1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

IPL 2024: હૈદરાબાદ પ્લેઓફ માટે થયું ક્વોલિફાઈ

બેંગ્લોરઃ IPL 2024 ની 66મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ થવાની હતી. હૈદારાબાદના રાજીવ ગાંધી સ્ટેડીયમમાં આયોજીત આ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. મેચ રદ્દ થવાને કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યા હતા. આ સાથે હૈદરાબાદના 15 પોઈન્ટ છે અને તે પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, […]

દુબઇમાં નોકરી કરવા માંગતા અને ત્યાં સ્થાયી થવા માંગતા લોકો માટે સારા સમાચાર, મહત્વપૂર્ણ ડિલની તૈયારી

દુબઈ જઈને નોકરી કરીને ત્યાં સ્થાયી થવા ઈચ્છતા ભારતીયો માટે સારા સમાચાર છે. હવે યુનાઈટેડ આરબ અમીરાત (UAE) માં મુલાકાત લેવી, રહેવુ અને વ્યાપાર કરવું વધુ સરળ બનશે. આ માટે, ભારત અને UAE વચ્ચે લોકો-થી-લોકોના સંપર્કોને પ્રોત્સાહન આપવાના માર્ગો ઉપરાંત, સ્થળાંતર અને હિલચાલ સંબંધિત કરારોને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવાની ચર્ચા કરવામાં આવી છે. નવી […]

ઉનાળામાં બાઈક ચલાવીને હેરાન થઈ ગયા છો, તો આ ટિપ્સ અપનાવાથી મળશે રાહત

દેશમાં મોટી સંખ્યામાં લોકો ટુ વ્હીલર ચલાવે છે. આ સમયે લગભગ મોટાભાગના રાજ્યોમાં ગરમીની અસર પહોંચી છે. કાળઝાળ ગરમી વચ્ચે ટુ વ્હીલર ચાલકોને પણ ગરમીનો માર સહન કરવો પડે છે. આવામાં તમે ઉનાળામાં ટુ-વ્હીલર ચલાવતી વખતે પરેશાન છો, તો જાણો આ સમસ્યાથી બચવા માટેની ટિપ્સ. બાઈકની સીટ થઈ જાય છે ગરમ આ તો તમે જાણતા […]

નવું ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો શોરૂમમાં સેલ્સમેનને આટલું તો અવશ્ય પૂછજો

પેટ્રોલના આસમાનને આંબી રહેલા ભાવને કારણે મોટાભાગના લોકો હવે ઈલેક્ટ્રીક વાહનો તરફ વળ્યા છે. અલબત્ત, ભારતમાં ઓછા ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન છે, પરંતુ તેમ છતાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે. તેની પાછળનું કારણ પેટ્રોલના આસમાનને આંબી રહેલા ભાવ અથવા તો ઇલેક્ટ્રિક વાહનોની સારી ડ્રાઇવિંગ રેન્જ પણ હોઈ શકે છે. જો તમે પણ નવું ઈલેક્ટ્રિક સ્કૂટર […]

કાર ખરાબ થાય તે પહેલા આપે છે સંકેત, તેની લાઇટ્સ પરથી સમજશો તો અધવચ્ચે અટવાશો નહીં

જેમ જેમ ટેકનોલોજી સસ્તી થઈ રહી છે તેમ તેમ કારોમાં સુરક્ષાને લઇ કેટલાક ફીચર એડ થઈ રહ્યા છે. લો બજેટ કારોમાં પણ કેટલીક વોર્નિંગ લાઈટ આપવામાં આવે છે. આ લાઈટો તમારી મુસાફરી સુગમ બની રહે તે માટે આપવામાં આવી હોય છે. જેથી ડ્રાઈવિંગ દરમિયાન ક્યારેય નીચે જણાવેલ લાઈટોને અવોઈડ ન કરો, નહીં તો તમારી કાર […]

ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન બે દિવસ બંધ રહેશે

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોની ભારે ભીડ પહોંચી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. દરમિયાન, ઉત્તરાખંડ સરકારે ચાર ધામ યાત્રા માટે નોંધણી કાર્ય 2 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ 27 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મંગળવાર, 14 મે, 67965 […]

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ટ્રેક નિર્માણ કાર્ય માટેની તાલીમનો આરંભ

મુંબઈઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટ્રેક વર્કસ બનાવવા માટે સુરતમાં ભારતીય એન્જિનિયરો અને કાર્ય નેતાઓ માટે તાલીમ શરૂ થઈ ગઈ છે. ટ્રેક બાંધકામ પર 20 દિવસના તાલીમ સેશનમાં સ્લેબ ટ્રેક સ્થાપન અને સિમેન્ટ આસ્ફાલ્ટ મોર્ટોર (સીએએમ) સ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ તાલીમ જેએઆરટીએસ (જાપાનમાં એક બિન-નફાકારક સંસ્થા) દ્વારા આપવામાં આવી છે, જેને […]

અમદાવાદ-આગ્રા કેન્ટ વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન

અમદાવાદઃ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 01920/01919 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (20 ટ્રીપ્સ) ટ્રેન નંબર 01920 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ 17 મે 2024 થી 30 જૂન 2024 સુધી દર બુધવાર, શુક્રવાર અને રવિવારે અમદાવાદથી […]

PM મોદીનો આજે મુંબઇમાં રોડ શો, સંભવિત ભીડને ધ્યાને રાખી અનેક જગ્યાએ રૂટ ડાયવર્ઝન અપાયું

લોકસભા ચૂંટણીને લઇને PM મોદી દેશભરમાં જોર-શોરથી વિશાળ રેલીઓને સંબોધી રહ્યા છે, તેમના રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી રહી છે. મહારાષ્ટ્રમાં પ્રચાર અંતર્ગત આજે મુંબઇમાં તેમનો રોડ શો યોજાશે.. મુંબઈમાં લોકસભાની કુલ છ બેઠકો છે અને ત્યાં જીતવા માટે ભાજપે ‘મેગા પ્લાન’ તૈયાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 મેના રોજ મુંબઈની છ સીટો […]

લોકસભા ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર

મુંબઈ: લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને અત્યાર સુધીમાં ચાર તબક્કાનું મતદાન યોજાયું છે અને હવે પાંચમાં તબક્કાનું મતદાન યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપાના ચૂંટણીપ્રચારની તમામ જવાબદારી ઉઠાવી લીધી છે અને સમગ્ર દેશમાં ઝંઝાવતી ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે. ગઈકાલે વારાણસીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા વિશાળ રોડ-શો યોજ્યો હતો. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં વિશાળ સભાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code