સાવધાન! ટેલિગ્રામ એકાઉન્ટ હેક થાય છે ત્યારે ખાસ સંકેતો મળે છે, સેફ્ટી માટે કરો આ જરૂરી બાબતો
સોશિયલ મીડિયાનું પ્રખ્યાત પ્લેટફોર્મ, જે તેની પ્રાયવેસી અને સેફ્ટી ફીચર્સ માટે ખૂબ જ લોકપ્રિય છે. જો તમને સમજાતું ના હોય તો તમને જણાવી દઈએ કે અમે અહીં ટેલિગ્રામ વિશે વાત કરી રહ્યા છીએ. આ પ્લેટફોર્મ યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને અનેક ફીચર્સ લાવે છે, પણ તેમ છતાં ઘણી વખત ટેલિગ્રામ એકાઉન્ટ હેક થવાની માહિતી સામે આવતી રહે છે. આગળ જાણો કયા સંકેતો દર્શાવે છે કે ટેલિગ્રામ હેક થઈ ગયું છે અને એકાઉન્ટ કેવી રીતે સુરક્ષિત રાખી શકાય છે.
- ટેલિગ્રામ હેક થાય તો મળે છે આ સંકેતો
જો તમારા ટેલિગ્રામ એકાઉન્ટથી કેટલાક મેસેજ મોકલાવામાં આવ્યા છે, જો તમે ના મોકલ્યા હોય તો સંભવ છે કે એકાઉન્ટ હેક થઈ ગયું છે. - જો એકાઉન્ટનો પ્રોફાઈલ ફોટો, બાયો, યુઝરનેમ અને અન્ય કંઈપણ બદલાયું છે, પરંતુ તમે કોઈ ફેરફાર કર્યો નથી, તો એકાઉન્ટ હેક થઈ શકે છે.
- જો તમે કોઈ ગ્રુપ કે ચેનલ સાથે જોડાયા છો અને તમારી પાસે તેના વિશે કોઈ માહિતી નથી, તો સંભવ છે કે તમારું એકાઉન્ટ હેક થઈ ગયું છે.
- આ સિવાય જો ખાતામાંથી કોઈપણ પ્રકારનું પેમેન્ટ કે સબસ્ક્રિપ્શન લેવામાં આવ્યું હોય તો એકાઉન્ટ પણ હેક થઈ શકે છે.
- તે જ સમયે, જો તમારું ડિવાઈસ અન્ય કોઈ ડિવાઈસ સાથે લિંક થયેલ છે અને તમે તેમ કર્યું નથી, તો શક્ય છે કે એકાઉન્ટ હેક થઈ ગયું હોય.
- જો તમને કોઈ શંકાસ્પદ મેસેજ મળ્યો છે જેમાં તમારી પર્સનલ માહિતી માંગવામાં આવી રહી છે, તો સંભવ છે કે તમારું એકાઉન્ટ હેક થઈ ગયું છે.