snapchat, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code