1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

નરેન્દ્ર મોદીએ શોટપુટમાં બ્રોન્ઝ જીતવા બદલ રમતવીર હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરૂષોના શોટપુટ F57માં બ્રોન્ઝ જીતવા બદલ એથ્લેટ હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “આપણા રાષ્ટ્ર માટે આ ગર્વનીક્ષણ છે કેમકે હોકાટો હોટોઝે સેમા પુરુષોના શોટપુટ F57માં બ્રોન્ઝ મેડલ જીત્યા છે! તેની અવિશ્વસનીય શક્તિ અને દ્રઢ સંકલ્પ અસાધારણ છે. તેમને અભિનંદન. […]

રોનાલ્ડો 900 ગોલ કરનારો વિશ્વનો પ્રથમ ફૂટબોલર બન્યો

પોર્ટુગલ ટીમની મેચ UEFA નેશન્સ લીગમાં ક્રોએશિયા સામે હતી રોનાલ્ડોએ એક ગોલ કરવાની સાથે ઈતિહાસ રચ્યો નવી દિલ્હીઃ ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેની કારકિર્દીનો 900મો ગોલ કર્યો છે. તે સત્તાવાર મેચોમાં 900 ગોલ કરનાર પ્રથમ ફૂટબોલર પણ બની ગયો છે. સાઉદી ક્લબ તરફથી રમનાર રોનાલ્ડો હાલમાં આંતરરાષ્ટ્રીય મેચો રમી રહ્યો છે. ગુરુવારે તેની પોર્ટુગલ ટીમની મેચ […]

બીસીસીઆઇઃ વાર્ષિક સામાન્ય સભા 29 સપ્ટેમ્બરે બેંગલુરુમાં યોજાશે

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની વાર્ષિક સામાન્ય સભા (AGM) 29 સપ્ટેમ્બરે બેંગલુરુમાં યોજાશે.એક ખાનગી સ્પોર્ટસ વેબ સાઇટના એહેવાલ પ્રમાણે શહેરમાં હાઈ પરફોર્મન્સ સેન્ટરના ઉદ્ઘાટન સાથે યોજાનારી એજીએમ માટે ગુરુવારે રાજ્યના ક્રિકેટ સંગઠનોને નોટિસ મોકલવામાં આવી હતી. નાંધનીય છે કે ગયા મહિને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે જય શાહની બિનહરીફ નિમણૂક […]

પેરિસ પેરાલિમ્પિક્સઃ 5 ગોલ્ડ સહિત કુલ 25 મેડલ સાથે ભારત મેડલ ટેબલમાં 14મા ક્રમે

નવી દિલ્હીઃ પેરિસ પેરાલિમ્પિક્સના આઠમા દિવસે કપિલ પરમારે પુરુષોની 60 કિગ્રા જે-1 પેરા જુડો ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. થોડા સમય પહેલા કપિલે બ્રાઝિલના એલિલ્ટન ડી ઓલિવિરાને 10-0થી હરાવીને દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે પેરાલિમ્પિક્સમાં જુડોમાં પ્રથમ વખત ક્વોલિફાય કર્યું હતું અને મેડલ પણ જીત્યો હતો. મિશ્ર ટીમ રિકર્વ ઓપન તીરંદાજીમાં […]

પેરિસ પેરાલિમ્પિક્સ: હરવિંદર સિંહે ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો

હરવિંદર સિંહે પુરુષોની વ્યક્તિગત તીરંદાજી રિકર્વ ઓપન ફાઇનલમાં ગોલ્ડ મેડલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેડલ વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી નવી દિલ્હીઃ પેરિસ પેરાલિમ્પિક્સ 2024 હરવિંદર સિંહે પુરુષોની વ્યક્તિગત તીરંદાજી રિકર્વ ઓપન ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. પેરાલિમ્પિક્સ અથવા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો પ્રથમ તીરંદાજ બન્યો. આ પછી, મેન્સ ક્લબ થ્રો F-51ની ફાઇનલમાં, ધરમવીરે એશિયન રેકોર્ડ […]

પેરિસ પેરાલિમ્પિકઃ ભારતે 20 મેડલ જીતીને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

ભારતે બુધવારે પેરિસ પેરાલિમ્પિક્સમાં 5 મેડલ જીત્યા હતા ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારતે 19 મેડલ જીત્યાં હતા નવી દિલ્હીઃ ભારતે મંગળવારે પેરિસ પેરાલિમ્પિક્સમાં 5 મેડલ જીત્યા હતા, જેમાં કુલ મેડલની સંખ્યા 20 થઈ ગઈ હતી, જે પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ, ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2020 ટોક્યો પેરાલિમ્પિકમાં હતું જેમાં ભારતીય ખેલાડીઓએ 19 મેડલ […]

ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાન જવા પર BCCIનું શું વલણ છે? જાણો શું કહ્યું BCCIના અધિકારીએ

• વર્ષ 2025માં પાકિસ્તાનમાં યોજાશે ચેમ્પિયન ટ્રોફી • ચેમ્પિયન ટ્રોફીને લઈને પીસીબી દ્વારા તડમાર તૈયારીઓ નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી (ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025) ની સામે માત્ર પ્રશ્ન ચિહ્નો જ દેખાય છે. ટૂર્નામેન્ટની તારીખ ભલે નક્કી થઈ ગઈ હોય, પણ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં તે હજુ સુધી નિશ્ચિત નથી. BCCIના […]

પેરિસ 2024 પેરાલિમ્પિક્સ: સુમિત અંતિલ અને નિતેશે ગોલ્ડ, નિત્યા શ્રી સિવને બ્રોન્ઝ જીત્યો

નવી દિલ્હીઃ પેરિસમાં ચાલી રહેલી પેરાલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓનું વિજયી અભિયાન ચાલુ છે. પેરા ખેલાડીઓએ વિદેશની ધરતી પર દેશનું નામ રોશન કર્યું છે અને અત્યાર સુધીમાં ભારતે ત્રણ ગોલ્ડ, પાંચ સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મોડી રાત્રે સુમિત એન્ટિલે મેન્સ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુમિતે તેના બીજા પ્રયાસમાં 70.59 મીટર બરછી ફેંકીને […]

પેરિસ પેરાલિમ્પિક : યોગેશ કથુનિયાએ પુરુષોની ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો

નવી દિલ્હીઃ પેરિસમાં ચાલી રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. યોગેશ કથુનિયાએ સોમવારે સ્ટેડ ડી ફ્રાન્સ ખાતે આયોજિત પેરિસ 2024 પેરાલિમ્પિક્સમાં પેરા-એથ્લેટિક્સ મેન્સ ડિસ્કસ F56 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પેરાલિમ્પિક્સમાં ભારતનો આ આઠમો મેડલ છે. યોગેશે 42.22 મીટરનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો હતો 27 વર્ષના યોગેશે આ ઈવેન્ટમાં 42.22 મીટરનો સર્વશ્રેષ્ઠ થ્રો […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર પેરા એથ્લેટ્સ સાથે ફોન પર વાત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર પેરા એથ્લેટ્સ સાથે ફોન પર વાત કરી હતી. ખેલાડીઓને અભિનંદન આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તમામ દેશવાસીઓને તમારી સિદ્ધિઓ પર ગર્વ છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ પેરાલિમ્પિક ખેલાડીઓ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા ‘X’ પર શેર કર્યો છે. કેન્દ્રીય રમતગમત મંત્રીએ લખ્યું કે, આજે પ્રધાનમંત્રીનરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code