1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

ફાસ્ટ બોલર મયંક યાદવ હાલ કેમ 150ની ઝડપથી બોલ નથી નાખતો ? જાણો…

મયંક યાદવ IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતા જોવા મળ્યો હતો. તે દરમિયાન તેણે પોતાની સ્પીડથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. 2024 IPLમાં, મયંક સતત 150 kmph કે તેથી વધુની ઝડપે બોલિંગ કરતો જોવા મળ્યો હતો. ત્યારથી મયંકને ટીમ ઈન્ડિયામાં લાવવાની માંગ ઉઠવા લાગી હતી. હવે મયંકે બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ત્રણ મેચની […]

સ્પેનના ટેનિસના દિગ્ગજ ખેલાડી રફેલ નડાલે ટન નિવૃત્તિ જાહેર કરી

ટેનિસના ગ્રાન્ડ઼ સ્લેમના 22 સિંગ્લસના ખિતાબો જીતનાર સ્પેનના દિગ્ગજ ખેલાડી રફેલ નડાલે વ્યવસાયિક ટેનિસ રમતોમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. સોશિયલ મિડિયા ઉપર આ જાણકારી આપીને નડાલે પોતાની કારકિર્દી દરમિયાન સંપૂર્ણ સમર્થન આપવા બદલ ટેનિસ ચાહકોનો આભાર માન્યો છે. રફેલ નડાલ આગામી નવેંબરમાં મલાગામ ખાતે યોજાનારી ડેવિસ કપ ટેનિસ સ્પર્ધાની ફાઇનલ બાદ નિવૃત્તિ લેશે. ઉલ્લેખનીય છે […]

IPL 2025: RCB 3 ખેલાડીઓને રિલીઝ કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ આઈપીએલ 2025ની અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ છેલ્લી કેટલીક સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે, પરંતુ આ ટીમથી ટાઈટલ હજુ દૂર છે. IPL 2024માં, RCB એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હાર્યા બાદ બહાર થઈ ગયું હતું. હવે BCCI દ્વારા જારી કરાયેલી નવી રિટેન્શન પોલિસી અને સેલરી સ્લોટને […]

પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટનની પસંદગીને લઈને પીસીબીની પસંદગી સમિતિને ચેતવણી

બાબર આઝમે તાજેતરમાં જ પાકિસ્તાનની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. બાબર પાકિસ્તાન ટીમનો સફેદ બોલનો કેપ્ટન હતો. ટીમના સતત ખરાબ પ્રદર્શનને જોઈને બાબરે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે બાબર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સફેદ બોલની કેપ્ટનશીપ કોને સોંપશે? દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નકવીએ પસંદગી સમિતિને […]

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી ટી20 મેચ, ભારતની સીરિઝ જીત ઉપર નજર

નવી દિલ્હીઃ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે દિલ્હીના અરૂણ જેટલી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ત્રણ મેચોની શ્રેણીના બીજા ટી20 મેચમાં બાંગ્લાદેશ સામે રમશે.ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગે આ મેચ શરૂ થશે. સૂર્ય કુમાર યાદવના નેતૃત્વમાં ભારત શ્રેણીમાં એક – શૂન્યથી આગળ છે.શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવીને સરળ જીત મેળવી હતી.આ મેચમાં અર્શદીપ સિંહ […]

પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની ગુમાવવાનો ભય !

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને સોંપવામાં આવી છે, પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન રઝા નકવીનું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ભારતે હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી કે તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમ પાકિસ્તાન મોકલશે કે નહીં. દરમિયાન મોહસિન નકવીના એક નિવેદનથી એવું લાગી રહ્યું છે કે, પાકિસ્તાને […]

બીચ સોકરને લોકપ્રિય બનાવવા પ્રથમવાર બીચ સોકર લેવલ 1 કોચિંગ કોર્સનું પોરબંદરમાં આયોજન

અમદાવાદઃ ભારતમાં બીચ સોકરને લોકપ્રિય બનાવવા પ્રથમવાર એશિયન ફુટબોલ કન્ફેડરેશન-AFC દ્વારા બીચ સોકર લેવલ 1 કોચિંગ કોર્સનું પોરબંદરમાં આયોજન કરવામાં આવ્યું છે. 6 ઓક્ટોબરથી શરૂ થયેલો કોર્સ 11 ઓક્ટોબર સુધી ચાલશે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની હાજરીમાં આ સેમિનારનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. AFCના ઇન્સ્ટ્રક્ટર મોહમ્મદ ફૈઝલ મલેશિયાથી આ કોર્સને નેતૃત્વ પ્રદાન કરવા માટે આવ્યા છે. […]

મોહમ્મદ અઝહરુદ્દીન કથિત મની લોન્ડરિંગ કેસમાં ઇડી સમક્ષ હાજર રહ્યા

બેંગ્લોરઃ તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (TPCC) ના કાર્યકારી પ્રમુખ મોહમ્મદ અઝહરુદ્દીન હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન પર HCA પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ભંડોળનો દુરુપયોગ કરવાનો આરોપ છે. જોકે, તેણે આ આરોપોને ખોટા ગણાવ્યા હતા. HCAમાં 20 કરોડના કથિત […]

ભારત કે પાકિસ્તાન, કયા દેશના બેટ્સમેનોએ ODIમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે? જાણો..

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વન-ડે ક્રિકેટની શરૂઆત 5 જાન્યુઆરી, 1971ના રોજ થઈ હતી. મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ODI મેચ રમાઈ હતી. આ ફોર્મેટમાં ઘણા બેટ્સમેનોએ પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી. જો આપણે ODIમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાની વાત કરીએ તો આમાં ભારત અને પાકિસ્તાનના બેટ્સમેનોનો દબદબો રહ્યો છે. શાહિદ આફ્રિદીઃ પાકિસ્તાનના […]

હોકી ઇન્ડિયા લીગ-HILનું સાત વર્ષનાં ગાળા બાદ પુનરાગમન થશે

નવી દિલ્હીઃ હોકી ઇન્ડિયા લીગ-HILનું સાત વર્ષનાં ગાળા બાદ પુનરાગમન થશે. હોકી ઇન્ડિયાએ સત્તાવાર રીતે HIL માટે ફ્રેન્ચાઇઝીની જાહેરાત કરી હતી. લીગમાં આઠ પુરુષ અને છ મહિલા ટીમો હશે. સૌ પ્રથમ વાર મહિલા લીગ પુરુષોની સ્પર્ધાની સાથે યોજાશે. ખેલાડીઓની હરાજી 13થી 15 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. દરેક ફ્રેન્ચાઇઝી 24 ખેલાડીઓની એક ટીમ બનાવશે, જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code