1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

બિહારમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રૂ.225 કરોડની સહાય

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂરથી અસરગ્રસ્ત 3.21 લાખ પરિવારોના ખાતામાં 225 કરોડ રૂપિયાની સહાય ટ્રાન્સફર કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં તેમણે આ વળતર રાશી પીડિતો માટે જાહેર કરી હતી. રાજ્ય સરકારે નવા પ્રસ્તાવ પ્રમાણે પ્રત્યેક પૂર પીડિત પરિવારને સાત હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે, જે અગાઉ 6 હજાર રૂપિયા હતી. ગંડક […]

ભારતીય લશ્કરની તાકાત વધી, નવી T-90 ભીષ્મ ટેન્ક સામેલ

આ ટેન્ક 9.6 મીટર લાંબી અને 2.8 મીટર પહોળી છે ટેન્કર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જંગલો, પર્વતો અને ભેજવાળા પ્રદેશોમાંથી પસાર થઈ શકે છે નવી દિલ્હીઃ ભારતીય લશ્કરમાં પ્રથમ પૂર્ણત: નવી T-90 ભીષ્મ ટેન્ક સામેલ કરાઈ છે. આત્મનિર્ભરતાની રીતે ફરીથી વિકસાવાયેલી આ T-90 ભીષ્મ ટેન્ક 2003થી સૈન્યની મુખ્ય લડાકૂ ટેન્ક રહી છે, જે તેની મારણક્ષમતા, […]

હરિયાણામાં 15મી ઓક્ટોબરે નવી સરકારના મુખ્યમંત્રીનો શપથવિધી સમારોહ યોજાશે

નવી દિલ્હીઃ હરિયાણામાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાં બાદ બહુમતી મેળવનાર ભાજપાએ નવી સરકારની રચનાની કવાયત શરૂ કરી હતી. તા. 15મી ઓગસ્ટના રોજ મંગળવારે નવી સરકારના શપથગ્રહણ સમારોહ યોજાશે. પંચકુલા સેક્ટર 5ના પરેડ ગ્રાઉન્ડમાં આ શપથગ્રહણ સમારોહ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ટોચના નેતા ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં એનડીએ શાસિત […]

ખાદ્યતેલોની આયાત સપ્ટેમ્બરમાં 29 ટકા ઘટીને 10.64 લાખ ટન પર પહોંચી

નવી દિલ્હીઃ સપ્ટેમ્બર મહિનામાં ભારતની ખાદ્યતેલોની આયાત વાર્ષિક ધોરણે 29 ટકા ઘટીને 10,64,499 ટન થઈ છે. ખાદ્ય તેલની આયાતમાં આ ઘટાડો ક્રૂડ અને રિફાઈન્ડ પામ ઓઈલની ઓછી આયાતને કારણે થયો છે. ગયા વર્ષે આ જ મહિનામાં ખાદ્યતેલોની આયાત 14,94,086 ટન હતી. સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA) એ સપ્ટેમ્બર માટે વનસ્પતિ તેલ (ખાદ્ય અને અખાદ્ય […]

દિલ્હીમાં હવાના પ્રદૂષણને રોકવા અને ઘટાડવા માટે હાથ ધરવામાં આવેલા પગલાંની સમીક્ષા કરાઈ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ હવાના પ્રદૂષણ સામે લડવા માટે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં દિલ્હી સરકાર અને અન્ય હિતધારકોની દિલ્હીમાં વાયુ પ્રદૂષણને ઓછું કરવા માટે તાત્કાલિક અને લાંબા ગાળાનાં પગલાંનો અમલ કરવાની તત્પરતાનું મૂલ્યાંકન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રાલયો અને દિલ્હી […]

નાસિક મિલિટ્રી કેમ્પમાં બ્લાસ્ટ, બે અગ્નિવીરના અવસાન

નાગપુરઃ નાસિક આર્ટિલરી સેન્ટરમાં એક દુઃખદ ઘટનામાં નિયમિત તાલીસ સત્ર દરમિયાન થયેલા બ્લાસ્ટમાં બે અગ્નિવીરના નિધન થયાં હતા. આ દૂર્ઘટના લાઈવ-ફાયર આર્ટીલરી અભ્યાસ દરમિયાન બની હતી. સૈનિક તોપખાનાથી ફાયરિંગના અભ્યાસ દરમિયાન આ વિસ્ફોટ થયાં હતા. જેમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. તેમને બચાવવા માટે અનેક પ્રયાસ કર્યાં હતા પરંતુ ગંભીર ઈજાને કારણે તેમને […]

ટાટા ટ્રસ્ટની જવાબદારી નોએલ ટાટાને સોંપાઈ, વર્ષોથી ટાટા ગ્રુપ સાથે છે જોડાયેલા

મુંબઈઃ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બનાવવામાં આવ્યાં છે. દિવંગત રતન ટાટાના નિધન બાદ નોએલ ટાટાને આ જવાબદારી સોંપવામાં આવી છે. રતન ટાટાને વર્ષ 1991માં ટાટા ગ્રુપની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારથી તેઓ ટાટા ટ્રસ્ટના ચેરમેન હતા. હવે ટાટા ટ્રસ્ટની કમાન સર્વસમ્મતિથી સાથે નોએલ ટાટાને સોંપવામાં આવી છે. નોએલ ટાટા સ્વ. રતન ટાટાના સાવકા […]

પ્રધાનમંત્રીએ લાઓ પીડીઆરના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિએન્ટિયનમાં લાઓ પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી (LPRP) ની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી અને પીડીઆરના રાષ્ટ્રપતિ મહામહિમ થોંગલાઉન સિસોઉલિથ સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ આસિયાન સમિટ અને પૂર્વ એશિયા સમિટની સફળતાપૂર્વક યજમાની કરવા બદલ રાષ્ટ્રપતિ સિસોઉલિથને અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરી અને ઘનિષ્ઠ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની […]

પ્રધાનમંત્રીની થાઈલેન્ડના પ્રધાનમંત્રી સાથે મુલાકાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિએન્ટિઆનમાં પૂર્વ એશિયા સમિટ દરમિયાન થાઇલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી પૈતોંગટાર્ન શિનાવાત્રા સાથે મુલાકાત કરી. બંને પ્રધાનમંત્રીઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રીએ થાઈલેન્ડના પ્રધાનમંત્રીને પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પ્રધાનમંત્રીને તેમની ઐતિહાસિક ત્રીજા કાર્યકાળ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી. […]

ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને શ્રેષ્ઠ વ્યક્તિ કહ્યા, કહ્યું કે તેઓ મારા મિત્ર છે

અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તાજેતરના પોડકાસ્ટમાં ટ્રમ્પે મોદીને “સૌથી સરસ વ્યક્તિ” ગણાવ્યા અને કહ્યું કે તેઓ તેમના મિત્ર છે. ટ્રમ્પે ફ્લેગ્રાન્ટ પોડકાસ્ટ દરમિયાન સપ્ટેમ્બર 2019માં હ્યુસ્ટન, ટેક્સાસમાં આયોજિત ‘હાઉડી મોદી’ કાર્યક્રમને યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે તે કાર્યક્રમમાં પીએમ મોદીએ ભારતીય-અમેરિકનોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code