સાવધાન- તહેવારોને લઈને દેશમાં ત્રીજી લહેરની સંભાવના, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તહેવારોની ઉજવણી સાબિત થઈ શકે જોખમી
- દેશમાં આવતા તહેવારો નોતરી શકે છે ત્રીજી લહેર
- કોરોનાની ત્રીજી લહેર માટે આ બે મહિના મહત્વના
દિલ્હી- સમગ્ર દેશભરમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં કોરોનાના કેસો વધવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે,કોરોના મહામારીની ત્રીજી લહેરના ભય વચ્ચે નિષ્ણાતોએ દેશમાં આગામી બે મહિના ખૂબ મહત્વના ગણાવ્યા છે.
તહેવારો અને અન્ય પ્રસંગોની ઉજવણી પર નિષ્ણાંતોએ ચેતવણી આપી છે. આ સમય દરમિયાન, સામાજિક અંતર અને બજારોમાં ભીડ ભેગી થવાથી સક્રમણ જોખમ ઊભું થવાની સંભાવના છે. સ્થાનિક સ્તરે હજારો લોકોના ભેગા થવાથી પરિવાર, સંબંધીઓ, મિત્રો અને પડોશીઓથી કોઈ એકને પણ જો સંક્રમણ હોય તો તેના કોરોના ફેલાઈ શકે છે.
આ તહેવારો દરમિયાન ઘરેલુ કામદારોની હિલચાલ થઈ શકે છે. સર્વિસ પ્રોવાઇડર માટે ઘરમાં દસ્તક આપવી પણ શક્ય છે, જે હલનચલન પર ‘પ્રતિબંધ’ સમાપ્ત કરી શકે છે. કોરોનાની બીજી લહેર એટલે કે એપ્રિલ-જૂન 2021 દરમિયાન આવી જેને લઈને પ્રવૃત્તિઓ સ્થગિત કરવામાં આવી હતી. આગામી બે મહિના દરમિયાન, લોકો અને પરિવારના સભ્યો વચ્ચે ઘર છોડીને તહેવારો અથવા અન્ય ઉજવણી પ્રસંગો ઉજવવા વિશે લોકોમાં મોટા પાયે સર્વે કરવામાં આવ્યા હતા.
ત્યારે આવતી કાલથી ગણેશ સ્થાપના અને પથીના દિવસોમાં ગણેશ પૂજા સાથે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. દુર્ગા પૂજા, નવરાત્રિ, દશેરા અને દિવાળીના તહેવારો ગણેશ ચતુર્થી બાદ ઉજવાશે. લોકો એકબીજાને મળવા અથવા ભેગા થવાને કારણે ત્રીજી લહેરની શક્યતાઓ છે.
ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે, લોકો પોતાના ઘર છોડીને ભીડમાં જોડાવા, તહેવારોની ઉજવણી કરવા અથવા લોકોને બોલાવવા સહિત ઘણા પ્રશ્નો અને આશંકાઓ વચ્ચે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સ્થાનિક વર્તુળોના સર્વેમાં 27 હજાર લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો અને તેમા 12 હજારથી વધુ ભારતીય ઘરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વે દેશભરના 312 જિલ્લાઓમાં કરવામાં આવ્યો હતો.
આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે મોટા ભાગના લકો કહેવારો અને પ્રંસંગોમાં પોતાના ઘરેથી દિર એકબીજાને મળતા હોય છે અને આવી સ્થિતિ કોરોનાને નિમંત્રણ આપવામાં જવાબદાર બને છે, ત્યારે આવનારા તહેવારોને લઈને નિષ્ણાંતોએ ત્રીજી લહેરની ચિંતા વ્યક્ત કરી છે.