1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

મહારાષ્ટ્ર ચૂંટણીઃ અજિત પવારની NCPએ 38 ઉમેદવારોની યાદી જાહેર કરી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે અજિત પવારની NCPએ 38 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. એનસીપીની ઉમેદવાર યાદીમાં છગન ભુજબળને યેવલાથી અને હસન મુશ્રીફને કાગલથી ટિકિટ આપવામાં આવી છે. અજિત પવાર પોતે તેમની પરંપરાગત બેઠક બારામતીથી ચૂંટણી લડવાના છે. આ ઉપરાંત કોપુરગાવથી આશુતોષ કાલે, અકોલેથી કિરણ લહામટે, બસમતથી ચંદ્રકાંત ઉર્ફે રાજુ નવઘરે, ચિપલુનથી […]

ઝારખંડ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસના 21 ઉમેદવારોની યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. તમામ પક્ષો ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસે 13 જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પાર્ટીએ પ્રથમ યાદીમાં પાંચ મહિલાઓને ટિકિટ આપી છે. જેમાં દીપિકા પાંડે સિંહને મહાગામા અને અંબા પ્રસાદ સાહુને બરકાગાંવથી મેદાનમાં […]

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં આદ આદમી પાર્ટી નહીં ઝંપલાવે !

મુંબઈઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા માટે ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યું છે. રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં જોતરાઈ છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. પાર્ટીએ ચૂંટણી લડવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે આમ આદમી પાર્ટી મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી નહીં લડે. આમ આદમી પાર્ટી પોતાનું […]

ઝારખંડ ચૂંટણી: પ્રથમ તબક્કા માટે શુક્રવારથી ઉમેદવારોની નોમિનેશન પ્રક્રિયા શરૂ થશે

નવી દિલ્હીઃ રાજ્યની 81 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 13 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થશે. ચૂંટણીના પરિણામો 23મી નવેમ્બરે આવશે. ઝારખંડમાં 18 ઓક્ટોબરથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. પ્રથમ તબક્કા માટે ઝારખંડની 43 વિધાનસભા બેઠકો માટે શુક્રવારથી નામાંકન પ્રક્રિયા શરૂ થશે. 25 ઓક્ટોબર પ્રથમ તબક્કા માટે નોમિનેશનની છેલ્લી તારીખ […]

હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ પ્રધાનમંત્રીએ નાયબ સિંહ સૈનીને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈનીએ આજે શપથગ્રહણ કર્યાં હતા. સૈની સાથે મંત્રીમંડળના સભ્યોએ પણ શપથગ્રહણ કર્યાં હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાયબ સિંહ સૈનીને હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, હરિયાણાના મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરનાર નાયબસિંહ સૈની અને તેમની […]

હરિયાણાઃ નાયબ સિંહ સૈનીએ સીએમ તરીકે લીધા શપથ

નવી દિલ્હીઃ હરિયાણામાં સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બની છે. નાયબ સિંહ સૈનીએ ગુરુવારે બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમણે કુરુક્ષેત્રની લાડવા બેઠક પરથી કોંગ્રેસના મેવા સિંહને હરાવીને ચૂંટણી જીતી હતી. નાયબ સિંહ સૈની ઉપરાંત અનિલ વિજે મંત્રી પદના શપથ […]

નરેન્દ્ર મોદી બન્યા ભાજપાના પહેલા એક્ટિવ મેમ્બર

નવી દિલ્હીઃ PM મોદીએ BJPના દેશવ્યાપી સક્રિય સભ્યપદ અભિયાનની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રી મોદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા રાષ્ટ્રીય સભ્યપદ અભિયાનના સંયોજક વિનોદ તાવડેની હાજરીમાં પાર્ટીના પ્રથમ સક્રિય સભ્ય બન્યા. આ સાથે તેમણે પાર્ટીનું સક્રિય સભ્યપદ અભિયાન પણ શરૂ કર્યું હતું. BJPના પ્રથમ સક્રિય સભ્ય બનવાની તસવીરો શેર કરતા […]

હરિયાણામાં નાયબ સિંહ સૈની બીજી વખત મુખ્યમંત્રી બનશે, ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી થઈ

નવી દિલ્હીઃ હરિયાણામાં ભાજપાના ધારાસભ્ય દળના નેતા તરીકે નાયબ સિંહ સૈનીની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં મળેલી બેઠકમાં સૈનીની સર્વસંમતિથી ધારસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. આવતીકાલે ગુરુવારે હરિયાણામાં નવી સરકાર શપથગ્રહણ કરશે.  નાયબ સિંહ સૈનીને સીએમ બનાવવા મામલે ભાજપના જ નેતા અનિજ વિજ અને રાવ ઈન્દ્રજીત સિંહની નારાજગી […]

કોંગ્રેસે અશોક ગહેલોત અને સચિન પાયલોટને મહારાષ્ટ્રમાં સોંપી મહત્વની જવાબદારી

નવી દિલ્હીઃ ચૂંટણીપંચ દ્વારા આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. બંને રાજ્યમાં ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો પણ રણનીતિ તૈયાર કરવાની કામગીરી આરંભી દીધી છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્રમાં સિનિયર નેતા અશોક ગહેલોત અને સચિન પાયલોટને મહત્વની જવાબદારી સોંપી છે. રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગહેલોત અને નાયબ મુખ્યમંત્રી […]

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં 2.06 કરોડ મતદારાઓ મતાધિકારનો ઉપયોગ કરશે

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. અહીં 81 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરે અને બીજા તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 23મી નવેમ્બરે મતગણતરી થશે.મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ઝારખંડમાં પ્રથમ તબક્કા માટે 18 ઓક્ટોબરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જ્યારે નામાંકન 25 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code