1. Home
  2. revoinews

revoinews

ગુજરાત ST નિગમનો નિર્ણયઃ 52 લોકો ગૃપમાં બુકિંગ કરાવાશે તો વતન સુધી નોનસ્ટોપ બસ દોડાવાશે

અમદાવાદ : દિવાળીના  તહેવારને હવે મહિનાથી ઓછો સમય બાકી છે, ત્યારે પરપ્રાંત જતી ટ્રેનોમાં રિઝર્વેશન હાઉસફુલ થઈ ગયું છે. બીજીબાજુ રાજ્યમાં પણ શહેરોમાં રહેતા લોકો પોતાના માદરે વતન જવા તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે એસટી નિગમ દ્વારા પ્રવાસીઓને પોતાના વતનમાં પહોંચાડવા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારમાં વધારાની બસો દોડાવશે. […]

હાય રે મોંઘવારી… અમદાવાદ સહિત અનેક શહેરોમાં પેટ્રોલના ભાવે સદી વટાવી,

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલ, રાધણગૅસ, સીએનજી-પીએનજીના ભાવમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ સદીને વટાવી ગયો છે. એટલે એક લિટર પેટ્રોલનો ભાવ રૂપિયા 100ને વટાવી ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ પણ 100ની નજીક પહોંચી ગયો છે. જોકે ભાવનગર સહિત કેટલાક શહેરોમાં ડીઝલનો ભાવ પણ 100ને વટાવી ગયો છે. મોંઘવારીના માર […]

સૌરાષ્ટ્રમાં વરાપ નિકળતા ખેતરોમાં કપાસ વિણવાનું કાર્ય શરૂ, સારાભાવની આશાએ ખેડુતો પણ ગેલમાં

રાજકોટ : સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વિદાય લેતા અને વરાપ નીકળતા હવે એક તરફ કપાસ વિણવામાં ગતિ આવે એમ છે અને બીજી તરફ રૂના ભાવમાં તેજી થઈ ગઈ છે. રૂના ભાવમાં છેલ્લા મહિનામાં રૂ. 2300થી 2500 ઉંચકાઈને રૂ. 57,500-58,000 થઈ ગયા છે. ક્યાંક ક્યાંક રૂ. 60 હજારનો ભાવ પણ થઈ ગયો છે. રૂની તેજી નવા કપાસની આવકને […]

સૌથી સરસ ‘ચા’ને કેવી રીતે ઓળખશો? આ રીતે ઓળખી શકાય છે

‘ચા’નો સ્વાદ ઓળખવાની પણ છે એક રીત આ વસ્તુઓથી ‘ચા’ને પારખતા શીખવું સારી ગુણવત્તાવાળી ‘ચા’ આ રીતે ઓળખો ‘ચા’ એ ભારતમાં એવી વસ્તુ છે કે જેના વગર મોટા ભાગના લોકોની સવાર ના થાય, એવું કહેવાય છે કે ભારતમાં મોટાભાગના લોકોની સવાર ‘ચા’ની સાથે થાય છે. જો ચા સારી હશે તો સવાર પણ સારી રહેશે અને […]

ગાંધી જયંતિએ રાજ્યભરમાં 14250 ગ્રામ પંચાયતોમાં યોજાશે ગ્રામસભા, વડાપ્રધાન મોદી સંવાદ કરશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે બુધવારે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત સ્તરે મૂર્તિમંત કરવાના ઉદ્દેશ્યથી 2જી ઓકટોબરે રાજ્યભરની 14,250  ગ્રામ પંચાયતોમાં સવારે 10 થી 11 વાગ્યા દરમાન ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે. કેબીનેટની બેઠકમાં  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગામી ગાંધી જયંતિથી પ્રારંભ થનારા […]

અમદાવાદઃ બાગ-બગીચા,રિવરફ્રન્ટ અને AMTS-BRTSમાં વેક્સિન વિના પ્રવેશ નહીં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદમાં તે હવે  માત્ર સાવ ઓછી સંખ્યામાં કેસ નોંધાય રહ્યા છે. પણ કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા સાવચેતિ રાખવી જરૂરી છે. અમદાવાદ મ્યુનિના સત્તાધિશોએ વેક્સિન ન લીધી હોય તેવા લોકોને જાહેર બગીચાઓ અને એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી ન કરવા દેવાની સુચના આપવામાં આવી છે.એટલે લોકોએ વેક્સિન […]

રસોઈમાં કોથમીરનો કરો ઉપયોગ, સ્વાસ્થ્ય માટે છે અનેકરીતે ફાયદાકારક

કોથમીરના અનેક ફાયદા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ભોજનને પણ બનાવે છે સ્વાદિષ્ટ રસોડમાં રહેલી તમામ વસ્તુના અનેક ફાયદા છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો. લીલોતરી વાળા શાકભાજી તો શરીર માટે અમૃત કરતા ઓછા નથી અને તેમાં કોથમીરનો પણ સમાવેશ થાય છે. કોથમીર એ એવી વનસ્પતિ છે કે જેને સ્વાદ હળવો, કડવો છે. તેનો […]

લો બોલો, ઈઝરાઈલની જેલમાંથી છ કેદીઓ કાટવાળી ચમચીઓથી સુરંગ ખોદી થયાં ફરાર

દિલ્હીઃ ઈઝરાઈલમાં સૌથી સુરક્ષિત મનાતી ગિલોબા જેલમાંથી છ કેદીઓ ફરાર થઈ જતા ખળભળાટ મચી ગયો છે. ભાગનારા તમામ કેદીઓ ફિલીસ્તાની નાગરિક હતા અને તેમની ઉપર હત્યા અને હત્યાનો પ્રયાસ સહિતના ગંભીર ગુના નોંધાયેલા હતા. ઈઝરાઈલના વડાપ્રધાન નેફટાલી બેનેટને બનાવની જાણકારી આપવામાં આવી છે. જે બાદ તેમણે કેબિનેટમાં સમગ્ર ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ […]

પ્રાથમિક શિક્ષકોને કામના કલાકો વધારાતાં, કોંગ્રેસે નિર્ણય પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી આપી

પાટણ : રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ મુજબ પ્રાથમિક શિક્ષકો માટે કામના કલાક વધારીને 8 કલાક નિયત કર્યા છે. જેની સામે શિક્ષકોમાં સરકાર સામે અસંતોષ ઊભો થયો છે. હવે શિક્ષકોની વહારે કોંગ્રેસ આવી છે.  શિક્ષકોના કામના કલાકો વધારવા મુદ્દે પાટણના કોંગ્રેસ  ધારાસભ્ય કિરીટ પટેલએ શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહને પત્ર લખ્યો છે. અને શિક્ષકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ […]

નર્મદામાંથી સિંચાઈનું પાણી હવે છોડવામાં નહીં આવે, પીવા માટે પાણીનો જથ્થો અનામત રખાશેઃ મુખ્યમંત્રી

ગાંધીનગર: ગુજરાતમાં વરસાદ ખેંચાતા સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે હવે રાજયના કોઈપણ ડેમોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં નહી આવે. મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ આજે ગાંધીનગરમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં હવે પાણીને પીવા માટે જ અનામત રખાશે. રાજ્ય સરકાર માત્ર પીવાના પાણીને ધ્યાને રાખી તેનો સંગ્રહ કરશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ કર્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code